બળદેવભાઈ કનીજિયા

સત્તાર, શડાક્ષરી (દેવાનાં પ્રિય)

સત્તાર, શડાક્ષરી (દેવાનાં પ્રિય) (જ. 1 જુલાઈ 1935, હંપાસાગર, કર્ણાટક) : પંડિત અને પુરાતત્વવિદ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા કર્ણાટક યુનિવર્સિટીમાંથી અને કેમ્બ્રિજ, યુ.કે.માંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ 1970-95 દરમિયાન કર્ણાટક યુનિવર્સિટીમાં ઇતિહાસ અને પુરાતત્વવિદ્યા વિભાગના પ્રાધ્યાપક તથા 1978-95 સુધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન આર્ટ-હિસ્ટરીના નિયામક તેમજ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્…

વધુ વાંચો >

સત્પથી, નંદિની (શ્રીમતી)

સત્પથી, નંદિની (શ્રીમતી) (જ. 9 જૂન 1931, વિશ્વનાથપુર, જિ. ખુર્દા, ઓરિસા; અ. 2005) : ઊડિયા લેખિકા અને અનુવાદક અને પ્રખર રાજકારણી. તેમણે ઊડિયામાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1958માં તેઓ ઓરિસા મહિલા રાહત આયોગનાં સેક્રેટરી; માસિક ‘ધરિત્રી’ અને ‘કલના’નાં સંપાદિકા; 1962-67 તથા 1968-72 દરમિયાન રાજ્યસભાનાં સભ્ય; 1966-68 દરમિયાન માહિતી અને પ્રકાશન…

વધુ વાંચો >

સત્પથી, બિજૉયકુમાર

સત્પથી, બિજૉયકુમાર (જ. 19 ઑક્ટોબર 1952, સુલિયા, જિ. જજપુર, ઓરિસા) : ઊડિયા વિવેચક અને નાટકકાર. તેમણે ઊડિયામાં ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે રેવનશા કૉલેજ, કટકમાં રીડર તરીકે કામગીરી કરી. 1993થી 1997 સુધી તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં ઊડિયા સલાહકાર બૉર્ડના સભ્ય રહ્યા; ‘રૂપકાર’ થિયેટર ઑર્ગેનાઇઝેશનના સ્થાપક; ગોકર્ણિકા સાહિત્ય…

વધુ વાંચો >

સત્યનારાયણ વિશ્ર્વનાથ

સત્યનારાયણ વિશ્વનાથ (જ. 1895, નંદમુર, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ; અ. 1976) : તેલુગુ ભાષાના સુવિખ્યાત કવિ અને લેખક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિશ્વનાથ મધ્યક્કારલુ’ માટે 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમની માતૃભાષા તેલુગુ હોવા સાથે તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન હતા. કૉલેજશિક્ષણ ચેન્નાઈમાં…

વધુ વાંચો >

સત્યાર્થી, દેવેન્દ્ર

સત્યાર્થી, દેવેન્દ્ર (જ. 28 મે 1908, ભાદૌર, જિ. સંગરુર, પંજાબ; અ. 12 ફેબ્રુઆરી 2003) : પંજાબી તથા હિંદી લેખક અને લોકસાહિત્યકાર. તેઓ 1948-56 દરમિયાન હિંદી માસિક ‘આજકાલ’ના સંપાદક રહેલા. તેઓ લોકગીતોના સંગ્રાહક તરીકે વધુ જાણીતા હતા. તેઓ બંગાળી, હિંદી, અંગ્રેજી, ઉર્દૂ તથા પંજાબી ભાષાના જાણકાર હતા. લોકગીતોનો સંગ્રહ કરવા તેમણે…

વધુ વાંચો >

સદાનંદ, કાલુવાકોલાનુ

સદાનંદ, કાલુવાકોલાનુ (જ. 22 ફેબ્રુઆરી 1939, પકાલા, જિ. ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેઓ પ્રાથમિક શાળાના આચાર્યપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ એકૅડેમિક કમિટીના ઉપાધ્યક્ષ, જિલ્લા પોસ્ટ-લિટરસી પ્રોગ્રામ, ચિત્તૂરના ઉપાધ્યક્ષ રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સામ્બય્યા ગુર્રમ્’ (1964); ‘ચલ્લાની ટલ્લી’ (1966) તેમના બાળકથાસંગ્રહો છે. ‘બંગારુ નાડચિન બાટા’…

વધુ વાંચો >

સદાનંદન, એસ. એલ. પુરમ્

સદાનંદન, એસ. એલ. પુરમ્ (જ. 1926, સેતુલક્ષ્મીપુરમ્, જિ. એલ્લેપ્પી; કેરળ) : મલયાળમના નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે મલયાળમ હાયર એક્ઝામિનેશન પાસ કરી. પછી રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાવાને કારણે તેમને થોડો વખત જેલવાસ થયો. તેઓ ખૂબ જાણીતા પુન્નાપ્રા-વયલાર બળવામાં સક્રિયપણે જોડાયેલા. તેમને રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસેનાની તરીકે તામ્રપત્ર એનાયત કરાયું છે. તેમનું પ્રથમ પ્રદાન…

વધુ વાંચો >

સનદી, બી. એ.

સનદી, બી. એ. (જ. 18 ઑગસ્ટ, 1933, શિન્ડોલી, જિ. બેલગામ, કર્ણાટક) : કન્નડ કવિ અને વિવેચક. તેમણે એમ.એ., બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. દૂરદર્શનના અધિકારીપદેથી સેવાનિવૃત્ત થયા પછી તેઓ લેખનકાર્યમાં પ્રવૃત્ત થયેલા. તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં કન્નડમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘તાજમહલ’ (1962); ‘પ્રતિબિંબ’ (1964);  ‘ધ્રુવબિંદુ’…

વધુ વાંચો >

સનાઈ ગોએન્બાબ

સનાઈ ગોએન્બાબ (જ. 1877, બિચોઇમ, ગોવા; અ. 1946) : કોંકણી નાટ્યકાર અને સાહિત્યકાર. તેમનું ખરું નામ વામન રઘુનાથ વર્ડે વાલવ્લિકર હતું. વતનમાં મૅટ્રિક્યુલેશન સુધીનું શિક્ષણ લીધા બાદ ગોવામાં અંગ્રેજીના શિક્ષક, પછી કરાંચી મ્યુનિસિપાલિટીમાં ક્લાર્ક અને છેલ્લે મુંબઈમાં મેઇસ્ટર લ્યુકિયસ બ્રુનિયા નામની જર્મન કંપનીમાં ઊંચી વહીવટી જગ્યા પર નિમાયા. 1926માં મતભેદ…

વધુ વાંચો >

સન્દિકૈ, કૃષ્ણકાન્ત

સન્દિકૈ, કૃષ્ણકાન્ત (જ. 1898, જોરહટ, આસામ; અ. 1982) : આસામીના વિદ્વાન લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘કૃષ્ણકાન્ત સન્દિકૈ રચના-સંભાર’ માટે 1985ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (મરણોત્તર) આપવામાં આવ્યો. તેમની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી રહી. 1919માં એમ.એ.માં સંસ્કૃતમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યારપછી યુનાઇટેડ કિંગ્ડમ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મૉડર્ન હિસ્ટરીમાં એમ.એ.ની…

વધુ વાંચો >