મ. શિ. દુબળે
મોતી
મોતી : ઝવેરાતમાં અગત્યનું સ્થાન ધરાવતો કીમતી પદાર્થ. રત્નો સાથે હંમેશાં મોતીની તુલના થાય છે. રત્નો ખીણમાંથી ખોળવામાં આવે છે અને તે અત્યંત કઠણ હોય છે. મોતી પ્રમાણમાં સાવ મૃદુ હોય છે. જોકે રત્નોની જેમ મોતી પણ પ્રકાશનું શોષણ અને પરાવર્તન કરે છે. મોતી-છીપ (pearl oyster) નામે ઓળખાતા દરિયાઈ મૃદુકાય…
વધુ વાંચો >લાઇસોજેની
લાઇસોજેની : બૅક્ટેરિયોફાજ નામે ઓળખાતા વિષાણુઓ (virus) યજમાન બૅક્ટેરિયાના શરીરમાં પ્રવેશીને ત્યાં ગુણન પામવાને બદલે તેમના જનીનો યજમાન બૅક્ટેરિયાનાં રંગસૂત્ર સાથે સંયોજન પામી સંયુક્ત જનીન સંકુલ નિર્માણ કરવા સાથે સંકળાયેલી એક વૈશિષ્ટ્યપૂર્ણ પ્રક્રિયા. હંમેશાં વિષાણુઓનો યજમાનના શરીરમાં પ્રવેશ માત્ર જનીનો પૂરતો મર્યાદિત હોય છે. ઉપર્યુક્ત જનીન સંકુલને પ્ર-વિષાણુ (provirus) કહે…
વધુ વાંચો >વણિયર (civet)
વણિયર (civet) : રુવાંટી જેવા વાળ ધરાવતું એક નિશાચારી સસ્તન પ્રાણી. વણિયરનો સમાવેશ માંસાહારી (Carnivora) શ્રેણીના Viverridae કુળમાં થાય છે. ભારતમાં તેની બે જાતો લગભગ સર્વત્ર વસે છે. ભારતીય વણિયર (Indian civet) નામે ઓળખાતી જાતનું શાસ્ત્રીય નામ છે Viverra zibetha. તાડી વણિયર નામે ઓળખાતી બીજી જાતનું શાસ્ત્રીય નામ છે Pavadoxuru…
વધુ વાંચો >વંદો (Cockroach)
વંદો (Cockroach) : ઘરમાં ઉપદ્રવ કરનારો એક જાણીતો કીટક. સરળ-પક્ષ (Orthoptera) શ્રેણીના બ્લૅટિડી કુળમાં તેનો સમાવેશ થાય છે. Periplaneta americana અને Blatta orientalisના શાસ્ત્રીય નામે ઓળખાતી વંદાની બે જાતો માનવ-વસવાટના સાંનિધ્યમાં સર્વત્ર વસે છે. ભારતીય વંદો : બહુભક્ષી ભારતીય વંદો (Polyphaga indica, walker) : સમુદાય – સંધિપાદી, વર્ગ – કીટક,…
વધુ વાંચો >વાઇઝમન, ઑગસ્ટ
વાઇઝમન, ઑગસ્ટ (જ. 1834, ફ્રૅન્કફર્ટ, જર્મની; અ. 1914, ફ્રીબર્ગ) : જનીનવિજ્ઞાનના સ્થાપકોમાંના એક તરીકે જાણીતા પ્રખ્યાત જર્મન જીવવિજ્ઞાની. જનનરસ(germ plasm)ના પ્રણેતા, ડાર્વિનવાદના સમર્થક. જ્યારે લૅમાર્કનાં ઉપાર્જિત લક્ષણોના વારસા(inheritance of acquired characters)ના જોરદાર વિરોધક. જનનરસના સિદ્ધાંતને હાલના DNAના સિદ્ધાંતના અગ્રયાયી (fore-runner) તરીકે વર્ણવી શકાય. જનનરસના સિદ્ધાંત મુજબ જીવરસ (protoplasm) બે પ્રકારના…
વધુ વાંચો >વાગોળ
