રાજ્યશાસ્ત્ર
ખેડા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ : 1918માં ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં મહેસૂલ નહિ ભરવા માટે ચાલેલી અહિંસક લડત. સામાન્ય રીતે ખેડા જિલ્લામાં લગભગ 762 મિમી. જેટલો વરસાદ વરસતો તેને બદલે 1918માં 1,778 મિમી. જેટલો વરસાદ તૂટી પડ્યો. અતિવૃષ્ટિને કારણે પાક તથા ઢોરનો ઘાસચારો બિલકુલ નાશ પામ્યો એટલે કે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ.…
વધુ વાંચો >ગડકરી નિતીન જયરામ
ગડકરી, નિતીન જયરામ (જ. 27 મે 1957, નાગપુર) : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ભારતના ‘હાઇવે મેન’ તરીકે ઓળખાતા કેન્દ્રીય પ્રધાન. પિતા જયરામ અને માતા ભાનુતાઈ. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ. કોમ. અને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સ્વામી રામાનંદ તીર્થ મરાઠાવાડા યુનિવર્સિટી(SRTMU)અને બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટી(BAMU) દ્વારા માનદ્ ડી.લિટ.ની પદવી આપવામાં આવી…
વધુ વાંચો >ગણરાજ્ય
ગણરાજ્ય : લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્યવ્યવસ્થા તથા શાસનપદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. જોકે ગણરાજ્યોનું સ્વરૂપ દરેક સમયે એક જ પ્રકારનું ન હતું. સમય અને પરિસ્થિતિ પ્રમાણે ગણરાજ્યોનાં નામ, સ્થાન, બંધારણ, કાર્યશૈલી વગેરેમાં ફેરફારો થતા રહ્યા છે. ગણનો સામાન્ય અર્થ ‘સંખ્યા’…
વધુ વાંચો >ગાંધી, પ્રિયંકા
ગાંધી, પ્રિયંકા (જ. 12 જાન્યુઆરી, 1972, દિલ્હી) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા અને અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ(એઆઇસીસી)ના મહાસચિવ. ઉત્તરપ્રદેશમાં કૉગ્રેસના પ્રભારી. તેઓ કૉંગ્રેસના સક્રિય નેતા છે, પણ અત્યાર સુધી એક પણ ચૂંટણી લડ્યાં નથી. માતાની સંસદીય બેઠક રાયબરેલી(ઉત્તરપ્રદેશ)માં તથા ભાઈ રાહુલ ગાંધીની લોકસભા બેઠકો અમેઠી(ઉત્તરપ્રદેશ) અને વાયનાડ(કેરળ)માં પ્રચારની સાથે કોંગ્રેસ…
વધુ વાંચો >ગાંધી, ફિરોઝ જહાંગીર
ગાંધી, ફિરોઝ જહાંગીર (જ. 12 સપ્ટેમ્બર 1912, મુંબઈ; અ. 8 સપ્ટેમ્બર 1960, ન્યૂદિલ્હી) : સમાજવાદી ધ્યેયને વરેલા તથા જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોનો આગ્રહ રાખનાર રાજકારણી તથા સંસદસભ્ય. મૂળ ભરૂચના જહાંગીર ફેરેદૂન ગાંધીના પરિવારમાં મુંબઈમાં જન્મ. વિદ્યાભ્યાસ અલ્લાહાબાદમાં. પ્રથમ બાલ સ્કાઉટમાં અને પછી કૉંગ્રેસ મારફતે સ્વરાજની ચળવળમાં સામેલ થયા તેથી જવાહરલાલ…
વધુ વાંચો >ગાંધી, મેનકા
ગાંધી, મેનકા (જ. 26 ઑગસ્ટ 1956, દિલ્હી) : ભારતીય રાજકારણના પટ પર તેજલિસોટાની જેમ ચમકી જનાર મહિલા. તેમણે શાળાકીય શિક્ષણ લૉરેન્સ હાઈસ્કૂલમાં અને ઉચ્ચશિક્ષણ શ્રીરામ કૉલેજમાં પ્રાપ્ત કર્યું હતું. ત્યાં તેઓ સંજય ગાંધીના પરિચયમાં આવ્યાં અને તે પરિચય લગ્નમાં પરિણમ્યો. લગ્ન બાદ તેમણે ત્રણ વર્ષ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં જર્મન ભાષાનો…
વધુ વાંચો >ગાંધી રાજીવ
ગાંધી, રાજીવ (જ. 20 ઑગસ્ટ 1944, મુંબઈ; અ. 21 મે 1991, શ્રીપેરામ્બદુર, તામિલનાડુ) : ભારતના સૌથી યુવાન વડાપ્રધાન, આર્થિક ઉદારીકરણની નીતિની શરૂઆત કરનાર તથા નવી ટૅક્નૉલૉજીને આવકારીને ભારતને એકવીસમી સદીમાં પ્રવેશ કરાવવાની ઉમેદ રાખનાર નેતા. સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સંકળાયેલા કુટુંબમાં તેમના વડદાદા મોતીલાલ નહેરુ, તેમના નાના જવાહરલાલ નહેરુ, માતા ઇન્દિરા ગાંધી…
વધુ વાંચો >