રક્ષા મ. વ્યાસ
બંસીલાલ
બંસીલાલ (જ. 26 ઑગસ્ટ 1927, ગોલાગઢ, ભિવાની, હરિયાણા) : ભારતના અગ્રણી રાજપુરુષ, કેન્દ્રના પૂર્વ પ્રધાન તથા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી. પિતા ચૌધરી મોહરસિંઘ, માતા વિદ્યાદેવી. તેઓ યુવાન વયથી જ સામાજિક કાર્યોનો શોખ ધરાવતા હતા. તેઓ આર્યસમાજની વિચારધારાથી પ્રભાવિત હતા. 1954માં બી. એ. થયા બાદ તેમણે જલંધરની લૉ કૉલેજમાંથી 1956માં એલએલ.બી.ની પરીક્ષા…
વધુ વાંચો >બાન-કિ-મૂન
બાન–કિ–મૂન (જ. 13 જૂન 1944, ઊમસીયોંગ, ઉત્તર ચૂંગચેયોંગ, દક્ષિણ કોરિયા) : 1 જાન્યુઆરી, 2007થી યુનોના સર્વસંમતિથી ચૂંટાયેલા આઠમા મહામંત્રી. દક્ષિણ કોરિયાના મુત્સદ્દી તરીકે તેમની વિદેશો ખાતેની કારકિર્દીનો ફેલાવો 2004થી 2006 દરમિયાન તેઓ દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી હતા ત્યારથી થયો. યુનોની સામાન્ય સભાને સંબોધન કરવાનો પ્રસંગ વિદેશમંત્રી તરીકે ઊભો થયો હતો. શાલેય…
વધુ વાંચો >બારદોલાઈ, ગોપીનાથ બુદ્ધેશ્વર
બારદોલાઈ, ગોપીનાથ બુદ્ધેશ્વર (જ. 6 જૂન 1890, રાહા, ગુવાહાટી, આસામ; અ. 5 ઑગસ્ટ 1950) : ભારતરત્ન ખિતાબથી નવાજાયેલા આધુનિક આસામના શિલ્પી. માનું નામ પ્રાણેશ્વરીદેવી. પ્રાથમિક શિક્ષણ રાહા અને માધ્યમિક શિક્ષણ ગુવાહાટીમાં લીધું. 1907માં વિશેષ ગુણવત્તા સાથે મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. કૉલેજ-શિક્ષણ કલકત્તામાં લઈ 1912માં સ્નાતક થયા. ત્યારબાદ અનુસ્નાતક પદવી હાંસલ…
વધુ વાંચો >બારદોલાઈ, નવીનચંદ્ર
બારદોલાઈ, નવીનચંદ્ર (જ. 3 નવેમ્બર 1875, ઉત્તર ગુવાહાટી, જિ. કામરૂપ; અ. 15 ફેબ્રુઆરી 1936) : આસામના જાહેર જીવનના અગ્રણી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રસિદ્ધ લેખક. તેમના પિતા માધવચંદ્ર આસામમાં સબડિવિઝનલ મૅજિસ્ટ્રેટ હતા, તેથી વિવિધ સ્થળે શિક્ષણ મેળવ્યું. તેમણે કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાંથી સ્નાતકની અને રિપન કૉલેજમાંથી કાયદાની પદવી મેળવી. સરકારી નોકરીની તક મળવા…
વધુ વાંચો >બાર્કર, અર્નેસ્ટ
બાર્કર, અર્નેસ્ટ (જ. 1874, ચેશાયર; અ. 1960, ઇંગ્લૅન્ડ) : રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક અને વિચારક. તેમણે ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો તેમજ ત્યાંની ઘણી કૉલેજોમાં ફેલો તરીકે કામ કર્યું હતું. તેમણે લંડનની કિંગ્ઝ કૉલેજના આચાર્ય (1920–27) તથા રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક (1928–39) પદ દરમિયાન કેમ્બ્રિજમાં સેવાઓ આપી હતી. તેઓ બહુસમુદાયવાદી શાખાના વિચારક અને તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી…
