રક્ષા મ. વ્યાસ
હેપતુલ્લા, નજમા
હેપતુલ્લા, નજમા (જ. 13 એપ્રિલ 1940, ભોપાલ, મધ્યપ્રદેશ) : સાંસદ, રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ અને મહિલા રાજકારણી. કેમ્બ્રિજ સ્કૂલ, ભોપાલમાં શિક્ષણ મેળવી તેઓ પ્રાણીશાસ્ત્ર વિષય સાથે વિજ્ઞાનના વિષયમાં અનુસ્નાતક થયાં અને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને રહ્યાં. 22 વર્ષની વયે તેમણે કાર્ડિયાક એનૅટોમી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. નજમા હેપતુલ્લા મૌલાના અબુલ…
વધુ વાંચો >હેરિંગ્ટન જેમ્સ
હેરિંગ્ટન, જેમ્સ (જ. 7 જાન્યુઆરી 1611, અપટોન, નૉર્થમ્પટન શાયર, ઇંગ્લૅન્ડ; અ. 11 સપ્ટેમ્બર 1677, લંડન) : અંગ્રેજ રાજકીય ચિંતક. તેમણે ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં ઉચ્ચતર અભ્યાસ માટે પ્રવેશ લીધો, પણ સ્નાતક બન્યા વિના અભ્યાસ અધૂરો છોડ્યો હતો. યુરોપ ખંડનો વ્યાપક પ્રવાસ તેમણે કર્યો. તેમના જીવનકાળ દરમિયાન ઇંગ્લૅન્ડમાં 1642–46નો પ્રથમ આંતરવિગ્રહ ચાલ્યો…
વધુ વાંચો >હેલસિન્કી
હેલસિન્કી : ફિનલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. સ્વીડિશ નામ હેલસિંગફોર્સ. તે ફિનલૅન્ડના દક્ષિણ કાંઠે ફિનલૅન્ડના અખાત પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 60° 10´ ઉ. અ. અને 24° 58´ પૂ. રે.. તે દેશનાં મુખ્ય બંદરો પૈકીનું એક છે તેમજ વેપાર-વાણિજ્યનું અને સાંસ્કૃતિક મથક પણ છે. આ શહેરની આજુબાજુનો અખાત…
વધુ વાંચો >હોપ થિયોડોર ક્રાક્રાફ્ટ (Cracraft)
હોપ, થિયોડોર ક્રાક્રાફ્ટ (Cracraft) (જ. 9 ડિસેમ્બર 1831; અ. 4 જુલાઈ 1915, લંડન) : અંગ્રેજ કેળવણી અધિકારી, જેમણે વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું હતું તેમજ ગુજરાતી ભાષામાં સ્વતંત્ર રીતે રચાયેલી વાચનમાળાઓનો આગ્રહ રાખી, તે તૈયાર કરાવી હતી. તેમના પિતા જેમ્સ હોપ તબીબ હતા અને હૃદયરોગ સંબંધી સંશોધન માટે પ્રખ્યાત હતા;…
વધુ વાંચો >હૉબહાઉસ લિયોનાર્ડ ટ્રિલાનવે
હૉબહાઉસ, લિયોનાર્ડ ટ્રિલાનવે (જ. 8 સપ્ટેમ્બર 1864, સેંટ આઇવ્સ કોર્નવાલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જૂન 1929, એવેન્કોન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સમાજશાસ્ત્રી અને ચિંતક, જેમણે નૂતન ઉદારમતવાદના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ઉદારમતવાદના ચિંતનમાં કેટલાંક નવાં પરિમાણો ઉમેરી નૂતન ઉદારમતવાદનું ચિંતન રજૂ કર્યું. ઉદારમતવાદી સામાજિક સુધારાઓને વિશેષ રૂપે તેમણે રજૂ કર્યા. સામાજિક પ્રગતિને…
વધુ વાંચો >હૉબ્સ થોમસ
હૉબ્સ, થોમસ (જ. 5 એપ્રિલ 1588, વેસ્ટ પૉર્ટ, વિલ્ટશાયર, ઇંગ્લૅન્ડ; અ. 4 ડિસેમ્બર 1679, હાર્વીક હોલ, ડર્બિશાયર) : અંગ્રેજ તત્વચિંતક તથા રાજકીય સિદ્ધાંતકાર અને રાજ્યની ઉત્પત્તિના સામાજિક કરારના સિદ્ધાંતનો પાયાનો ચિંતક. દાર્શનિક ચિંતન અને નૈસર્ગિક વિજ્ઞાન વચ્ચેની આંતરક્રિયા થકી જગતનો ગાણિતિક યંત્રવાદી અભિગમ વિકસાવનારા જે ગણ્યાગાંઠ્યા ચિંતકો 17મી સદીમાં થઈ…
વધુ વાંચો >હૉલ્સ્ટિન ફ્રેડરિક (ઑગસ્ટ) વાન [Holstein Friedrich (August) Von]
હૉલ્સ્ટિન, ફ્રેડરિક (ઑગસ્ટ) વાન [Holstein, Friedrich (August) Von] (જ. 24 એપ્રિલ 1837, પૉમેરેનિયા, પ્રશિયા; અ. 8 મે 1909, બર્લિન) : જર્મન મુત્સદ્દી અને તેની વિદેશનીતિનો ઘડવૈયો. જર્મન રાજનીતિજ્ઞ ઑટો વાન બિસ્માર્કની વિદાય પછી તેમજ રાજા વિલિયમ બીજાના શાસનકાળ દરમિયાન 1890–1909 સુધી જર્મનીની વિદેશનીતિમાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી. વિદેશમંત્રી બન્યા વિના…
વધુ વાંચો >હ્યુગોનોટ
હ્યુગોનોટ : સોળમી સદીની મધ્યમાં ફ્રાન્સમાં વિકસેલ પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના અનુયાયીઓ. યુરોપમાં નવજાગૃતિ અને ધર્મસુધારણાની ચળવળના પગલે 1517માં જર્મનીમાં ધર્મસુધારણા ચાલી ત્યારે ખ્રિસ્તી રોમન કૅથલિક સંપ્રદાયના અતિરેકોને માર્ટિન લ્યુથરે પડકાર્યા. કૅથલિક સંપ્રદાય વિરુદ્ધની હવા અને માર્ટિન લ્યુથરનાં લખાણોનો પ્રભાવ સમગ્ર યુરોપમાં ફરી વળ્યો હતો. આ પ્રભાવ હેઠળ ફ્રાન્સમાં સુધારાવાદી આંદોલન શરૂ…
વધુ વાંચો >