મહેશ ચોકસી

લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય

લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય : યુનાઇટેડ સ્ટેટ્સના દક્ષિણ અમેરિકાના પ્રદેશ તથા સમગ્ર કૅરિબિયન ટાપુઓની સંગીત-નૃત્ય-કલા. આ વિશાળ વિસ્તારના સંગીતનો ભૌગોલિક દૃષ્ટિએ નહિ, પણ મહદ્ અંશે વંશીય (ethnic) ઘટકોની દૃષ્ટિએ વિચાર કરવામાં ઔચિત્ય રહેલું છે. આ વંશીય ઘટકો તે યુરોપિયન (મુખ્યત્વે ઇબેરિયન), અમેરિન્ડિયન, આફ્રિકન તથા મેસ્ટિઝો (એટલે કે ‘મિશ્ર’). લૅટિન…

વધુ વાંચો >

લૅટિન (દક્ષિણ) અમેરિકાનું સાહિત્ય

લૅટિન (દક્ષિણ) અમેરિકાનું સાહિત્ય : 1960ના દાયકાઓમાં નવલ-કથાલેખનમાં ઉછાળો આવવાને પરિણામે છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધમાં લૅટિન અમેરિકાના સાહિત્ય તરફ સમગ્ર વિશ્વ એકદમ આકર્ષિત થયું. લૅટિન અમેરિકાની નવલકથાઓના પશ્ચિમની મહત્વની ભાષાઓમાં ઝડપભેર અનુવાદ થવા લાગ્યા અને વિવેચકો ઉપરાંત જનસમુદાય પણ એ સાહિત્યથી પ્રભાવિત થયો. તેનાં બે કારણ તે તેમાંના વિષયવસ્તુની મૌલિકતા…

વધુ વાંચો >

લૅટિન સાહિત્ય

લૅટિન સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની ઇટાલીની શાખાની લિંગ્વા લૅટિના એટલે કે લૅટિન ભાષામાં રચાયેલું સાહિત્ય. મૂળમાં ટાઇબર નદીના નીચાણવાળા પ્રદેશમાં વસવાટ કરતા લોકો દ્વારા તે પ્રયોજાતી. પાછળથી રોમન સામ્રાજ્યના યુરોપ અને આફ્રિકા ખંડના મોટા વિસ્તારમાં તે પથરાયેલી. રૉમન મૂળાક્ષરો(alphabets)માં લૅટિન ભાષામાં કર્મકાંડ, પાંડિત્ય અને રાજ્યભાષાનાં ક્ષેત્રોમાં પ્રાચીન, મધ્યકાલીનથી તે અઢારમી…

વધુ વાંચો >

લૅટિનીના, લૅરિસા

લૅટિનીના, લૅરિસા (Larisa Semyonovna Latynina) (જ. 27 ડિસેમ્બર 1934 ખેરસોન, યુક્રેન) : રશિયાનાં અંગકસરતનાં મહિલા-ખેલાડી. તેમના સમયનાં તેઓ અગ્રણી ખેલાડી હતાં. 1954થી 1966 સુધી વિશ્વકક્ષાનાં સ્પર્ધક તરીકે બીજા કોઈ પણ વ્યાયામવીર (ઍથ્લેટ) કરતાં અને બીજી કોઈ પણ રમત કરતાં તેમણે સવિશેષ ઓલિમ્પિક ચંદ્રકો મેળવ્યા હતા. 3 ઓલિમ્પિક રમતોત્સવ, વિશ્વ રમતોત્સવ…

વધુ વાંચો >

લેડી ચૅટર્લીઝ લવર (1928)

લેડી ચૅટર્લીઝ લવર (1928) : ડી. એચ. લૉરેન્સરચિત નવલકથા. સૌપ્રથમ 1928માં ઇટાલીમાં ફ્લૉરેન્સમાં તેનું ખાનગી રાહે પ્રકાશન થયું હતું. તેના વાંધાજનક ભાગને રદ કરીને તે લંડનમાં 1932માં પ્રસિદ્ધ થઈ હતી. વીસમી સદીમાં તે એક સૌથી વિશેષ ચર્ચાસ્પદ કૃતિ બની રહી.   આ નવલકથામાં લેડી ચૅટર્લી (કૉન્સ્ટન્સ ચૅટર્લી) બ્રિટિશ લેખક, બૌદ્ધિક…

