મધુસૂદન બક્ષી
હાઇડેગર માર્ટિન (Heidegger Martin)
હાઇડેગર, માર્ટિન (Heidegger, Martin) (જ. 26 સપ્ટેમ્બર 1889, મેસકિર્ખ, જર્મની; અ. 26 મે 1976, મેસકિર્ખ, જર્મની) : જર્મન તત્વચિંતક. આ જર્મન ચિંતક હાઇડેગરના વિચારો વિશે વીસમી સદીના ચોથાથી આઠમા દાયકા સુધી પાશ્ચાત્યયુરોપીય તત્વચિંતનમાં ખૂબ ઊહાપોહ થયો છે. પ્રખ્યાત જર્મન ચિંતક હુસેર્લ(1859 –1938)ના ચિંતનથી હાઇડેગર ખૂબ જ પ્રભાવિત થયા હતા. હાઇડેગરે…
વધુ વાંચો >હાબેરમાસ યુરગન
હાબેરમાસ યુરગન (જ. 18 જૂન 1929, ડૂસલડૉર્ફ, જર્મની) : વીસમી સદીના ઉત્તરાર્ધના ખૂબ જ પ્રભાવક જર્મન ચિન્તક. તેમણે ગોટિન્જન, ઝ્યૂરિક અને બૉન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો. 1956માં તેમણે ફ્રેન્કફર્ટની સામાજિક સંશોધનની સંસ્થામાં એકૉર્નો અને હૉર્કહાયમર પાસે અભ્યાસ કર્યો હતો. 1971થી 1983 સુધી હાબેરમાસે માર્કસ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધનકાર્ય કર્યું હતું. 1983થી…
વધુ વાંચો >હિરેક્લિટસ (Heraclitus)
હિરેક્લિટસ (Heraclitus) : સૉક્રેટિસ પૂર્વેના પ્રાચીન ગ્રીક ચિન્તકો પૈકી ઈ. પૂ. છઠ્ઠી સદીના આયોનિયન ચિન્તક. હિરેક્લિટસ ખૂબ પ્રભાવક ચિન્તક હતા. હિરેક્લિટસ આયૉનિયાના શહેર ઇફિસસ(Ephesus)માં રહેતા હતા. (તેનો અત્યારના ટર્કીમાં સમાવેશ થાય છે.) મિલેટસ (Miletus) અને ઇફિસસ બંને નજીક નજીકનાં શહેરો હતાં. સૌપ્રથમ પાશ્ચાત્ય તત્વચિન્તકોમાં જેની ગણના થાય છે તેવા થેઈલ્સ,…
વધુ વાંચો >હુસેર્લ એડમન્ડ
હુસેર્લ, એડમન્ડ (જ. 8 એપ્રિલ 1859, પ્રૉસનિત્ઝ, મૉરેવિયા; અ. 27 એપ્રિલ 1938, ફ્રાઇબર્ગ, જર્મની) : વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં પ્રતિભાસનિરૂપક વિચારણા(phenomenology પ્રતિભાસવિચાર)ના સ્થાપક જર્મન યહૂદી ચિન્તક હુસેર્લે બર્લિન, વિયેના અને હાલે(Halle)માં ગણિત અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. હુસેર્લે 1887થી 1901 સુધી હાલે યુનિવર્સિટીમાં 1901થી 1916 સુધી ગૉટિન્ગન યુનિવર્સિટીમાં અને 1916થી…
વધુ વાંચો >હેગલ જ્યૉર્જ વિલ્હેલ્મ ફ્રેડરિક
હેગલ, જ્યૉર્જ વિલ્હેલ્મ ફ્રેડરિક (જ. 27 ઑગસ્ટ 1770, સ્ટુટગાર્ડ, જર્મની; અ. 14 નવેમ્બર 1831, બર્લિન, જર્મની) : આધુનિક ચૈતન્યવાદી (idealist) ચિન્તક. 1788થી 1793 સુધી તેમણે ખ્રિસ્તી ઈશ્વરવિદ્યા(Theology)નો અભ્યાસ ટ્યૂબિનગેનમાં કર્યો હતો. પ્રખ્યાત જર્મન કવિ હોલ્ડરલિન (1770–1843) અને ચિન્તક શૅલિંગ (1755–1854) આ અભ્યાસમાં તેમના સાથીદારો અને મિત્રો હતા. ત્યારપછી સ્વિટ્ઝર્લૅન્ડમાં બર્નેમાં…
વધુ વાંચો >હેમ્પશાયર સ્ટુઅર્ટ
હેમ્પશાયર સ્ટુઅર્ટ (જ. 1 ઑક્ટોબર 1914; અ. 13 જૂન 2004) : અંગ્રેજ તત્વચિંતક. સ્ટુઅર્ટ ન્યૂટન હેમ્પશાયર બેલિયૉલ કૉલેજ, ઑક્સફર્ડ(ઇંગ્લૅન્ડ)માંથી 1936માં સ્નાતક થયા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940માં તેમને લશ્કરમાં જોડાવું પડ્યું હતું. શારીરિક ક્ષમતાના અભાવમાં મિલિટરી ઇન્ટેલિજન્સ ખાતામાં તેઓએ કામ સ્વીકાર્યું હતું. 1947થી 1960 સુધી તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં અધ્યાપનકાર્ય…
વધુ વાંચો >હૅર રિચર્ડ મેરવિન (Hare R. M.)
હૅર રિચર્ડ મેરવિન (Hare, R. M.) (જ. 21 માર્ચ 1919, બેકવેલ; સમરસેટ; અ. 29 જાન્યુઆરી 2002, ઑક્સફર્ડશાયર) : ઇંગ્લૅન્ડના પ્રખ્યાત નૈતિકતાના હિમાયતી તત્વચિન્તક. પાશ્ચાત્ય નૈતિક તત્વચિન્તનમાં અંગ્રેજ ચિન્તક હૅર તેમના સર્વદેશીય આદેશવાદ (universal prescriptivism) માટે વીસમી સદીના ઉત્તરાર્ધમાં ખૂબ જાણીતા થયા હતા. બેલિયોલ કૉલેજ, ઑક્સફર્ડમાં હૅર 1937માં અભ્યાસ માટે જોડાયા…
વધુ વાંચો >હ્યુમ ડૅવિડ
હ્યુમ, ડૅવિડ (જ. 26 એપ્રિલ 1711, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 25 ઑગસ્ટ 1776, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ) : સ્કૉટલૅન્ડમાં યુરોપીય જ્ઞાનપ્રકાશયુગ–પ્રબોધનયુગ(1700–1770)ના મુખ્ય પ્રવક્તા. હ્યુમ તત્વચિન્તક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. આધુનિક પાશ્ચાત્ય તત્વચિન્તનમાં લૉક અને બર્કલી સાથે હ્યુમનો સમાવેશ અનુભવવાદી (empiricist – અવલોકનવાદી – પ્રત્યક્ષવાદી) તત્વચિન્તકોના જૂથમાં કરવામાં આવે છે. લૉક અનુભવવાદી હતા. છતાં…
વધુ વાંચો >