રવીન્દ્ર વસાવડા
ગોવાનું સ્થાપત્ય
ગોવાનું સ્થાપત્ય : પોર્ટુગીઝ શાસકોની ભારતમાંની ત્રણ વસાહતોમાંથી મુખ્ય વસાહતનું સ્થાપત્ય. સોળમી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝ લોકોએ મલબાર કાંઠા પર વર્ચસ મેળવ્યા બાદ અસ્તિત્વમાં આવેલું ગોવા ભારતમાં પોર્ટુગીઝ સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું અને તે દ્વારા આ સંસ્કૃતિ ભારતમાં પોર્ટુગીઝ અને કોંકણ-મરાઠીની મિશ્રિત અસર દ્વારા પ્રચલિત થઈ. સ્થાપત્યની ર્દષ્ટિએ ગોવાની ઇમારતો સોળમી સદી…
વધુ વાંચો >ગોવિંદ દેવનું મંદિર
ગોવિંદ દેવનું મંદિર : સોળમી સદી દરમિયાન વૃંદાવનમાં બંધાયેલું મંદિર. તેમાં ભારતીય મંદિરોના શાસ્ત્રીય બાંધકામની કળા કરતાં એક જુદી જ શૈલીનો ઉપયોગ થયેલો જણાય છે. ખાસ કરીને મુઘલ શાસન દરમિયાન વિકસેલ મુઘલ સ્થાપત્ય પ્રત્યેનો ઉત્સાહ અને ભારતીય રૂઢિગત કળા પ્રત્યે ઉત્તર ભારતમાં ખાસ કરીને રાજપૂત રાજવીઓએ થોડી શિથિલતા દર્શાવેલી તેનું…
વધુ વાંચો >ગોળ ગુંબજ, બિજાપુર
ગોળ ગુંબજ, બિજાપુર : મહંમદ આદિલશાહનો મકબરો. 1626થી 56માં બિજાપુર સલ્તનત દરમિયાન બંધાયેલ આ ઇમારત એક જ ભવ્ય ઘુમ્મટ નીચે બંધાયેલી હોવાને લીધે ગોળ ગુંબજ તરીકે ઓળખાય છે. દુનિયાનો આ સૌથી વધારે વિસ્તાર ધરાવતો, સૌથી વિશાળ ઘુમ્મટ છે. આના બાંધકામની રચના અત્યંત કાબેલિયત ધરાવે છે. ઘુમ્મટનું વજન અને વિશાળતા ઝીલવા…
વધુ વાંચો >ઘર્સીસાગર (ગડસીસર)
ઘર્સીસાગર (ગડસીસર) : જેસલમેરના ગઢથી પૂર્વમાં આવેલું સરોવર. તે ગઢ અને ગામના બાંધકામ વખતે બનાવવામાં આવેલ. આ સરોવરનો ઘેરાવો લગભગ 1 ચોકિમી. વિસ્તારમાં ફેલાયેલ છે અને જ્યારે તે સંપૂર્ણ રીતે ભરાય છે ત્યારે તેમાં 3 વર્ષ સુધી વપરાય તેટલું પાણી સમાય છે. સરોવરની વચ્ચે નાની નાની બંગલી બનાવાયેલ છે અને…
વધુ વાંચો >ઘાટ
ઘાટ : મંદિરોના સંકુલમાં જળાશયોની રચનામાં નદીકિનારાનાં તીર્થસ્થાનોને સંલગ્ન કિનારાના બાંધકામમાં પગથિયાંની હારમાળાથી થતી કાંઠાની રચના. ઘાટની રચનાઓમાં કિનારાની જરૂરિયાતને અનુરૂપ આયોજન કરાતું. પગથિયાં, ઓટલા અને નાની દેરીઓ આવા ઘાટને આગવી પ્રતિભા પ્રદાન કરે છે. વારાણસી, નાસિક વગેરે વિખ્યાત નદીકિનારાનાં તીર્થસ્થાનો આનાં અગત્યનાં ર્દષ્ટાંત છે. વીરમગામનું મુનસર તળાવ, મોઢેરાનો કુંડ…
