મીનાક્ષી જૈન

કચ્છ

કચ્છ ગુજરાત રાજ્યનો અને ભારતનો સૌથી મોટો જિલ્લો અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. કાચબા જેવા તેના આકારને કારણે અથવા કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું છે. આભીર કે આહીરોના વસવાટને કારણે તેને આભીરિયા કે આબીરિયા નામ પણ મળેલું છે. આ બંને નામો ત્રીજી-ચોથી સદી સુધી પ્રચલિત હતાં. પ્રાચીન કાળથી…

વધુ વાંચો >

કર્ટન વૉલ

કર્ટન વૉલ : કાચ અને લોખંડની ફ્રેમથી બનેલી પડદા જેવી દીવાલ. તે મકાનને ચારેબાજુથી બાંધી દે છે પરંતુ તેનું વજન નથી ઝીલતી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મકાનોના બાંધકામમાં લોખંડનો ઉપયોગ શરૂ થયો અને સાથે સાથે કર્ટન વૉલનું બાંધકામ પણ પ્રચલિત થયું. 1851માં લંડનમાં બંધાયેલ ક્રિસ્ટલ પૅલેસમાં પહેલી વ્યવસ્થિત કર્ટન વૉલ બંધાઈ.…

વધુ વાંચો >

કહાન લુઇ

કહાન, લુઇ (જ. 20 ફેબ્રુઆરી 1901, ઑસેલ ટાપુ, ઇસ્ટોનિયા, રશિયા; અ. 17 માર્ચ 1974, ન્યૂયૉર્ક સીટી) : જગવિખ્યાત વાસ્તુશાસ્ત્રી. તે 1920થી 1924 દરમિયાન અમેરિકાની પેન્સિલવૅનિયા યુનિવર્સિટીમાં વાસ્તુવિદ્યા ભણ્યા. ત્યારબાદ યુરોપના ઘણા દેશોમાં પ્રવાસ કરી તેમણે સ્થાપત્યનો પ્રત્યક્ષ અનુભવ અને અભ્યાસ કર્યો. 1937માં તેમણે ફિલાડેલ્ફિયામાં પોતાની ઑફિસ શરૂ કરી ત્યારે જ્યૉર્જ…

વધુ વાંચો >

કુતુબ મિનાર

કુતુબ મિનાર : દિલ્હીથી આશરે 17 કિમી. દૂર આવેલો વિશ્વવિખ્યાત મિનાર. હિંદુ-મુસ્લિમ સ્થાપત્યશૈલીના સમન્વયનો તે ઉત્તમ નમૂનો છે. દિલ્હીના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે 1199માં તેના બાંધકામની શરૂઆત કરી હતી. તે કુલ પાંચ માળનો છે અને તેની વર્તમાન ઊંચાઈ 72.56 મીટર જેટલી છે. તેના ભોંયતળિયાના વર્તુળાકાર ક્ષેત્રનો વ્યાસ 14.40 મીટર તથા…

વધુ વાંચો >

કૅમ્પાનીલી

કૅમ્પાનીલી : ઉત્તર ઇટાલીમાંનો બેલ ટાવર અથવા મિનારો. સિસિલિયન-નૉર્મન શૈલીમાં છઠ્ઠી સદીમાં દેવળની સાથે એક મિનારાની રચના કરવામાં આવતી હતી. સામાન્ય રીતે આ કૅમ્પાનીલીનો પ્લાન ચોરસ રહેતો. અપવાદરૂપે તે ગોળાકાર પણ જોવા મળે છે. કૅમ્પાનીલી દેવળનાં મહત્વ અને શક્તિનું સૂચક છે. બચાવ-ચોકીનું કામ કરતું કૅમ્પાનીલી જે તે ગામ અથવા શહેરનું…

