રાજ્યશાસ્ત્ર
કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય)
કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય) ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સૌથી મોખરે રહેલો, દેશમાં સૌથી વધારે વ્યાપ ધરાવતો અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલો ભારતનો રાજકીય પક્ષ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશને આધુનિક ઘાટ આપવામાં આ પક્ષનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. સ્થાપના : 28 ડિસેમ્બર, 1885ના રોજ તેની સ્થાપના થઈ. કૉંગ્રેસ અર્થાત્ હિંદી રાષ્ટ્રીય…
વધુ વાંચો >કૉંગ્રેસ (યુ.એસ.)
કૉંગ્રેસ (યુ.એસ.) યુ.એસ.ની સંસદ તેનાં બે ગૃહો હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝ (નીચલું ગૃહ) અને સેનેટ (ઉપલું ગૃહ). તેની સ્થાપના 1789માં થઈ હતી. એ વર્ષે ફિલાડેલ્ફિયા ખાતે બંધારણસભા(convention)માં અમેરિકી સમવાયતંત્રનાં તેર રાજ્યોમાંથી નવ રાજ્યોએ સમર્થન કરી રાજ્યના મૂળભૂત કાયદા તરીકે તેનો સ્વીકાર કર્યો તેમાંથી કૉંગ્રેસનો જન્મ થયો. અલબત્ત ‘કૉંગ્રેસ’ શબ્દનો ઉપયોગ તો…
વધુ વાંચો >ક્રાંતિ
ક્રાંતિ : રાજ્યસત્તા કે સમાજમાં લવાતું મૂળભૂત અને ધ્યેયલક્ષી પરિવર્તન. ક્રાંતિ એક ઘટના છે. વિવિધ પરિબળોનાં સંયોજન અને આંતરક્રિયામાંથી તે આકાર પામે છે. જ્યારે કોઈ ઘટનાને ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે જ તે ઘટનાની પ્રક્રિયામાં અમુક ચોક્કસ પરિબળોની ભૂમિકા અપેક્ષિત છે. ક્રાંતિના સંદર્ભમાં પ્રક્રિયા ઉપરાંત પરિણામ પણ મહત્વનું…
વધુ વાંચો >ક્લિન્ટન, બિલ (વિલિયમ જૅફર્સન)
ક્લિન્ટન, બિલ (વિલિયમ જૅફર્સન) (જ. 19 ઑગસ્ટ 1946, હોપ, આર્કેન્સાસ, યુ.એસ.) : 20 જાન્યુઆરી 1993ના રોજ શપથવિધિ કરી સત્તારૂઢ થયેલા અમેરિકાના બેતાળીસમા પ્રમુખ. ડેમોક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે ક્લિન્ટન ચૂંટાઈ આવતાં આ પહેલાંના રિપબ્લિકન પક્ષના સતત બાર વર્ષના સત્તાકાળ(રોનાલ્ડ રીગન : 1980–84–88 તથા જ્યૉર્જ બુશ : 1988–92)નો અંત આવ્યો છે. તેમના…
વધુ વાંચો >ક્લિન્ટન, હિલારી રોધામ
ક્લિન્ટન, હિલારી રોધામ (જ. 26 ઑક્ટોબર 1947, શિકાગો, ઇલિનૉઇસ) : અમેરિકાના 42મા પ્રમુખનાં પત્ની (પ્રથમ મહિલા), 2008ના પ્રમુખપદનાં પ્રારંભિક મહિલા-ઉમેદવાર, ન્યૂયૉર્કનાં પ્રથમ મહિલા-સેનેટર (2001 અને 2006), એટર્ની. પિતા એલ્સવર્થ રોધામ મધ્યમ સ્તરના વ્યાપારી અને માતા ડોરોથી એમા હોવેલ રોધામ ગૃહિણી હતાં. તેઓ માતા-પિતાનું પ્રથમ સંતાન હતાં, હ્યુમ અને ટોની તેમના…
વધુ વાંચો >ખડગે, મલ્લિકાર્જુન
ખડગે, મલ્લિકાર્જુન (જ. 21 જુલાઈ, 1942, વરાવટ્ટી, બિદર, કર્ણાટક) : ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કૉંગ્રેસના 98મા પ્રમુખ, રાજ્યસભામાં વિપક્ષના નેતા. 1972થી 2008 સુધી કર્ણાટક વિધાનસભામાં સતત આઠ વાર વિજય મેળવવાથી ‘સોલિલદા સરદારા’ એટલે કે ‘અજેય નેતા’ તરીકે પ્રસિદ્ધ થયા. દલિત પરિવારમાં જન્મ. માતા સૈબાવ્વા અને પિતા મપન્ના ખડગે. 1948માં…
વધુ વાંચો >ખાઈ
ખાઈ : મેદાની યુદ્ધમાં શત્રુપક્ષ તરફથી થતા ગોળીબાર કે તોપમારા સામે પોતાના સૈનિકોને રક્ષણ પૂરું પાડવા જમીનમાં ખોદવામાં આવતા ખાસ પ્રકારના ખાડા. ખાઈઓ લાંબી, સાંકડી તથા સૈનિક શત્રુની નજરે ન પડે તેટલી ઊંડી તથા જમીનને લગભગ સમાંતર હોય છે. તે સીધી કે વાંકીચૂકી હોઈ શકે. ખાઈઓ ખોદતી વેળાએ જમીનમાંથી નીકળતી…
વધુ વાંચો >ખાંડુ, પેમા
ખાંડુ, પેમા (જ. 21 ઓગસ્ટ, 1979, ગ્યાંગખાર ગામ, લેમ્બરડુંગ સર્કલ, તવાંગ જિલ્લો, અરુણાચલ પ્રદેશ, ભારત) : અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી. મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં માળખાગત સુવિધાના વિસ્તરણ, ડિજિટાઇઝેશનની પહેલો અને ચીન સાથે સરહદ પર સ્થિત વિસ્તારોને પ્રાથમિકતા આપવા જેવાં નોંધપાત્રો કાર્યો માટે પ્રસિદ્ધ. સાથે સાથે, રાજ્યમાં રોડનું નેટવર્ક વધારવા અને યુવા પેઢીમાં …
વધુ વાંચો >ખૂન
ખૂન : જિંદગીને અસર કરતા ગુનામાં અંતિમ પ્રકારનો ગુનો. તેમાં ઇન્ડિયન પીનલ કોડ મુજબ ક. 299 ગુનાઇત મનુષ્ય-વધ (culpable homicide) અને ખૂન (murder) તથા ક. 300 મુજબ મૃત્યુ નિપજાવવાના ગુનાનો સમાવેશ થાય છે. ઈ. પૂ. આશરે 880 વર્ષ પહેલાં મનુ ભગવાને ધર્મશાસ્ત્રની રચના કરી ત્યારે તેમાં પણ રાજાની ફરજોમાં ખૂનના…
વધુ વાંચો >