મધુસૂદન બક્ષી

યંત્રવાદ

યંત્રવાદ : સજીવ અને નિર્જીવ તમામ પદાર્થો વિવિધ પ્રકારનાં યંત્રો જ છે, એવી વિચારધારા. યંત્રવાદ, ભૌતિકવાદ, કાર્યકારણ-આધારિત નિયતિવાદ અને પ્રકૃતિવાદ – આ બધા મતો સામાન્ય રીતે એકબીજાને ટેકો આપતા વિચારોનું જૂથ છે. ક્યાંક દ્વૈતવાદ પણ યંત્રવાદ સાથે જોડાયેલો છે. આધુનિક તત્વચિંતનના સ્થાપક ફ્રેન્ચ ચિંતક ડેકાર્ટ (1596–1650) દ્વૈતવાદી (dualist) હતા; મન…

વધુ વાંચો >

યાસ્પર્સ, કાર્લ

યાસ્પર્સ, કાર્લ (જ. 1883; અ. 1969) : વીસમી સદીના યુરોપીય અસ્તિત્વવાદી વિચાર-આંદોલનના અગ્રણી જર્મન મનોવૈજ્ઞાનિક અને તત્વચિંતક. જોકે, પોતાના અભિગમને અસ્તિત્વવાદી તત્વચિંતન તરીકે ઘટાવવા સામે તેમને વાંધો હતો. 1901થી 1908 સુધી યાસ્પર્સે જર્મનીની હાઇડલબર્ગ, મ્યૂનિક, બર્લિન અને ગૉટિંગન યુનિવર્સિટીઓમાં કાનૂની અને તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કર્યો હતો. એમ.ડી. થયા પછી 1908થી…

વધુ વાંચો >

રાઇલ, ગિલ્બર્ટ (Ryle, Gilbert)

રાઇલ, ગિલ્બર્ટ (Ryle, Gilbert) (જ. 1900; અ. 1976) : બ્રિટિશ તત્વચિંતક. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તે જ યુનિવર્સિટીમાં પછીથી તેઓ ટ્યૂટર તરીકે જોડાયા હતા અને પછી ‘વેઇનફ્લીટ પ્રોફેસર ઑવ્ મેટાફિઝિકલ ફિલૉસૉફી’ તરીકે તે જ યુનિવર્સિટીમાં તેમણે 1945થી 1968 સુધી સેવાઓ આપી હતી. અંગ્રેજી ભાષામાં ખૂબ જ ઊંચી…

વધુ વાંચો >

વાસ્તવવાદ (તત્વજ્ઞાન)

વાસ્તવવાદ (તત્વજ્ઞાન) : દેશકાળમાં ઉપસ્થિત જગતની ભૌતિક વસ્તુઓ તમામ જ્ઞાતાઓથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે એવી માન્યતા ધરાવતો તત્વજ્ઞાનના ક્ષેત્રે પ્રચલિત મત. વાસ્તવવાદ (realism) પ્રમાણે આવી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી બાહ્ય વસ્તુઓના ગુણધર્મો કે તેના પરસ્પરના સંબંધો જ્ઞાતાના મનમાં તેને વિશેની વિભાવનાઓથી કે જ્ઞાતા તેને જે રીતે ભાષામાં વ્યક્ત કરે છે…

વધુ વાંચો >

વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ  Idealism)

વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ  Idealism) : જ્ઞાનવિષયક અને તત્વવિષયક વિચારણાને લગતી વિભાવનાની સાંગોપાંગ ચર્ચા. પ્રારંભિક : Idealism શબ્દનો અહીં આદર્શવાદ એવો અર્થ થતો નથી, કારણ કે અહીં સામાજિક, નૈતિક કે રાજકીય કે ધાર્મિક idealsની – આદર્શોની રજૂઆત અપેક્ષિત નથી. અહીં જ્ઞાનવિષયક અને તત્વવિષયક (metaphysical) વિચારણા રજૂ થઈ છે અને તે સંદર્ભમાં…

વધુ વાંચો >

વિજ્ઞાનનું તત્વજ્ઞાન (philosophy of science)