વધુ વાંચો >ચર્ચ ઇમાત્રા
ચર્ચ ઇમાત્રા : ફિનલૅન્ડમાં ઇમાત્રા ખાતેનું ચર્ચ. સ્થાપત્યની આધુનિક શૈલીના એક પ્રણેતા સમા આલ્વાર આલ્ટોએ તેના સ્થાપત્યનું આયોજન કરેલું. તે 1957–59 દરમિયાન બંધાયેલું. આજુબાજુની ઔદ્યોગિક વસાહતને લક્ષમાં લઈને દેવળના સ્થાપત્યમાં ઘંટ માટે બંધાતો મિનાર ખાસ પ્રકારનો રચાયેલ જેથી તેનો આકાર આગવી છાપ ઊભી કરી શકે; જ્યારે દૂરથી દેવળની બાહ્ય રચના…
વધુ વાંચો >ચંદ્રશિલા
ચંદ્રશિલા : મંદિરની અર્ધગોળાકાર પગથી. મંદિરોના સ્થાપત્યમાં ગર્ભગૃહના પ્રવેશમાં બારસાખ તથા અર્ધગોળાકાર પગથી દ્વારા પ્રવેશદ્વારની રચના કરવામાં આવે છે. પ્રવેશદ્વારની રચનામાં તેનો મુખ્ય પ્રભાવ છે. ચંદ્રશિલાનું ઘડતર મંદિરોના સ્થાપત્યની શૈલીને અનુલક્ષીને જુદી જુદી રીતે કરવામાં આવે છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ચાન્સેલેરી પૅલેસ, રોમ
ચાન્સેલેરી પૅલેસ, રોમ : ઈ. સ. 1486 અને 1496 વચ્ચે રોમમાં બંધાયેલ આ મહેલ કાર્ડિનલ રીઆરીઓ માટે બાંધેલો; પરંતુ પાછળથી પોપની ચાન્સેલેરી દ્વારા તે લઈ લેવાયેલો જેથી તે ચાન્સેલેરી પૅલેસ તરીકે ઓળખાય છે. આ ઇમારત ઇટાલીની સ્થાપત્યકળાનું બેનમૂન ઉદાહરણ ગણાય છે. માન-પ્રમાણની ર્દષ્ટિએ આ ઇમારત ઇટાલિયન રેનેસાંનું અદ્વિતીય પ્રતિનિધિત્વ કરે…
વધુ વાંચો >ચાર મિનાર, હૈદરાબાદ
ચાર મિનાર, હૈદરાબાદ : 1591માં બંધાયેલ કુતુબશાહી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો. ચતુર્મુખી દરવાજાના રૂપમાં બંધાયેલ આ ઇમારતના ચાર ખૂણા પર આવેલા ભવ્ય મિનારાને કારણે તે ચાર મિનાર તરીકે પ્રસિદ્ધ છે. વિશાળ ઘેરાવાને કારણે ભવ્ય દેખાતી આ ઇમારતનું સ્થાપત્ય અપ્રતિમ છે. લગભગ 30 મી.ની બાજુઓ તથા 56 મી. ઊંચા મિનારાને કારણે તે…
વધુ વાંચો >ચાર રસ્તા
ચાર રસ્તા : વિરુદ્ધ દિશામાં જતા બે રસ્તાના ચાર છેડા મળતા હોય તે સ્થાન. ખાસ કરીને જૂનાં શહેરોના આયોજનમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણને જોડતા બે મુખ્ય રસ્તાનું આયોજન થતું; તેથી સાધારણ રીતે શહેરનું 4 ભાગમાં વિભાજન થતું. આ મુખ્ય રસ્તા જ્યાં મળે ત્યાં શહેરની ધાર્મિક કે વ્યાપારિક મહત્વની ખાસ ઇમારતો બંધાતી.…
વધુ વાંચો >