વાગોળ : ઉડ્ડયન કરવા અનુકૂલન પામેલું એક સસ્તન પ્રાણી; જેના અગ્રપાદ પાંખમાં રૂપાંતર પામેલા છે. હસ્ત-પાંખ (Chiro-ptera) શ્રેણીનાં આ પ્રાણીઓ મોટે ભાગે નિશાચર જીવન પસાર કરતાં હોય છે અને દિવસ દરમિયાન તેઓ ગુફાઓ, તિરાડ, ઝાડની બખોલો જેવાં સ્થળોએ ઊંધી રીતે લટકીને વિશ્રાંતિ લેતાં હોય છે; જ્યારે રાત્રે ક્રિયાશીલ બને છે.…
વધુ વાંચો >વિનાશકારી સૂક્ષ્મજીવો
વિનાશકારી સૂક્ષ્મજીવો : વનસ્પતિ અને પ્રાણીઓમાં વ્યાધિનો ઉદ્ભવ, ખોરાકનો બગાડ, સ્વાસ્થ્યરક્ષાને હાનિ જેવી આર્થિક દૃષ્ટિએ વિનાશકારી ઘટનાઓ માટે કારણભૂત સૂક્ષ્મજીવો. આવા સૂક્ષ્મજીવોમાં જીવાણુ (bacteria), ફૂગ (fungus), પ્રજીવ (protozoon) અને લીલ (algae) ઉપરાંત વિષાણુઓ(virus)નો પણ સમાવેશ કરવામાં આવે છે. પ્રોટીનના સ્તરથી આચ્છાદિત એવા ન્યૂક્લીઇક ઍસિડના બનેલા આ વિષાણુઓ, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા…
વધુ વાંચો >વીંછી (scorpion)
વીંછી (scorpion) : પૂંછડીને છેડે આવેલ ડંખ(sting)થી અન્ય પ્રાણીઓના શરીરમાં વિષપ્રવેશ કરાવવાની ક્ષમતા ધરાવતું સંધિપાદ પ્રાણી. તેનો સમાવેશ અષ્ટપદી (arachnida) વર્ગના સ્કૉર્પિયોનિડા શ્રેણીમાં થાય છે. ભારતમાં જોવા મળતા મોટાભાગના વીંછીઓ બુથિડે કુળના છે. ભારતમાં સર્વત્ર દેખાતા વીંછીનું શાસ્ત્રીય નામ છે Buthus tamalus. (જુઓ આકૃતિ 1). તેના પ્રથમ ઉપાંગને પાદસ્પર્શક (pedipalp)…
વધુ વાંચો >શંખ-છીપલાં (Gastropoda and Bivalvia)
શંખ–છીપલાં (Gastropoda and Bivalvia) : શરીરના આવરણ તરીકે ‘પ્રાવરણ’ (mantle) નામે ઓળખાતા પટલમાં આવેલ ગ્રંથિઓના સ્રાવથી નિર્માણ થતા કૅલ્શિયમના બનેલા કવચ(shell)ને શરીરની ફરતે ધારણ કરતા મૃદુકાય (mollusa) સમુદાયનાં પ્રાણીઓ. શંખ કે શંખલાં જેવાં કવચવાળાં મૃદુકાય પ્રાણીઓનો સમાવેશ ઉદરપદી (gastropoda) વર્ગમાં કરવામાં આવેલો છે. જ્યારે બે છીપલાં વડે બનેલ કવચથી ઢંકાયેલાં…
વધુ વાંચો >શાર્ક (shark-મુસી)
શાર્ક (shark-મુસી) : શાર્ક કે મુસી નામે ઓળખાતી કાસ્થિમીનો(cartilagenous fishes)નો એક વિશાળ સમૂહ. મોટાભાગની મુસી દરિયાનાં ખુલ્લાં પાણીમાં તીવ્ર ગતિએ તરતી સુવાહી (stream lined) માછલી તરીકે જાણીતી છે. આમ છતાં કેટલીક મુસીઓ દરિયાના નિમ્ન સ્તરે પણ વાસ કરતી જોવા મળે છે. જૂજ મુસીઓ મીઠાં જળાશયોમાં પણ વસે છે. મોટાભાગની મુસી…
વધુ વાંચો >