રમેશ ભા. શાહ

પુરવઠો

પુરવઠો : ચોક્કસ સમયગાળા દરમિયાન જુદી જુદી કિંમતોએ કોઈ એક વસ્તુ તેના વેચનારાઓ જે જથ્થામાં વેચવા  તૈયાર હોય તે જથ્થો. પુરવઠાનો ખ્યાલ સૈદ્ધાંતિક છે. બજારની કામગીરીનું વિશ્લેષણ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં ‘પુરવઠો’ શબ્દની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે, વ્યવહારમાં ‘પુરવઠો’ શબ્દનો જે અર્થ છે તેનાથી…

વધુ વાંચો >

પેટ્રોડૉલર

પેટ્રોડૉલર : ખનિજ તેલની પેદાશ કરતા દેશો પાસે કેન્દ્રિત થયેલી વધારાની ખરીદશક્તિ. 1973થી શરૂ થઈને ખનિજ તેલના ભાવોમાં થયેલા મોટા વધારાને કારણે ખનિજ તેલની નિકાસ કરતા દેશોના હાથમાં જે ખરીદશક્તિ કેન્દ્રિત થઈ તે એ દેશોએ યુરોપ-અમેરિકામાં આવેલી બકોમાં ડૉલરની થાપણો રૂપે મૂકી હતી અને તેમાંથી પેટ્રોડૉલરનું સર્જન થયું. 1973થી 1981…

વધુ વાંચો >

પૅરેટો વિલફ્રેડો ફ્રેડરિકો દમાસો

પૅરેટો, વિલફ્રેડો ફ્રેડરિકો દમાસો (જ. 15 જુલાઈ 1848, પૅરિસ; અ. 19 ઑગસ્ટ 1923, Celigny, સ્વિટ્ઝર્લૅન્ડ) : તુષ્ટિગુણ-વિશ્લેષણમાં ગણિતીય પદ્ધતિઓનો વિનિયોગ કરનાર ઇટાલિયન અર્થશાસ્ત્રી. તેમણે ઇજનેર તરીકે તાલીમ લીધેલી અને તે ક્ષેત્રમાં વીસ વર્ષ કામગીરી બજાવેલી (1872-92). ઇટાલીની રેલવેમાં તેઓ તેમના પિતાના સ્થાન પર અને એ પછી 1874માં ખાણોના અધીક્ષક તરીકે…

વધુ વાંચો >

પૅરેટો-શરતો

પૅરેટો–શરતો : ઇટાલીના અર્થશાસ્ત્રી પૅરેટો(1848-1923)એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર માટે રજૂ કરેલી શરતો, જેનું પાલન થાય તો સમાજમાં સંતોષની સપાટી મહત્તમ કક્ષાએ પહોંચે. એ એક એવી સ્થિતિ છે જેમાં એક વ્યક્તિને મળતા સંતોષમાં ઘટાડો કર્યા વિના બીજી વ્યક્તિને મળતા સંતોષમાં વધારો ન થઈ શકે. તેને પૅરેટો-ઇષ્ટતા પણ કહેવામાં આવે છે. આ માટે…

વધુ વાંચો >

પ્રજનનદર (fertility rate)

પ્રજનનદર (fertility rate) : બાળકોને જન્મ આપી શકે એવી દર 1,000 સ્ત્રીઓ દીઠ દર વર્ષે જીવંત જન્મતાં બાળકોની સરેરાશ સંખ્યા. આને સામાન્ય પ્રજનન દર (general fertility rate) તરીકે ઓળખવામાં આવે છે અને તે સામાન્ય રીતે 15થી 49 વર્ષની વયજૂથની સ્ત્રીઓના સંદર્ભમાં ગણવામાં આવે છે. દેશમાં વસ્તીવૃદ્ધિનાં ભાવિ વલણો જાણવાની ર્દષ્ટિએ…

વધુ વાંચો >

પ્રત્યાવર્તન (repatriation)

પ્રત્યાવર્તન (repatriation) : વિદેશમાં રોકવામાં આવેલી મૂડીનું પોતાના દેશમાં પ્રત્યાગમન. મૂડીવાદી વિચારસરણી ધરાવતા સાહસિકો પોતાની મૂડીનું સ્વદેશમાં રોકાણ કર્યા પછી પણ તેમની પાસે વધારાની મૂડી બચતી હોય તો તેનું અન્ય વિદેશી રાષ્ટ્રોમાં રોકાણ કરીને વધારે નફો કરવાનું વલણ ધરાવતા હોય છે. આવી પ્રક્રિયામાં વિદેશી હૂંડિયામણની સમસ્યા તથા અસાધારણ સંજોગોમાં વિદેશમાં…

વધુ વાંચો >

પ્રશાસિત કિંમતો (administered prices)

પ્રશાસિત કિંમતો (administered prices) : ખાનગી કે જાહેર ક્ષેત્રની નાની કે મોટી પેઢી પોતે નક્કી કરેલા સમયગાળા માટે પોતાની પેદાશની જે કિંમત નક્કી કરે તે. કિંમત નક્કી કરવાની આવી શક્તિ ઇજારદાર પેઢી, અલ્પસંખ્ય પેઢીઓને હસ્તક ઇજારદારો, પેઢીઓએ રચેલાં કાર્ટેલો અને સરકારી સાહસો ધરાવતાં હોય છે. મહત્ત્વની બાબત એ છે કે…

વધુ વાંચો >

પ્રેમચંદ રાયચંદ

પ્રેમચંદ રાયચંદ (જ. 1812, સૂરત; અ. 1876) : સાહસિક ગુજરાતી વેપારી અને દાનવીર. સૂરતના વતની. તેમનો જન્મ મોટો મોભો અને મોટી શાખ ધરાવતા જૈન કુટુંબમાં થયો હતો. દાદા ઝવેરી હતા. તેમના પિતા રાયચંદ દીપચંદ રૂ તથા બીજી ચીજોનો વેપાર કરતા હતા. તેઓ એક અન્ય સગા સાથે ભાગીદારીમાં દલાલીનો ધંધો પણ…

વધુ વાંચો >

ફિલિપ્સ-રેખા (Phillips Curve)

ફિલિપ્સ-રેખા (Phillips Curve) : ભાવવધારાના દર અને બેકારીના દર વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતી રેખા. ઇંગ્લૅન્ડના એક અર્થશાસ્ત્રી એ. ડબલ્યૂ. ફિલિપ્સે ઇંગ્લૅન્ડના 1861થી 1957ના સમયગાળાના પ્રસ્તુત આંકડાઓનો ઉપયોગ કરીને આ રેખા તારવી હતી. તેમાં નાણાકીય વેતનના વૃદ્ધિદરના અને બેકારીના દરના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આંકડાઓને આલેખમાં રજૂ કરતી વખતે…

વધુ વાંચો >

બાળમૃત્યુદર

બાળમૃત્યુદર (infant mortality rate) : વર્ષ દરમિયાન જીવતાં જન્મેલાં દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સંખ્યા. બાળમૃત્યુદરને લોકોના આરોગ્યનો તેમજ માનવવિકાસનો એક નિર્દેશક માનવામાં આવે છે. બાળમૃત્યુદરને હવે બે રીતે તપાસવામાં આવે છે. 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સાથે 5…

વધુ વાંચો >