રસેશ જમીનદાર
ઑલ્મેક સંસ્કૃતિ
ઑલ્મેક સંસ્કૃતિ : મેક્સિકોના પૂર્વ કાંઠે અખાતી વિસ્તારમાં ઑલ્મેક જાતિના લોકોએ વિકસાવેલી સંસ્કૃતિ. તે અમેરિકાની એઝટેક સંસ્કૃતિની પૂર્વકાલીન સંસ્કૃતિ હતી (ઈ. પૂ. 800થી ઈ.સ. 600). અહીં રબર પાકતું, જે માટે Olli શબ્દ વપરાતો, તે ઉપરથી olmec(= rubber people) શબ્દ બન્યો. બાસ્કેટ બૉલ જેવી રમત ઑલ્મેક લોકોએ શોધેલી, જે એરિઝોનાથી નિકારાગુઆ…
વધુ વાંચો >કચ્છ
કચ્છ ગુજરાત રાજ્યનો અને ભારતનો સૌથી મોટો જિલ્લો અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. કાચબા જેવા તેના આકારને કારણે અથવા કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું છે. આભીર કે આહીરોના વસવાટને કારણે તેને આભીરિયા કે આબીરિયા નામ પણ મળેલું છે. આ બંને નામો ત્રીજી-ચોથી સદી સુધી પ્રચલિત હતાં. પ્રાચીન કાળથી…
વધુ વાંચો >કથિક રાજવંશ
કથિક રાજવંશ : એક અલ્પખ્યાત રાજવંશ. ‘રુદ્રસેનના રાજકાળ દરમિયાનનું કથિક રાજાઓનું 127 વર્ષ’ એવું વિધાન દેવની મોરીના મહાસ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્ગકમાં કોતરેલું છે. આ કથિક રાજાઓ ભારતીય ઇતિહાસમાં જાણીતા નથી. રુદ્રસેન સાથે એમનો સંબંધ પણ સ્પષ્ટ થતો નથી. કથિકોના સિક્કા અહીંથી મળ્યા નથી. આ કથિકો પંજાબના કઠકો હોવાનો એક મત…
વધુ વાંચો >કનિષ્ક
કનિષ્ક (ઈ. સ. 78ની આસપાસ) : ઉત્તર ભારત અને મધ્ય એશિયામાં આણ પ્રવર્તાવનાર, બૌદ્ધ ધર્મનો આશ્રયદાતા, શક સંવતની સ્થાપના કરનાર કુશાણ વંશનો મહાન સમ્રાટ. તેના શાસનકાળનો સમય નિશ્ચિત નથી. કેટલાકના મતે તે ઈ. સ. 78માં ગાદીએ બેઠો અને 23 કે 24 વર્ષ રાજ્ય કર્યું અને શક સંવત તેણે પ્રવર્તાવ્યો. ફ્લીટ…
વધુ વાંચો >કનિષ્કપુર
કનિષ્કપુર : કુશાન સમ્રાટ કનિષ્ક પહેલાએ બંધાવેલું નગર. તે શ્રીનગરની દક્ષિણે સોળ કિલોમિટરના અંતરે આવેલું કનિખપુર અથવા કામપુર હોવાનું જણાય છે. બૌદ્ધ સંઘની ચોથી સંગીતિ (પરિષદ) કનિષ્કે અહીં યોજી હતી, જેના અધ્યક્ષપદે પ્રખર વિદ્વાન વસુમિત્ર હતા અને ઉપાધ્યક્ષપદે પ્રસિદ્ધ કવિ અશ્વઘોષ હતા. આ સંગીતિમાં 500 પંડિતોએ ભાગ લીધો હતો અને…
વધુ વાંચો >કાર્દમક વંશ
કાર્દમક વંશ (ઈ.સ.ની 1લી સદીથી ચોથી સદી) : પશ્ચિમ ભારતનાં ક્ષત્રપ કુળોમાંનું એક. કન્હેરી ગુફાના એક લેખમાં રુદ્ર(દામા)ની પુત્રી પોતે કાર્દમક વંશની હોવાનું જણાવે છે. ગણપતિ શાસ્ત્રીની અર્થશાસ્ત્રની ટીકામાં પારસિક(ઈરાન)માં આવેલી કર્દમા નદીમાં ઉત્પન્ન થતાં કાર્દમિક મોતીની નોંધ છે. કલ્હણની ‘રાજતરંગિણી’માં કર્દમરાજનો ઉલ્લેખ છે. મહાભારતના વિરાટપર્વમાં કર્દમિલ નામના સ્થળનો નિર્દેશ…
વધુ વાંચો >કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય
કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય (ઇ. પહેલો સૈકો) : પશ્ચિમ ભારતની પ્રથમ તબક્કાની બૌદ્ધ ધર્મની ગુફાઓ. આ સમયે બુદ્ધની પૂજા પ્રતીકરૂપે થતી. આ ગુફાઓની રચનામાં વિહાર અને ચૈત્ય જણાય છે. આ રચનામાં ચૈત્ય ઘણા અગત્યના છે. આ ગુફાઓમાં કાષ્ઠકામનું બાંધકામ જણાય છે. કેટલીક પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં ચૈત્યો તેમજ ચૈત્ય અને વિહાર બંને હતાં.…
વધુ વાંચો >કાલકાચાર્ય
કાલકાચાર્ય (અ. ઈ.પૂ. 61) : પશ્ચિમના ક્ષત્રપો તરીકે ઓળખાતા શકોને આમંત્રણ આપનાર જૈન આચાર્ય. અનુશ્રુતિ પ્રમાણે કાલકાચાર્ય વિક્રમાદિત્યના સમકાલીન અને ક્ષત્રિય હતા. તેમની પૂર્વાવસ્થાની બહેન સાધ્વી સરસ્વતીના રૂપથી મોહિત થઈને ઉજ્જનના રાજા ગર્દભિલ્લે તેનું અપહરણ કર્યું હતું. તેથી રોષે ભરાઈને તેનું વેર લેવા તેઓ પારસકૂલ (ઈરાન) ગયા અને ત્યાંથી 96…
વધુ વાંચો >કાંચીપુરમ્
કાંચીપુરમ્ : ભારતના તામિલનાડુ રાજ્યમાં ચેન્નાઈથી નૈર્ઋત્યે આવેલો જિલ્લો તથા પાલર નદીને કિનારે આવેલું શહેર તથા કાંચીપુરમ્ જિલ્લાનું વડું મથક. તે કાંચી અથવા કાંચીપુરમ્ કાંજીવરમ્ તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 12o 50′ ઉ. અ. અને 79o 43′ પૂ.રે.. આ જિલ્લાનો વિસ્તાર 4,037 ચોકિમી. છે. જ્યારે વસ્તી 39,90,897 (2011),…
વધુ વાંચો >કિશ
કિશ : સુમેર અને અક્કડ સંસ્કૃતિઓનું અતિ પૂર્વકાલીન અને મહત્વનું શહેર. તે 32o 30′ ઉ. અ. અને 45o પૂ. રે. પર આવેલું છે. વર્તમાન બગદાદની દક્ષિણે 80 કિલોમીટરે આવેલું છે. ભૌગોલિક દૃષ્ટિએ કિશનો ઇતિહાસ રસપ્રદ છે. ઇ.પૂ.ની ત્રીજી સહસ્રાબ્દીમાં હમુરબ્બી વગેરે શાસકોએ કિશના વિકાસમાં ખાસ કરીને મંદિરોના પુનર્નિર્માણમાં મહત્ત્વનું પ્રદાન…
વધુ વાંચો >