મહેશ મ. ત્રિવેદી

ક્વેટા

ક્વેટા : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતનું પાટનગર. તેનું સૌથી મોટું શહેર અને લશ્કરી મથક. ક્વેટા લગભગ 30° ઉ. અ. અને 66°-02´ પૂ. રે. ઉપર આવેલું છે અને કરાંચીથી તેનું અંતર 608 કિમી. છે. ઈરાન અને અફઘાનિસ્તાન જવા માટે પ્રવેશદ્વારરૂપ બોલનઘાટ લશ્કરી ર્દષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. આઝાદી પૂર્વે અહીં લશ્કરી છાવણી…

વધુ વાંચો >

ગ્રેટ વિક્ટોરિયન રણ

ગ્રેટ વિક્ટોરિયન રણ : ઑસ્ટ્રેલિયાની મધ્યમાં નૈર્ઋત્ય ખૂણામાં અનેક નાનામોટા રણપ્રદેશોમાં છેક દક્ષિણે આવેલું રણ. સાગરકિનારાની નિકટતા તેમજ નલારબૉર મેદાનની નજીક તેના સ્થાનને કારણે તેનું મહત્વ વધ્યું છે. વળી સિડની-પર્થ રેલમાર્ગ નજીકમાંથી પસાર થતાં તેની અગત્ય વધી છે. તેની નજીકમાં (કાલગુર્લી-કુલગાર્ડીનાં) સુવર્ણક્ષેત્રો આવેલાં છે. લેવર્ટન રેલવે-સ્ટેશનથી આ રણની ભૂમિનો પ્રારંભ…

વધુ વાંચો >

ગ્રેટ સૅન્ડી રણ

ગ્રેટ સૅન્ડી રણ : ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગમાં આવેલો રણપ્રદેશ. તે નામ પ્રમાણે ગુણ ધરાવે છે. સાગરકિનારાની નિકટતા તેમજ નજીકમાંથી વહેતી ફિટ્ઝરોય નદીને કારણે અહીં માનવવસ્તી અલ્પ માત્રામાં વસે છે. આ રણના પશ્ચિમ છેડે પિલબારા અને મારબલબારનાં સુવર્ણક્ષેત્રો આવેલાં છે. પોર્ટહેડલૅન્ડ આ વિશાળ રણમાં પ્રવેશવાનું દ્વાર છે. ગ્રેટ સૅન્ડી રણની પ્રતિકૂળ…

વધુ વાંચો >

જમશેદપુર

જમશેદપુર : ભારતના ઝારખંડ રાજ્યના પૂર્વ સિંગભૂમ જિલ્લામાં આવેલું પોલાદ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ નગર. ભૌગોલિક સ્થાન : 22o 48’ઉ. અ. અને 86o 11’ પૂ. રે. પ્રાચીન મૌર્ય અને ગુપ્તયુગની જાહોજલાલીને કારણે બિહાર ઇતિહાસપ્રસિદ્ધ રાજ્ય ગણાય છે, જ્યારે આધુનિક યુગમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગના પ્રારંભ માટે તે પ્રસિદ્ધિ પામ્યું. ટાટાનગર તરીકે…

વધુ વાંચો >

જમૈકા

જમૈકા : ઉત્તર અમેરિકા ખંડના અગ્નિખૂણામાં આવેલા ટાપુઓમાંનો એક (ટાપુ)દેશ. ભૌગોલિક સ્થાન 18o 15’ ઉ. અ. 77o 30’ પ. રે. વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ નામે ઓળખાતા આ સમૂહમાં હવાના, ક્યુબા, જમૈકા, પોર્ટોરિકો, ડોમિનિકન, બહામા તેમજ હૈટી (હૈતી) ટાપુઓનો સમાવેશ થાય છે. ઇટાલીનો વતની ક્રિસ્તોફર કોલંબસ આ ટાપુ પર 1494માં પહોંચ્યો હતો.…

વધુ વાંચો >

જમ્મુ

જમ્મુ : જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની શિયાળુ રાજધાની. ભૌ. સ્થાન 32o 44’ ઉ. અ. 74o 52’ પૂ. રે. ચિનાબની ઉપનદી તાવીના કિનારે વસેલું આ નગર કાશ્મીરનું પ્રવેશદ્વાર છે. મંદિરો, મહાલયો, મસ્જિદો ધરાવતું આ નગર એક વિશાળ પહાડી ઉપર (327 મીટર ઊંચાઈ પર) વસેલું છે. આજુબાજુ વળાંક લેતી તાવી નદીના કિનારે…

વધુ વાંચો >

જયપુર

જયપુર : રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનનું પ્રાચીન ઐતિહાસિક શહેર અને પાટનગર. તે દિલ્હીથી નૈર્ઋત્યમાં આશરે 259 કિમી. અંતરે આવેલું છે. જિલ્લાનો વિસ્તાર : 11,588 ચોકિમી., જિલ્લાની વસ્તી : 66,63,971 (2011). તેની સ્થાપના (1728માં) મહારાજા સવાઈ જયસિંહે કરી હોવાથી આ શહેરનું નામ ‘જયપુર’ રાખવામાં આવ્યું હતું. 1883માં રાણી વિક્ટોરિયાના પ્રિન્સ આલ્બર્ટે…

વધુ વાંચો >

જયંતિયા ટેકરીઓ

જયંતિયા ટેકરીઓ : હિમાલય પર્વતમાળાની પૂર્વે મેઘાલય રાજ્યમાં ગારો, ખાસી અને જયંતિયા નામની નીચી પર્વતમાળાઓમાં પૂર્વમાં આવેલી પર્વતમાળા. શિલોંગના ઉચ્ચપ્રદેશની આસપાસ તે પશ્ચિમથી પૂર્વ પથરાયેલી છે. કૂચબિહારથી શરૂ કરી છેક નાગાલૅન્ડની સીમાની અંદર સુધી આ ટેકરીઓની હારમાળા આવેલી છે. પહોળાઈ મેઘાલયની ઉત્તરદક્ષિણ સીમા પ્રમાણે વિસ્તરેલી છે. સાગરની સપાટીથી 1500 મી.…

વધુ વાંચો >

જાસોર (જેસોર)

જાસોર (જેસોર) : ગુજરાતના ઈશાન ખૂણે પાલનપુર તાલુકાના ઇકબાલગઢથી 8 કિમી. દૂર આવેલી ડુંગરમાળા. આ ડુંગરોનાં 7 પડો કે હાર હોવાથી તે સાતપુડા તરીકે ઓળખાય છે. ઊંચાઈ 1066 મી. છે. ડુંગરો નાઈસ અને ગ્રૅનાઇટ ખડકો ધરાવે છે. ઢોળાવો તથા તળેટીમાં વાંસ, બાવળ, અર્જુન, ટીમરુ, ખાખરો, અરડૂસો વગેરે પર્ણપાતી વૃક્ષોનું જંગલ…

વધુ વાંચો >

જેલમ (નદી)

જેલમ (નદી) : પંજાબની પાંચ પ્રખ્યાત નદીઓમાંની એક. તે સિંધુ નદીમાં પાણી ઠાલવે છે. પંજાબના પશ્ચિમ છેડે આવેલી છે. લંબાઈ આશરે 720 કિમી. છે. કાશ્મીર રાજ્યની બનિહાલ ખીણની તળેટીમાં તેનો ઉદગમ છે અને પીર પંજાલ પર્વતના ઉત્તર તરફના ઢાળ પરથી કાશ્મીરની ખીણોમાંથી પસાર થઈ અનંતનાગ તથા શ્રીનગર પાર કરી વાયવ્ય…

વધુ વાંચો >