મધુકાન્ત ભગવાનજી પંડ્યા
ચંદ્રપ્રભા વટી
ચંદ્રપ્રભા વટી : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણ : કપૂર, વજ, મોથ, કરિયાતું, ગળો, દેવદાર, હળદર, અતિવિષ, દારુહળદર, ગંઠોડાં, ચિત્રક, ધાણા, હરડે, બહેડાં, આમળાં, ચવક, વાવડિંગ, ગજપીપર, સૂંઠ, મરી, લીંડીપીપર, સુવર્ણ માક્ષિકભસ્મ, જવખાર, સાજીખાર, સિંધાલૂણ, સંચળ અને બીડલૂણ – આ દરેક 1-1 ભાગ લેવામાં આવે છે. નસોતર, દંતીમૂળ, તમાલપત્ર, કાગદી…
વધુ વાંચો >(પૂર્ણ) ચંદ્રોદય રસ (મકરધ્વજ)
(પૂર્ણ) ચંદ્રોદય રસ (મકરધ્વજ) : આયુર્વેદિક ઔષધિ. નિર્માણ : બીરબહૂટી અને 7 ઉપવિષોથી બુભુક્ષિત કરેલ પારો 80 ગ્રામ, સોનાનાં વરક 10 ગ્રામ અને શુદ્ધ ગંધક 160 ગ્રામ લેવા. પ્રથમ પારો અને સોનાના વરખ એકત્ર કરી 3 દિવસ લીંબુના રસમાં તેમનું ખરલ કરવામાં આવે છે. રોજ સવારમાં તેમાં 10-10 ગ્રામ સિંધવચૂર્ણ…
વધુ વાંચો >ચંદ્રોદય વટી (મકરધ્વજ વટી)
ચંદ્રોદય વટી (મકરધ્વજ વટી) : આયુર્વેદીય ઔષધ. પાઠ 1 : ચંદ્રોદય રસ 40 ગ્રામ, ભીમસેની કપૂર 40 ગ્રામ પ્રથમ ખરલમાં ખૂબ લઢી લઈ, બારીક કરી લઈ, પછી તેમાં જાયફળ, સમુદ્રશોષ(વરધારા)નાં બી, લવિંગ અને કસ્તૂરી 3-3 ગ્રામ લઈ તેનું ચૂર્ણ કરી, ઉપર્યુક્ત દવામાં મિશ્ર કરવામાં આવે છે. ફરી દવા ખરલ કરી,…
વધુ વાંચો >ચંદ્રોદયાદિ વર્તિ
ચંદ્રોદયાદિ વર્તિ : આયુર્વેદિક ઔષધિ. હરડે, વજ, ઉપલેટ, લીંડીપીપર, કાળાં મરી, બહેડાનાં મીંજ, મન:શીલ તથા શંખનાભિ – આ બધી ચીજો સરખા વજને લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, બે દિવસ ખરલમાં દવા ઘૂંટવામાં આવે છે. પછી તેમાં બકરીનું દૂધ થોડું થોડું ઉમેરતાં જઈ, દવા છ કલાક ઘૂંટ્યા પછી તેની લાંબી સળી…
વધુ વાંચો >ચિત્રકાદિ વટી-ચૂર્ણ
ચિત્રકાદિ વટી-ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. ચિત્રક, પીપરીમૂળ, યવક્ષાર, સાજીખાર, સિંધાલૂણ, સંચળ, બિડલવણ, સામુદ્ર લવણ, ઔદભિદ લવણ, સૂંઠ, મરી, પીપર, હિંગ, અજમો અને ચવકનું કપડછાન ચૂર્ણ બનાવી તેને બિજોરોના રસની અથવા દાડમના રસની એક ભાવના આપી ચાર ચાર રતીના પ્રમાણની ગોળીઓ બનાવાય છે અથવા તો સૂકવીને ચૂર્ણ રૂપમાં પણ રાખી શકાય…
વધુ વાંચો >ચિંતામણિ રસ
