મહેશ મ. ત્રિવેદી
કૃષ્ણા નદી
કૃષ્ણા નદી : મહારાષ્ટ્ર, કર્ણાટક તથા આંધ્રપ્રદેશમાંથી વહેતી દક્ષિણ ભારતની એક મોટી નદી. પુરાણોમાં તે વિષ્ણુરૂપે વર્ણવવામાં આવે છે. કૃષ્ણા નદીનું મૂળ મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ઘાટમાં આવેલ મહાબળેશ્વર વિસ્તારમાં આવેલું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ સાંગલી થઈને તે કોલ્હાપુર નજીક કર્ણાટકના બેલગામ જિલ્લામાં પ્રવેશે છે. ત્યાંથી બિજાપુર, ગુલબર્ગ અને રાયપુર જિલ્લાઓની…
વધુ વાંચો >કૅનેડા
કૅનેડા ઉત્તર અમેરિકા ખંડના ઉત્તર છેડે આવેલો દેશ. તે દશ પ્રાંતો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો છે. રશિયા પછી ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે વિશ્વમાં બીજા સ્થાને આવે છે. ભૌગોલિક સ્થાન : ઉત્તર અમેરિકા ખંડમાં 41° 41′ ઉત્તર અક્ષાંશથી છેક 83° 6′ ઉત્તર અક્ષાંશ સુધી અને 11° 5′ પશ્ચિમ રેખાંશથી 52° 37′…
વધુ વાંચો >કેનેરી દ્વીપસમૂહ
કેનેરી દ્વીપસમૂહ : આફ્રિકા ખંડની વાયવ્યે 100 કિમી અંતરે આટલાન્ટિક મહાસાગરમાં આવેલા જ્વાળામુખીજન્ય કેનેરી ટાપુઓ તે 28° 00′ ઉ. અ. અને 15° 30′ પ.રે. પર આવેલા છે. કુલ વિસ્તાર 7,300 ચો. કિમી. વસ્તી 22.1 લાખ (2019). આ ટાપુઓમાં ગ્રાન કાનારિયા, ટેનેરિફ, ગોમેરા, યેરો (ફેરો), લા પાલ્મા, તેમજ ફુઅરટીવેન્ટુરા અને લૅન્ઝરોટીનો…
વધુ વાંચો >કેપ ઑવ્ ગુડ હોપ
કેપ ઑવ્ ગુડ હોપ : દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ છેડે કેપટાઉન પાસે આવેલી ભૂશિર. 34o 21′ દ. અ. અને 18o 29′ પૂ. રે. પર આ ભૂશિર આવેલી છે. આટલાન્ટિક મહાસાગરમાંથી, સીધા ઢોળાવવાળી કરાડ (seacliff) સાથે 260 મી. ઊંચકાઈ આવેલી આ ભૂશિર તોફાની પવનો અને સમુદ્રપ્રવાહ માટે જાણીતી છે. ઈ.સ. 1486માં આ…
વધુ વાંચો >કેપ ટાઉન (આફ્રિકા)
કેપ ટાઉન (આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના કેપ પ્રાંતનું પાટનગર અને બંદર. આટલાન્ટિક મહાસાગરને કિનારે ટેબલ પર્વતની તળેટીમાં આ શહેર આવેલું છે. અહીં જમીનનો ચાંચ આકારનો ભાગ મહાસાગરમાં દૂર સુધી વિસ્તરેલો છે. 33o 54′ દ. અ. અને 18o 25′ પૂ. રે. પર આવેલું આ શહેર ‘નૅશનલ બૉટેનિકલ ગાર્ડન’ અને પ્રાચીન સંગ્રહસ્થાન…
વધુ વાંચો >કૅરો (અલ્-કાહિરાહ)
કૅરો (અલ્-કાહિરાહ) : પ્રાચીન સમયમાં ‘કાહિરા’ તરીકે ઓળખાતું ઇજિપ્તની રાજધાનીનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 30o 03′ ઉ. અ. અને 31o 15′ પૂ. રે. પર, ભૂમધ્ય સમુદ્રથી આશરે 160 કિમી. દૂર મુખ્યત્વે નાઇલ નદીના મુખત્રિકોણ (delta) પ્રદેશમાં વસેલું છે. આ મુખત્રિકોણ પ્રદેશ ખેતીની ર્દષ્ટિએ સમૃદ્ધ હોવાથી તે ઇજિપ્તના હૃદય સમાન…
વધુ વાંચો >કોટ્ટાયમ
કોટ્ટાયમ : કેરળ રાજ્યનો એક જિલ્લો, તે જ નામનું જિલ્લામથક અને નાનું બંદર. આ જિલ્લો 9o 15’થી 10o 21′ ઉ.અ. અને 76o 22’થી 77o 25′ પૂ.રે. વચ્ચે આવેલો છે. પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 112 કિમી. અને ઉત્તર-દક્ષિણ લંબાઈ 116.80 કિમી. છે. તેનું ક્ષેત્રફળ 2204 ચોકિમી. છે. વસ્તી : 19,79,384 (2011). કુલ વસ્તી…
વધુ વાંચો >કોલંબો
કોલંબો : શ્રીલંકા(સિલોન – પ્રાચીન નામ સિંહલદ્વીપ)નું પાટનગર અને દેશનું સૌથી મોટું વેપારી મથક અને બંદર. ભૌગોલિક સ્થાન 6°. 56′ ઉ.અ. અને 79°.51′ પૂ.રે. મનારના અખાતમાં શ્રીલંકાની પશ્ચિમે આ બંદર આવેલું છે. તેનો વિકાસ પોર્ટુગીઝ દ્વારા થયેલો. આ બંદર સિંહાલી ભાષામાં ‘Kolaamba’ (કોલાઅમ્બા) નામે ઓળખાતું. આબોહવા : કોલંબોનું જાન્યુઆરીનું તાપમાન…
વધુ વાંચો >કોહિમા
કોહિમા : નાગાલૅન્ડના સરહદી રાજ્યની રાજધાની તથા જિલ્લો. ભૌગોલિક સ્થાન : 25° . 40´ ઉ. અ. અને 94°.07´ પૂ. રે.. કોહિમા જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 3144 ચોકિમી. છે અને તેની વસ્તી 2,70,063 (2011) હતી. કોહિમા જિલ્લામાં અંગામી, ઝેલિયાન્ગ, રેંગના અને કિકુની નામની જાતિના આદિવાસીઓ રહે છે. પૂર્વ સરહદે નાગાલૅન્ડ, મણિપુર અને…
વધુ વાંચો >કૉંગો નદી
કૉંગો નદી : આફ્રિકાની નાઈલ પછીની બીજા નંબરની નદી. પાણીના જથ્થાની ર્દષ્ટિએ આ નદી આફ્રિકાની સૌથી મોટી નદી ગણી શકાય. તે દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં આવેલા ઝામ્બિયાના બેંગ્વેલૂ સરોવરમાંથી નીકળીને પૂર્વ તરફ ઝાઇર દેશમાં થઈ મટાડી બંદર પાસે આટલાંટિક મહાસાગરને મળે છે. દુનિયામાં ધનુષ્યાકારે વહેતી આ એકમાત્ર નદી છે જે ઉત્તર…
વધુ વાંચો >