રસેશ જમીનદાર

કુફૂ(ખુફુ)નો પિરામિડ

કુફૂ(ખુફુ)નો પિરામિડ : ઇજિપ્તના ચોથા રાજવંશના ફારોહ કુફૂએ ઈ.પૂ.ના ઓગણત્રીસમા સૈકામાં ગિઝેહમાં બાંધેલો રાક્ષસી કદનો પિરામિડ. તે આશરે 160 મીટર ઊંચો છે. તેર એકરમાં પથરાયેલા આ પિરામિડના પાયાની પ્રત્યેક બાજુ અઢીસો મીટર લાંબી છે તથા અઢી ટનનો એક એવા વીસ લાખથી વધારે પથ્થરો તેમાં વપરાયા છે અને તેને બાંધતાં સવાલાખ…

વધુ વાંચો >

કુરુક્ષેત્ર

કુરુક્ષેત્ર : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 34′ 15” ઉ. અ.થી 30° 15′ 15” ઉ. અ. અને 76° 10′ 10” થી 77° 17′ 05” પૂ. રે. વચ્ચેનો 1,530 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અંબાલા જિલ્લો; પૂર્વમાં જિલ્લા સરહદ…

વધુ વાંચો >

કુશસ્થલી

કુશસ્થલી : પૌરાણિક અનુશ્રુતિ પ્રમાણે આનર્ત દેશની ઇક્ષ્વાકુ વંશની એક શાખા શાર્યાતોની અરબી સમુદ્રતટે આવેલી રાજનગરી. તે જ યાદવોની દ્વારવતી અને આજની દ્વારકા. રૈવત કકુદ્મી એનો સ્વામી હતો. તે નગરી રૈવતક(ગિરનાર)થી સુશોભિત હતી. પુણ્યજન રાક્ષસોએ તેનો વિનાશ કર્યો. પૌરાણિક વૃત્તાંત મુજબ શાર્યાત કુળના રાજા રૈવત કકુદ્મી, પુત્રી રેવતી માટે સુયોગ્ય…

વધુ વાંચો >

કુશાણ સ્થાપત્ય

કુશાણ સ્થાપત્ય : કુશાન શાસનકાળ દરમિયાન વિકસેલી સ્થાપત્યકળા. આ ગાળા દરમિયાન ગંધાર અને મથુરામાં કલાકેન્દ્રો વિકસ્યાં. પરન્તુ મુખ્યત્વે તે શિલ્પકલાનાં કેન્દ્રો બની રહ્યાં. કુશાનકાળમાં સ્થાપત્યનો વિકાસ જરૂર થયો પણ એની વિગતો પ્રમાણમાં ઘણી ઓછી ઉપલબ્ધ છે. કનિષ્કના સમય દરમિયાન ગંધાર પ્રદેશમાં સ્તૂપના અંડને ઊંચો આકાર આપવાનો પ્રારંભ થયો. એણે પેશાવરમાં…

વધુ વાંચો >

કુશાન રાજાઓ

કુશાન રાજાઓ : યૂએચી પ્રજાનાં પાંચ રાજ્યો પૈકીના એક પર શાસન કરનાર. યૂએચી લોકોને વાયવ્ય ચીનમાંથી ઈ.પૂ. બીજી સદીમાં હૂણોએ હાંકી કાઢ્યા ત્યારે તેઓ નાના યૂએચી અને મોટા યૂએચી એમ બે શાખામાં ફંટાઈ ગયા. નાના યૂએચી સરદરિયાના શકોને હાંકી કાઢી ત્યાં વસ્યા. અહીંથી આ લોકોને સ્થળાંતર કરવું પડ્યું અને આમૂદરિયાના…

વધુ વાંચો >

કુસકો

કુસકો : ઇન્કા સંસ્કૃતિની રાજધાની. 1100માં સ્થપાયેલા કુસકોની ત્રણ બાજુએ પર્વતમાળા છે અને દક્ષિણ-પૂર્વમાં ખીણ હોવાથી રાજધાની રમણીય બની છે. 1400માં કુસકો ફરીથી બાંધવામાં આવ્યું. તે પછી નગર-આયોજનનું એ આકર્ષણ બન્યું. અહીંના રસ્તા સાંકડા પણ સોહામણા છે. ભાતભાતનાં એક માળનાં સાદાં લીંપેલાં તથા પથ્થરના પાયા ઉપર પાકી ઈંટોનાં બે કે…

વધુ વાંચો >

કુંભકોણમ્

કુંભકોણમ્ : તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું શહેર તથા તાલુકામથક. ભૌ. સ્થાન તે 10o 58′ ઉ. અ. અને 79o 23′ પૂ. રે. પર કાવેરી નદીને કાંઠે આવેલું છે. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર બ્રહ્માના અમૃતકુંભમાં છિદ્ર પડવાથી વહી ગયેલા અમૃતથી ભીની થયેલી ભૂમિ તે કુંભકોણમ્. તે જૂના સમયમાં કોમ્બકોનુપ તરીકે ઓળખાતું હતું.…

વધુ વાંચો >

કૃષ્ણ–3

કૃષ્ણ–3 (ઈ.સ. 939-967) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી અને પ્રતાપી રાજા. તે અમોઘવર્ષ-3જાનો પુત્ર હતો. અમોઘવર્ષ ધાર્મિક વૃત્તિનો તથા રાજ્યવહીવટમાં રસ નહિ ધરાવતો હોવાથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી યુવરાજ કૃષ્ણે વહીવટ કર્યો. તેણે ગંગવાડી પર ચડાઈ કરી રાજા રાજમલ્લને ઉઠાડી મૂકી, તેના સ્થાને તેના નાનાભાઈ અને પોતાના બનેવી બુતુગને ગાદીએ બેસાડ્યો.…

વધુ વાંચો >

કૅપ્લર – યોહાનસ

કૅપ્લર, યોહાનસ (જ. 27 ડિસેમ્બર 1571, વિલ-દર-સ્ટાડ; અ. 15 નવેમ્બર 1630, રેગન્ઝબર્ગ, પ. જર્મની) : જર્મન ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી. તે આધુનિક ખગોળશાસ્ત્રના સ્થાપક અને ગૅલિલિયોના સમકાલીન તથા ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને નિર્ણીત કરવામાં પ્રેરણારૂપ હતા. ટુબિન્ગન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ, ઑસ્ટ્રિયાના ગ્રાટ્સ શહેરની લ્યુથેરન હાઈસ્કૂલમાં ગણિત-શિક્ષક તરીકે 1594માં તેમની નિમણૂક થઈ…

વધુ વાંચો >

કેલ્ટ સંસ્કૃતિ

કેલ્ટ સંસ્કૃતિ : ઈસવી સન પૂર્વેની સદીઓમાં મધ્ય અને પશ્ચિમ યુરોપમાં વસેલા લોકોની સંસ્કૃતિ. પાછળથી આ લોકો ફ્રાન્સ, બ્રિટન, આયર્લૅન્ડ, સ્કૉટલૅન્ડ વગેરે સ્થળોએ વસ્યા હતા. પુરાવસ્તુની ર્દષ્ટિએ કેલ્ટ સંસ્કૃતિનું મૂળ પશ્ચિમી કાંસ્યયુગમાં જોઈ શકાય. કેલ્ટિક ભાષા બોલતાં લોકજૂથોનો સમૂહ તે કેલ્ટ સમાજ. કેલ્ટ લોકો ઊંચા, ભૂરી આંખોવાળા, સશક્ત, સુંદર વાળવાળા…

વધુ વાંચો >