યોગેશ જોશી

કૉનરૅડ જોસેફ

કૉનરૅડ, જોસેફ (જ. 3 ડિસેમ્બર 1857, બર્ડાચેવ, પોલૅન્ડ; અ. 3 ઑગસ્ટ 1924, ઓસ્વાલ્ડ્ઝ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : નવલકથાકાર. તેમનું મૂળ નામ જોઝેફ થિયોડોર કૉનરૅડ નેલેઝ કૉઝેન્યોવ્સ્કી. તેમના પિતા એપૉલો કૉઝેન્યોવ્સ્કી કવિ, અનુવાદક, ઉત્સાહી દેશભક્ત અને સિક્રેટ પોલિશ નૅશનલ કમિટીના સદસ્ય હતા. કમિટીના નેતૃત્વ હેઠળના બળવામાં ભાગ નહિ લેવા છતાં રશિયનો દ્વારા…

વધુ વાંચો >

તત્વમસિ

તત્વમસિ : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મેળવનારી ધ્રુવભટ્ટ કૃત ગુજરાતી નવલકથા (1998). પ્રકૃતિ તથા માણસોને અનહદ ચાહતા લેખક આ ભ્રમણકથામાં ભારતીય સંસ્કૃતિનું ‘દર્શન’ ઝંખે છે. પ્રવાસ થકી, યાત્રા થકી માણસે માણસે જીવનના જુદા જુદા અર્થો પામવા મથે છે. કોઈ પણ પરિસ્થિતિમાં એમનો અભિગમ હંમેશાં વિધેયાત્મક આસ્થા-શ્રદ્ધાભર્યો…

વધુ વાંચો >

ધૂંધભરી ખીણ

ધૂંધભરી ખીણ : ઈ. સ. 2000નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર વીનેશ અંતાણીકૃત ગુજરાતી નવલકથા (1996). લેખક ચંડીગઢમાં આકાશવાણીના સ્ટેશન-ડિરેક્ટર તરીકે બે વર્ષથી વધારે સમય રહેલા. લેખકે નિવેદનમાં નોંધ્યું છે – ‘પંજાબમાં સ્થપાવા લાગેલી શાંતિના સંકેતોની પડછે, વીતેલા લોહિયાળ દાયકાનો ઓથાર પણ મેં ત્યાંના લોકોના ચહેરા પર જોયો હતો અને…

વધુ વાંચો >

પાઝ ઑક્ટેવિયો

પાઝ, ઑક્ટેવિયો (જ. 31 માર્ચ 1914, મેક્સિકો સિટી, મેક્સિકો; અ. 19 એપ્રિલ 1998 મેક્સિકો સિટી) : મેક્સિકોના નોબેલ પુરસ્કારવિજેતા કવિ-નિબંધકાર. પાઝ સ્પૅનિશ માતા અને મેક્સિકન પિતાનું સંતાન હતા. આંતરવિગ્રહના લીધે કુટુંબની પાયમાલી થયેલી. પરિણામે ઑક્ટેવિયોનો ઉછેર ગરીબાઈમાં થયો હતો. એમનો અભ્યાસ રોમન કૅથલિક શાળામાં થયેલો. ત્યાં એમને લાગેલું કે તે…

વધુ વાંચો >

પેટર, વૉલ્ટર

પેટર, વૉલ્ટર (જ. 4 ઑગસ્ટ 1839, લંડન; અ. 30 જુલાઈ 1894, ઑક્સફર્ડ) : અંગ્રેજ વિવેચક અને નિબંધકાર. શૈલીની નજાકત માટે જાણીતા આ લેખક પર પ્રી-રૅફેલાઇટ્સ જૂથનો પ્રભાવ હતો. શાળાનો અભ્યાસ કિંગ્ઝ સ્કૂલ, કૅન્ટરબરીમાં તથા કૉલેજનો અભ્યાસ ક્વીન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. અભ્યાસ બાદ તે ઑક્સફર્ડમાં સ્થાયી થયા. 1864માં તે બ્રાસેનોઝ કૉલેજમાં સદસ્ય…

વધુ વાંચો >

પેપિસ સૅમ્યુઅલ

પેપિસ, સૅમ્યુઅલ (જ. 23 ફેબ્રુઆરી 1633, લંડન; અ. 26 મે 1703, લંડન) : અંગ્રેજ રોજનીશીકાર. 1825માં પ્રગટ થયેલી તેમની સૌપ્રથમ ડાયરીથી તે પ્રસિદ્ધ બન્યા. તેમાં 1 જાન્યુઆરી, 1660થી 31 મે, 1669 સુધીની વિગતોમાં પુન:સ્થાપના પછીના લંડનના ઉચ્ચવર્ગ અને અમલદારોની જિંદગીનું સુંદર ચિત્રણ છે. આ ડાયરી સાંકેતિક ભાષા (shorthand)માં હતી. 1825માં…

વધુ વાંચો >

પૅસોઆ ફર્નાન્દો

પૅસોઆ, ફર્નાન્દો (જ. 13 જૂન, 1888, લિસ્બન, પોર્ટુગલ; અ. 30 નવેમ્બર 1935, લિસ્બન, પોર્ટુગલ) : પૉર્ટુગીઝ કવિ. તેમના આધુનિકતાવાદી અભિગમના કારણે પોર્ટુગીઝ સાહિત્યને યુરોપમાં મહત્ત્વ મળ્યું. સાત વર્ષની ઉંમરથી તેઓ ડરબન(દક્ષિણ આફ્રિકા)માં રહેલા. ત્યાં તેમના સાવકા પિતા પોર્ટુગીઝ એલચી હતા. તે ખૂબ સારું અંગ્રેજી જાણતા હતા. તેમણે શરૂઆતનાં કાવ્યો અંગ્રેજીમાં…

વધુ વાંચો >

બકુલેશ

બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…

વધુ વાંચો >

બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ

બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ (જ. 11 નવેમ્બર 1935, પાટણ; અ. 31 જુલાઈ 1981, અમદાવાદ) : વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. વતન દેત્રોજ (તા. વીરમગામ). પિતા લાલજી નારાયણજી બ્રહ્મભટ્ટ પ્રાથમિક શાળાના શિક્ષક. મેધાવી અને સંસ્કૃતપ્રેમી. માતા લક્ષ્મીબહેન પ્રેમાળ અને ચીવટવાળાં. શાળા તથા યુનિવર્સિટીનું શિક્ષણ વડોદરામાં, પણ વૅકેશન ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં. તેથી ગ્રામજીવનનોય…

વધુ વાંચો >

બ્રૉન્ટ એમિલી

બ્રૉન્ટ એમિલી (જ. 30 જુલાઈ 1818, થૉર્નટન, યૉર્કશાયર; અ. 19 ડિસેમ્બર 1848) : નવલકથાકાર, કવયિત્રી. ઉપનામ ‘એલિસ બેલ’. આઇરિશ પિતા બ્રૉન્ટ પૅટ્રિક, માતા મારિયા બ્રાનવેલ. 1820માં પિતા હાવર્થ(બ્રેડફૉર્ડ પાસે, યૉર્કશાયર)ના પાદરી બન્યા ને ત્યાં જ રહ્યા. 1821માં 15મી સપ્ટેમ્બરે કૅન્સરથી માતાનું અવસાન. ત્યારબાદ માસી એલિઝાબેથ બ્રાનવેલ ઘર સંભાળતી. બાળપણ માતાની…

વધુ વાંચો >