મુગટલાલ પોપટલાલ બાવીસી

સૈયદ અહમદખાન (બરેલવી)

સૈયદ, અહમદખાન (બરેલવી) (જ. 1786; અ. 8 મે 1831, બાલાકોટ) : ઈસુની 19મી સદીમાં હિંદના મુસ્લિમોમાં ધાર્મિક, રાજકીય અને લડાયક જાગૃતિ લાવનાર મુસ્લિમ નેતા. તેઓ રાયબરેલીના વતની હોવાને લીધે ‘બરેલવી’ તરીકે ઓળખાય છે. હિંદમાં ‘વહાબી આંદોલન’ની શરૂઆત કરનાર અથવા તેનો પાયો નાખનાર તરીકે તેઓ પ્રસિદ્ધ છે. તેમનો જન્મ સામાન્ય મુસ્લિમ…

વધુ વાંચો >

સોમેશ્વર 1લો

સોમેશ્વર 1લો (શાસનકાળ : 1043–1068) : દખ્ખણમાં આવેલ કલ્યાણીના ચાલુક્ય વંશના રાજા જયસિંહ 2જાનો પુત્ર. તેણે ‘આહવમલ્લ’ (યુદ્ધમાં મહાન), ‘ત્રૈલોક્યમલ્લ’ તથા ‘રાજનારાયણ’ બિરુદો અપનાવ્યાં હતાં. તે ‘વીર માર્તંડ’ તરીકે પણ જાણીતો હતો. ગાદીએ આવ્યો કે તરત દક્ષિણ ભારતના ચોલ વંશના રાજા રાજાધિરાજે તેના પ્રદેશો ઉપર ચડાઈ કરી અને તેનાં ત્રણ…

વધુ વાંચો >

સૌવીર દેશ

સૌવીર દેશ : સિંધુ નદી અને જેલમ નદી વચ્ચેનો પ્રદેશ. અત્યારે સિંધ પાસેના જે પ્રદેશને ‘મુલતાન’ તરીકે ઓળખવામાં આવે છે એ પ્રદેશ ક્ષત્રપકાલમાં ‘સૌવીર દેશ’ તરીકે ઓળખાતો હતો. વૈદિક સમયના રાજા ઉશિનારાના પુત્ર શિબિએ સમગ્ર પંજાબ જીતી લઈને એના પુત્રો દ્વારા જે ચાર રાજ્યોની રચના કરી તેમાંનું એક સૌવીર રાજ્ય…

વધુ વાંચો >

સ્ટીવન્સન જ્યૉર્જ

સ્ટીવન્સન, જ્યૉર્જ (જ. 9 જૂન 1781, વિલામ, નોર્થમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 12 ઑગસ્ટ 1848, ચેસ્ટરફિલ્ડ, ડર્બિશાયર) : અંગ્રેજ એન્જિનિયર અને રેલવે-લોકોમોટિવનો શોધક. જ્યૉર્જ સ્ટીવન્સન  તેના પિતા મિકૅનિક હતા. જ્યૉર્જ કિશોરવયથી કોલસાની ખાણમાં મજૂરી કરવા જતો. તે સાથે 18 વર્ષની ઉંમરે રાત્રિશાળામાં લખતાં-વાંચતાં શીખ્યો. તેણે 1814માં ખાણમાંથી કોલસો ખેંચી કાઢવાનું એંજિન બનાવ્યું…

વધુ વાંચો >

હકનો ખરડો

હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…

વધુ વાંચો >

હકોની અરજી

હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…

વધુ વાંચો >

હમ્મુરબી (Hammurabi)

હમ્મુરબી (Hammurabi) (જ. બૅબિલોન; અ. ઈ. પૂ. 1750) : બૅબિલોનની સેમિટિક જાતિના એમોરાઇટ રાજવંશનો છઠ્ઠો શાસક. તેનો શાસનકાળ ઈ. પૂ. 1792થી 1750 સુધીનો હતો. બૅબિલોનિયન લોકોનો તે સૌથી મહાન અને શક્તિશાળી રાજા હતો. એણે 42 વર્ષ રાજ્ય કર્યું. બૅબિલોન શહેર તેનું પાટનગર હતું. એણે શરૂઆતનાં 20 વર્ષ યુદ્ધો કરી રાજ્યવિસ્તાર…

વધુ વાંચો >

હરિગુપ્ત

હરિગુપ્ત : ગુપ્ત વંશના સભ્ય અને હૂણ લોકોના રાજા તોરમાણના આધ્યાત્મિક ગુરુ. જૈન આચાર્ય ઉદ્યોતનસૂરિએ ઈ. સ. 779માં રચેલા પ્રસિદ્ધ ગ્રંથ ‘કુવલયમાલાકહા’માં જણાવ્યું છે કે ભારતના ઉત્તર ભાગમાં ચંદ્રભાગા નદીના કિનારે આવેલું પવૈયા નામનું ગામ રાજા તોરમાણનું પાટનગર હતું. એના સિક્કાઓનું ચલણ કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હતું. એટલે…

વધુ વાંચો >

હરિપુરા કૉંગ્રેસ અધિવેશન

હરિપુરા કૉંગ્રેસ અધિવેશન : સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે યોજાયેલ કૉંગ્રેસનું અધિવેશન. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું 51મું અધિવેશન તા. 19, 20, 21 ફેબ્રુઆરી, 1938ના રોજ ગુજરાતમાં હરિપુરા મુકામે યોજાયું હતું. આ સમયે ખેડા જિલ્લાના કૉંગ્રેસી આગેવાનોએ ચરોતરમાં આવેલ રાસ ગામમાં અધિવેશન યોજવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી; પરંતુ એ પછી એમણે…

વધુ વાંચો >

હરિવર્મા (મૌખરિ)

હરિવર્મા (મૌખરિ) : કનોજ(કાન્યકુબ્જ)ના મૌખરિ વંશનો સ્થાપક. ગુપ્ત સામ્રાજ્યના વિઘટન પછી ઉત્તર ભારતમાં જે કેટલાંક સ્વતંત્ર રાજ્યો સ્થપાયાં એમાં મૌખરિઓનું કનોજ રાજ્ય પણ હતું. મૌખરિઓનું કુળ ઘણું પ્રાચીન હતું. તેઓનો મૂળ પ્રદેશ મધ્ય પંજાબ હતો; પરંતુ સમય જતાં તેઓ ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આગળ વધ્યા. ઈસુની છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં…

વધુ વાંચો >