ઘાટ : મંદિરોના સંકુલમાં જળાશયોની રચનામાં નદીકિનારાનાં તીર્થસ્થાનોને સંલગ્ન કિનારાના બાંધકામમાં પગથિયાંની હારમાળાથી થતી કાંઠાની રચના. ઘાટની રચનાઓમાં કિનારાની જરૂરિયાતને અનુરૂપ આયોજન કરાતું. પગથિયાં, ઓટલા અને નાની દેરીઓ આવા ઘાટને આગવી પ્રતિભા પ્રદાન કરે છે. વારાણસી, નાસિક વગેરે વિખ્યાત નદીકિનારાનાં તીર્થસ્થાનો આનાં અગત્યનાં ર્દષ્ટાંત છે. વીરમગામનું મુનસર તળાવ, મોઢેરાનો કુંડ વગેરે પણ આને લગતાં બીજાં ઉદાહરણો છે.

રવીન્દ્ર વસાવડા