ચિંતામણિ રસ : હૃદયરોગની ઔષધિ. પાઠ તથા નિર્માણ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, અભ્રક ભસ્મ, લોહભસ્મ, બંગભસ્મ, મોતીપિષ્ટિ અને શિલાજિત 10-10 ગ્રામ, સોનાના વરખ 3 ગ્રામ અને ચાંદીના વરખ 6 ગ્રામ લઈ પહેલાં ખરલમાં પારા-ગંધકની સાથે ઘૂંટીને, તેની કજ્જલી કરી, પછી તેમાં અન્ય ભસ્મો અને શિલાજિત મેળવી, તેમાં ચિત્રકમૂળના ક્વાથ…
વધુ વાંચો >છાગલાદ્ય ઘૃત
છાગલાદ્ય ઘૃત : ક્ષયરોગ તથા તેનાથી થયેલ ધાતુક્ષીણતા તેમજ ખાંસીમાં વપરાતું આયુર્વેદીય ઔષધ. તેમાં અરણી, અરલુ, પાટલા છાલ, શાલિપર્ણી, પૃષ્નીપર્ણી, ભોંયરીંગણી, ગોખરુ, શીવણમૂળ, બીલીમૂળ, અશ્વગંધા, શતાવરી, બલા, બકરાનું માંસ, જેઠીમધ, દ્રાક્ષ, અષ્ટવર્ગ, નીલોફર, નાગરમોથ, ચંદન, રાસ્ના, જીરું, સારિવા, વાવડિંગ, ચમેલી, ધાણા, હરડે, બહેડાં, મજીઠ, દાડમની છાલ, દેવદાર, કઠ, પ્રિયંગુ, કચૂરો,…
વધુ વાંચો >જલોદરારિ રસ
જલોદરારિ રસ : જળોદર રોગમાં વિરેચન (જુલાબ) માટે વપરાતું આયુર્વેદિક ઔષધ. લીંડીપીપર, કાળાં મરી, તામ્રભસ્મ, હળદર 1-1 ભાગ અને શુદ્ધ જમાલગોટા (નેપાળાનાં બીજ) 3 ભાગના સૂક્ષ્મ ચૂર્ણને થોરના દૂધમાં ખરલ કરીને બે રતીના માપની ગોળીઓ બનાવી સૂકવી તૈયાર કરવામાં આવે છે. વિરેચન થઈ જાય પછી દર્દીને સાંજે ખાટું દહીં અને…
વધુ વાંચો >જાતિફલાદિ ચૂર્ણ – વટી :
જાતિફલાદિ ચૂર્ણ – વટી : આયુર્વેદિક ઔષધિ. જાયફળ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર, તજ, નાગકેસર, કપૂર, સફેદ ચંદન, કાળા તલ, વાંસકપૂર, તગર, આંબળાં, તાલીસપત્ર, પીપર, હરડે, શાહજીરું, ચિત્રક, સૂંઠ, વાવડિંગ, મરી એ તમામ સરખે ભાગે લઈ તેમાં તેટલી જ શુદ્ધ ભાંગ તથા ભાંગ કરતાં બમણી સાકર લઈ, ખાંડી, કપડછાન ચૂર્ણ તૈયાર કરી…
વધુ વાંચો >જાત્યાદિ તેલ
જાત્યાદિ તેલ : આયુર્વેદમાં ચામડી ઉપર થતા વ્રણ, સ્ફોટ, ફોડલી, વાઢિયા વગેરે ઉપર બહાર લગાડવા માટે વપરાતું પ્રવાહી ઔષધ. ચમેલીનાં પાંદડાં, લીમડાનાં પાંદડાં, પરવળનાં પાંદડાં, કરંજનાં પાંદડાં, મીણ, જેઠીમધ, ઉપલેટ, હળદર, દારુહળદર, કડુ, મજીઠ, પદ્મકાષ્ઠ, લોધર, હરડે, નીલકમળ, મોરથૂથું, સારિવા અને કરંજબીજનો કલ્ક બનાવી કલ્કથી ચારગણું તલનું તેલ તથા તેલથી…
વધુ વાંચો >