યોગેશ જોશી
અભિવ્યક્તિવાદ
અભિવ્યક્તિવાદ (expressionism) : પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં, 1910ના અરસામાં અભિવ્યક્તિવાદનો ઊગમ થયો. તેનો વિકાસ લગભગ 1924 સુધી ચાલ્યો. આ હલચલ ઇટાલિયન અને રશિયન ભવિષ્યવાદ (futurism) તથા ઘનવાદ(cubism)ની સમાંતર ચાલી હતી. આ અભિગમ જર્મન ચિત્રકળામાં શરૂ થયો અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી નાટકોમાં પણ વાસ્તવવાદના વિરોધમાં આ વાદ પ્રસારમાં આવ્યો. સૌપ્રથમ આ સંજ્ઞા…
વધુ વાંચો >અંતાણી, વીનેશ
અંતાણી, વીનેશ (જ. 27 જૂન 1946, નવાવાસ (દુર્ગાપુર), તા. માંડવી, જિ. કચ્છ) : નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક તથા અનુવાદક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નખત્રાણા (કચ્છ) તથા કૉલેજશિક્ષણ ભુજમાં. 1967માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે બી.એ., 1969માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ.. કચ્છની ભૂમિના સંસ્કાર અને સંસ્કૃતિ બાળપણથી ચિત્તમાં રોપાયેલાં. કારકિર્દીની શરૂઆત અધ્યાપનથી. 1970થી…
વધુ વાંચો >આકારવાદ
આકારવાદ (formalism) : સાહિત્યકૃતિના આકાર પર ભાર મૂકતી, પહેલા વિશ્વયુદ્ધ પછીની સ્લાવિક દેશોની સાહિત્યમીમાંસામાં સૌપ્રથમ ચાલેલો વાદ. વીસમી સદીની શરૂઆતમાં કળાક્ષેત્રે જે અનેક વાદો જન્મ્યા અને આંદોલનો ચાલ્યાં તેની પાછળ ‘શુદ્ધ’ કળાની શોધ હતી, મુક્ત ‘સર્જકતા’ પ્રતિની ગતિ હતી. આ જાતની કળાપ્રવૃત્તિઓમાં આકારનો ખ્યાલ કેન્દ્રમાં રહ્યો હતો. અંગ્રેજી સંજ્ઞા ‘form’…
વધુ વાંચો >આગંતુક
આગંતુક : ધીરુબહેન પટેલ કૃત 2001ના વર્ષનું કેન્દ્ર સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનાર ગુજરાતી નવલકથા (1996). ‘આગંતુક’નું નાન્દીવાક્ય છે : ‘રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત….’ સંન્યાસી થયેલો ઈશાન આશ્રમનો જ નહિ, ભગવાં કપડાંનોય ત્યાગ કરીને…
વધુ વાંચો >ઇબારા (ઇહારા) સાઇકાકુ
ઇબારા (ઇહારા) સાઇકાકુ (જ. 1642, ઓસાકા; અ. 9 સપ્ટેમ્બર 1693, ઓસાકા) : સત્તરમી સદીમાં જાપાની સાહિત્યનું પુનરુત્થાન કરનાર અગ્રગણ્ય કવિ અને નવલકથાકાર. મૂળ નામ ઘણું કરીને ટોગો હિરાયામા હતું. સમૃદ્ધ વેપારી કુટુંબમાં જન્મ. સાઇકાકુને શરૂમાં હાઈકુથી નામના મળી પણ તેનું ઉત્તમ કામ તેની નવલકથાઓમાં થયું; છતાં કારકિર્દીનો મોટા ભાગનો સમય…
વધુ વાંચો >કાર્દૂચી, જૉઝૂએ
કાર્દૂચી, જૉઝૂએ (જ. 27 જુલાઈ 1835, વાલ દિ કાસ્તેલ્લો, પિસા નજીક, ડચી ઑવ્ લુક્કા, ઇટાલી; અ. 16 ફેબ્રુઆરી 1907, બોલોના, ઇટાલી) : ઇટાલિયન કવિ. 1906ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા ડૉ. માઇકેલ કાર્દૂચી ડૉક્ટર અને ઇટાલીની એકતા માટેના છૂપા રાજકીય સંગઠનના સભ્ય હતા. માતા બુદ્ધિશાળી અને આધુનિક વિચારમાં સન્નારી…
વધુ વાંચો >કાર્લફેત, એરિક એક્સેલ
કાર્લફેત, એરિક એક્સેલ (જ. 20 જુલાઈ 1864, ફોકર્ના; અ. 8 એપ્રિલ 1931, સ્ટૉકહોમ) : સ્વીડિશ કવિ. 1918માં તેમણે સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકનો અસ્વીકાર કરેલો. 1931માં આ પારિતોષિક તેમને મરણોત્તર મળેલું. પ્રાદેશિક, પરંપરાગત રચનાઓ દ્વારા તે ખૂબ જાણીતા બન્યા હતા. કાર્લફેતના સમગ્ર જીવન પર પોતાના ગ્રામીણ વતનના ખેડૂત-સમાજની સંસ્કૃતિની ખૂબ જ…
વધુ વાંચો >કાસ્ત્રો, યુજેનિયો દે
કાસ્ત્રો, યુજેનિયો દે (જ. 4 માર્ચ 1869, કોઇમ્બ્રા; અ. 17 ઑગસ્ટ 1944, કોઇમ્બ્રા) : પોર્ટુગીઝ સાહિત્યમાં પ્રતીકવાદનો પ્રવેશ કરાવનાર કવિ. પિતા કોઇમ્બ્રા યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક. શરૂઆતનું શિક્ષણ કોઇમ્બ્રામાં લીધું અને ત્યારબાદ 1880માં લિસ્બનમાં શિક્ષણ પૂરું કર્યું. થોડો વખત રાજદ્વારી સેવામાં નોકરી કર્યા પછી થોડા સમય માટે ફ્રાન્સ રહેવા ગયા. ત્યાં…
વધુ વાંચો >કૅડમન
કૅડમન (સાતમી સદીનો પૂર્વાર્ધ) : સૌપ્રથમ અંગ્રેજી ખ્રિસ્તી કવિ. તેમણે જૂની અંગ્રેજી(Anglo-Saxon)માં ખ્રિસ્તી ધર્મવિષયક કાવ્યો રચ્યાં. કૅડમનના સમયથી દશમી સદી સુધીમાં ધર્મને લગતાં કાવ્યો સારી સંખ્યામાં રચાયાં. આ પ્રકારનાં કાવ્યોના ઉદભવ અને વિકાસમાં કૅડમનનો અગત્યનો ફાળો છે. એક રાતે કૅડમને સ્વપ્નમાં તેજથી ઝળાંહળાં એવો એક અદભુત પુરુષ જોયો. તેણે કૅડમનને…
વધુ વાંચો >કૅરી – (આર્થર) જૉયસ
કૅરી, (આર્થર) જૉયસ (જ. 7 ડિસેમ્બર 1888, લંડનડેરી, ઉત્તર આયર્લૅન્ડ; અ. 29 માર્ચ 1957, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા અંગ્રેજી નવલકથાકાર. જન્મ ઍંગ્લો-આઇરિશ કુટુંબમાં. આઠ વર્ષના હતા ત્યારે માતા મરણ પામી. શાળાનું શિક્ષણ ઇંગ્લૅન્ડમાં. સોળ વર્ષની વયે એડિનબરોમાં ચિત્રકળાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ પૅરિસમાં ક્લિફ્ટન કૉલેજ અને પછી 1909થી…
વધુ વાંચો >