વધુ વાંચો >

કેરળનું સ્થાપત્ય

કેરળનું સ્થાપત્ય : દક્ષિણ ભારતના પશ્ચિમ દરિયાકાંઠે આવેલો કેરળ એની વિશિષ્ટ સ્થાપત્યશૈલી માટે પ્રસિદ્ધ છે. મુખ્યત્વે લાકડાનો ઉપયોગ કરીને બનાવેલાં ત્યાનાં મકાનોનાં છાપરાં સીધા ઢોળાવવાળાં હોય છે. પંદરમી સદીમાં બાંધેલાં આવાં મકાનો હજુ સારી સ્થિતિમાં જોવા મળે છે. કેરળમાં ગુફાઓ, મંદિરો, દેવળો, સિનેગોગ, મસ્જિદો, મહેલો અને કિલ્લાઓનું નિર્માણ થયું હતું.…

વધુ વાંચો >

કૅરિયૅટિડ

કૅરિયૅટિડ (ઈ.પૂ. 421-405) : ગ્રીક સ્થાપત્યમાં સ્તંભ તરીકે વપરાતું વસ્ત્રાભૂષણવાળી સ્ત્રીનું પથ્થરનું પૂતળું. ગ્રીસમાં આવેલા એક્રૉપોલિસના ટેકરા પર પાર્થિનૉનથી ઉત્તરમાં બાંધેલા ઇરેક્થિયમના મંદિરની દક્ષિણ પરસાળમાં આવા સ્તંભની રચના કરાઈ છે. દક્ષિણ દિશા તરફ જોતાં ઊભેલાં છ કૅરિયૅટિડ શિલ્પો 203 મીટર ઊંચાં છે. આરસની દીવાલ ઉપર તે ઊભાં છે. આ દીવાલ…

વધુ વાંચો >

કૉફર

કૉફર : ઇમારતની છતના બાંધકામમાં કૉંક્રીટની બે દિશાની ઊંડી પાટડીઓ વચ્ચેની દબાયેલી જગ્યા. લાકડામાંથી બનાવાતી છતની જેમ જ કૉંક્રીટમાં બનાવાતી મોટા ગાળાની છત પણ ઊંડી પાટડી દ્વારા બનતી હોય છે. બંને દિશાની ઊંડી પાટડીઓ વચ્ચે કૉફર આવે છે. સામાન્ય રીતે આ પાટડીઓની ઊંડાઈ વધારે હોય છે અને તેની વચ્ચે પાતળો…

વધુ વાંચો >

કોરિન્થિયન ઑર્ડર

કોરિન્થિયન ઑર્ડર : ગ્રીક સ્થાપત્યના સ્તંભોની રચનાનો એક પ્રકાર. રોમનકાળમાં તેનો પૂર્ણ વિકાસ થયેલો. તેની ટોચનો ભાગ ઊંધા ઘંટ જેવો હોય છે. પાંદડાની વચ્ચેથી એનું થડ જાણે કે ઉપરના ભાગને આધાર આપતું હોય એમ લાગે છે. કોરિન્થિયન ઑર્ડર હેલેનિક ગ્રીક લોકોએ શોધ્યો. ગ્રીક સ્થાપત્યશૈલીમાં મુખ્યત્વે સ્તંભ અને પીઢિયાંનો ઉપયોગ થયેલો…

વધુ વાંચો >

કૉર્ડોવાની મસ્જિદ

કૉર્ડોવાની મસ્જિદ (785થી 987) : અસંખ્ય સ્તંભ અને વિવિધ પ્રકારની કમાનોનું અતિ સુંદર સ્થાપત્ય ધરાવતી ભવ્ય મસ્જિદ. સીરિયામાંથી ટ્યુનિસિયા અને ત્યાંથી સ્પેન આવી વસેલા મુસલમાન સરદાર આયદ-અર-રહેમાનની આગેવાની હેઠળ કૉર્ડોવાની મુખ્ય મસ્જિદનું બાંધકામ શરૂ થયું હતું. ત્યારબાદ ત્રણ જુદા જુદા આગેવાનોએ લગભગ બસો વર્ષમાં તે પૂરી કરી. તેમાં 950માં વિજયસ્તંભ…

વધુ વાંચો >