વિજ્ઞાનનું તત્વજ્ઞાન (philosophy of science) તત્વજ્ઞાનની વિજ્ઞાનવિષયક એક શાખા છે. તેમાં પ્રાકૃતિક અને સમાજલક્ષી એમ બંને પ્રકારનાં વિજ્ઞાનોના તાર્કિક (logical) અને તાત્વિક (metaphysical) પ્રશ્નો અંગે વિચાર કરવામાં આવે છે. તેથી તેમાં તત્વજ્ઞાનની દૃષ્ટિએ થતા પદ્ધતિવિચાર(methodology)ની અને જગતના વાસ્તવિક સ્વરૂપ(reality)ની મીમાંસા કરવામાં આવે છે. (અહીં પ્રાકૃતિક વિજ્ઞાનોનું તત્વજ્ઞાન રજૂ કર્યું છે.)…

વધુ વાંચો >

વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન

વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન (જ. 1889, વિયેના; અ. 1951) : વીસમી સદીના અત્યંત પ્રભાવક ચિંતક. વિટ્ગેન્સ્ટાઇન 1908માં ઇંગ્લૅન્ડમાં વિમાનવિષયક ઇજનેરી વિદ્યા ભણ્યા. ઇજનેરીમાંથી ગણિતમાં અને ગણિતમાંથી ગણિતના તત્વજ્ઞાનમાં તેમને રસ પડ્યો. તેમણે બર્ટ્રાન્ડ રસેલના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ મૅથેમૅટિક્સ’ એ ગ્રંથનો અભ્યાસ કર્યો અને તેના પ્રભાવ હેઠળ 1912માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનનો…

વધુ વાંચો >

વિયેના સર્કલ (Vienna circle)

વિયેના સર્કલ (Vienna circle) : તત્વચિન્તકો, ગણિતશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓએ વિજ્ઞાનના અને તત્વજ્ઞાનના પ્રશ્નો વિશે ચર્ચાવિચારણા કરવા જર્મન તત્વચિંતક મૉરિત્ઝ શ્લિક(1882-1936)ના નેતૃત્વ હેઠળ વિયેના યુનિવર્સિટીમાં 1922માં રચાયેલું એક જૂથ. આમ તો વિયેનાના એક જૂના કૉફી-હાઉસમાં 1907માં વિજ્ઞાન અને તત્વજ્ઞાનના પ્રશ્નો વિચારવા માટે ભૌતિકવિજ્ઞાની ફિલિપ ફ્રૅન્ક, ગણિતશાસ્ત્રી હાન્સ હાન અને અર્થશાસ્ત્રી…

વધુ વાંચો >

વિલિયમ ઑવ્ ઑખામ

વિલિયમ ઑવ્ ઑખામ (જ. 1285; અ. 1349) : આધુનિક જ્ઞાનમીમાંસાના સ્થાપક બ્રિટિશ તત્વજ્ઞ. ઇંગ્લૅન્ડના ઑખામ ગામના વતની વિલિયમને ઑખામના વિલિયમ કે ‘વિલિયમ ઑખામ’ તરીકે કે ‘ઑખામ’ તરીકે ઓળખવામાં આવે છે. વિલિયમ ઑખામ ઇટાલીના અસીસીના સંત ફ્રાન્સિસ(1182-1226)ના ફ્રાન્સિસ્કન ખ્રિસ્તી સંપ્રદાય(order)ના સભ્ય હતા. તેમણે સંતોની અત્યંત ગરીબી અંગેનો જે આદર્શ સ્વીકાર્યો હતો…

વધુ વાંચો >

વૉલ્તેર (Voltaire)

વૉલ્તેર (Voltaire) (જ. 1694, પૅરિસ, ફ્રાન્સ; અ. 30 મે 1778, પૅરિસ) : મહાન ફ્રેન્ચ તત્વજ્ઞ. ઇટાલીને નવજાગૃતિકાળ મળ્યો. જર્મનીને ધર્મસુધારણાનું આંદોલન મળ્યું; પરંતુ ફ્રાન્સને વૉલ્તેર મળ્યા ! ફ્રાન્સ માટે તો ‘રેનેસાંસ’, ‘રેફર્મેશન’ અને અંશત: ‘રેવૉલ્યૂશન’ – એ ત્રણેયનો સંગમ વૉલ્તેરમાં થયો. વિક્ટર હ્યૂગોએ કહ્યું કે ‘વૉલ્તેર’ – એ નામમાં સમગ્ર…

વધુ વાંચો >