વધુ વાંચો >

લૅન્ડલ, ઇવાન

લૅન્ડલ, ઇવાન (જ. 7 માર્ચ 1960, ઑસ્ટ્રાવા, ચેકોસ્લોવૅકિયા) : ટેનિસના ખેલાડી. સિંગલ્સનાં 94 અને ડબલ્સનાં 6 ટાઇટલ જીતનારા, ઇન્ટરનૅશનલ ટેનિસ હૉલ ઑવ્ ફેમમાં સ્થાન પામનાર ખેલાડી. 1978માં તેઓ વિમ્બલ્ડન જુનિયર, ફ્રેન્ચ જુનિયર અને ઇટાલિયન જુનિયર વિજયપદકના વિજેતા બન્યા અને આઈટીએફના સૌપ્રથમ વિશ્વ જુનિયર ચૅમ્પિયન થયા. ટેનિસના ઇતિહાસમાં તેઓ સૌથી વધુ…

વધુ વાંચો >

લૅમ્બ, ઍલન જોસેફ

લૅમ્બ, ઍલન જોસેફ (જ. 20 જૂન 1954, કેપ પ્રૉવિન્સ, દક્ષિણ આફ્રિકા) : આંગ્લ ક્રિકેટખેલાડી. તેમણે 1972-73માં વેસ્ટર્ન પ્રૉવિન્સ માટેની પ્રથમ કક્ષાની ક્રિકેટથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1978માં તેઓ નૉર્થહૅમ્પટનશાયર માટે ક્રિકેટ રમવા ઇંગ્લૅન્ડ આવ્યા. 1989માં તેઓ તેના કાઉન્ટી કપ્તાન બન્યા. તેમનાં માતાપિતા બ્રિટિશ હોવાથી તેઓ ઇંગ્લૅન્ડ વતી રમવા માટે પાત્ર…

વધુ વાંચો >

લેરમનટૉવ, મિખેલ

લેરમનટૉવ, મિખેલ (જ. 3 ઑક્ટોબર 1814, મૉસ્કો; અ. 15 જુલાઈ 1841) : રશિયાના એક મહાન કવિ. 29 વર્ષની વયે જ દ્વન્દ્વયુદ્ધમાં તેમનું અવસાન થયું, પણ તેમની ટૂંકી જિંદગીમાં તેમણે રશિયાના સૌથી અગ્રણી રોમૅન્ટિક કવિ તથા ગદ્યસાહિત્યના અગ્રેસર તરીકેની દૃઢ પ્રતિભા ઉપસાવી તેમજ 1825ના નિષ્ફળ બળવા પછીની પ્રગતિવિરોધી નીતિઓના અણનમ વિરોધી…

વધુ વાંચો >

લેવી, સ્ટ્રાઉસ ક્લૉડ

લેવી, સ્ટ્રાઉસ ક્લૉડ (જ. 28 નવેમ્બર 1908, બ્રસેલ્સ) : ફ્રાન્સના અગ્રણી નૃવંશવિજ્ઞાની. તેઓ સંરચનાવાદ(structuralism)ના સ્થાપક તરીકે નામના પામ્યા છે. આ પદ્ધતિથી સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાઓનું તેમનાં ઘટક તત્વો વચ્ચેના સંબંધોની સંરચના તપાસીને પૃથક્કરણ કરી શકાય છે. સંરચનાવાદના આ અત્યંત પ્રભાવક અભિગમની અસર ભાષાવિજ્ઞાન અને નૃવંશવિજ્ઞાન ઉપરાંત તત્વજ્ઞાન, માનસશાસ્ત્ર તેમજ સાહિત્યિક…

વધુ વાંચો >

લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી

લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી (જ. 19 નવેમ્બર 1805; અ. 7 ડિસેમ્બર 1894) : ફ્રાન્સના સુએઝ નહેરના નિર્માતા અને રાજદ્વારી પુરુષ. 1825માં કારકિર્દીના પ્રારંભ વખતે તેમણે ફ્રેન્ચ સરકારની વિદેશસેવામાં જોડાઈ અનેક દેશોમાં રાજદૂત તરીકે સેવા બજાવી. તેમાં ઍલેક્ઝાન્ડ્રિયા, કેરો અને રોમનો પણ સમાવેશ થતો હતો. આ રીતે તેમણે રાજદ્વારી તરીકે 24 વર્ષ…

વધુ વાંચો >