વધુ વાંચો >બાલક્રિશ્નન કે. જી
બાલક્રિશ્નન, કે. જી. (જ. 12 મે 1945, કોટ્ટાયમ, કેરળ) : ભારતની સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ દલિત મુખ્ય ન્યાયમૂર્તિ. ન્યાયતંત્રનું આ સર્વોચ્ચ પદ હાંસલ કરીને તેમણે ન્યાયના ક્ષેત્રે એક સીમાચિહ્ન અંકિત કર્યું છે. માર્ચ 1968માં અર્નાકુલમ્માં કાયદાના ક્ષેત્રમાં પાંચ વર્ષની કામગીરી કરી કેરળ રાજ્યની અદાલતી સેવામાં જોડાયા. સપ્ટેમ્બર 1985માં કેરળની વડી અદાલતના…
વધુ વાંચો >બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી ઍન્ડ સાયન્સ (BITS)
બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી ઍન્ડ સાયન્સ (BITS) : વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમાં શિક્ષણ અને સંશોધનકાર્ય કરતી રાજસ્થાનમાં પિલાણીમાં આવેલી સંસ્થા. વીસમી સદીના પ્રારંભે, 1901માં માત્ર એક જ શિક્ષક દ્વારા અહીં પ્રાથમિક શિક્ષણનો આરંભ થયો હતો, જેમાં જાણીતા ઉદ્યોગપતિ બિરલા ઘનશ્યામદાસે ઊંડો રસ લીધો અને વર્ષો વીતતાં અહીં માધ્યમિક શાળા અને સ્નાતક…
વધુ વાંચો >બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ
બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ (જ. 9 ઑક્ટોબર 1888, મૉસ્કો; અ. 14 માર્ચ 1938, મૉસ્કો) : સોવિયત સંઘના બૉલ્શેવિક પક્ષના નેતા, અર્થશાસ્ત્રી અને કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલના એક અગ્રણી. તેમણે સમગ્ર અભ્યાસ તેમના વતન મૉસ્કો નગરમાં કર્યો. કૉલેજકાળમાં અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસ દરમિયાન તેઓ માર્કસના વિચારોથી પ્રભાવિત થયા અને તેને અનુસરવાનો ર્દઢ નિર્ધાર કર્યો. 1906માં…
વધુ વાંચો >બુઝર્વા
બુઝર્વા : ઔદ્યોગિક માલિકી દ્વારા હંમેશાં રાજકીય પ્રભુત્વ જાળવી રાખવા ઉત્સુક મૂડીવાદી વર્ગ. મધ્યયુગમાં ફ્રાંસમાં શહેરની દીવાલોની અંદર વસતો ગ્રામીણ પ્રજા કરતાં કંઈક ધનિક એવો વર્ગ. શબ્દકોશોમાં તેને મધ્યમવર્ગ તરીકે ઓળખાવવામાં આવે છે. ફ્રાંસનો આ શહેરી, ધનિક અને નાનકડો વર્ગ સમાજમાં ઉપલા વર્ગ તરીકેની માન્યતા ધરાવતો નહોતો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિના…
વધુ વાંચો >બુમેદિયન, કર્નલ હાવરી
બુમેદિયન, કર્નલ હાવરી (જ. 23 ઑગસ્ટ 1927, ગુલેમા નજીક, અલ્જિરિયા; અ. 27 ડિસેમ્બર 1978, અલ્જિયર્સ) : અલ્જિરિયાના અગ્રણી રાજપુરુષ, લશ્કરી સેનાપતિ તથા દેશના પ્રમુખ. મૂળ નામ : મહંમદ બિન બુખારબા. ઇજિપ્તની અલ-અઝહર યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો અને શિક્ષક બન્યા. 1950માં તેઓ દેશની સેવા માટે જાહેર જીવનમાં જોડાયા. 1954માં સ્વતંત્રતા માટે…
વધુ વાંચો >