પ્ર. ઉ. શાસ્ત્રી

ત્રિશૂળ

ત્રિશૂળ : ત્રણ ફળાં, પાંખડાં કે અણીઓ ધરાવતું ભારતનું પ્રાચીન કાળનું શસ્ત્ર. ત્રિશૂળને ભગવાન શિવ સાથે મુખ્યત્વે જોડવામાં આવ્યું છે. ત્વષ્ટાએ સૂર્યના વૈષ્ણવ તેજમાંથી સર્જ્યું હોવાનો ઉલ્લેખ મત્સ્ય અને વિષ્ણુપુરાણમાં થયો છે. વાલ્મીકિએ રામાયણમાં ત્રિશૂળને જોરથી ઘુમાવી શત્રુ પર ફેંકવાનો ઉલ્લેખ કર્યો છે. મોંહે-જો-દડોના ઉત્ખનનમાંથી મળેલું ત્રિશૂળ તેનો પ્રાચીન કાળથી…

વધુ વાંચો >

ત્વષ્ટા

ત્વષ્ટા : વેદમાં સ્તુતિ કરાયેલા દેવો પૈકી એક. વેદાંગ નિરુક્તના લેખક યાસ્કે તેનાં ત્રણ નિર્વચનો આપ્યાં છે : (1) જે ઝડપથી ફેલાય છે તે એટલે કે વાયુ. (2) જે પ્રકાશે છે તે એટલે વિદ્યુતમાં રહેલો અગ્નિ. (3) જે પ્રકાશે છે તે એટલે આકાશમાં રહેલો સૂર્ય. ભાગવતમાં જણાવ્યા મુજબ બાર આદિત્યોમાં…

વધુ વાંચો >

દક્ષિણા

દક્ષિણા : હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોમાં આપવામાં આવતું દ્રવ્ય. ´દક્ષિણા´ શબ્દ છેક વેદમાં વપરાયેલો છે. વેદાંગ નિરુક્તના લેખક યાસ્કે ઋગ્વેદ 2/6/6માં પ્રયોજાયેલા દક્ષિણા શબ્દની વ્યુત્પત્તિ સારી રીતે વધારવાના અર્થમાં રહેલા દક્ષ્ ધાતુમાંથી આપી છે. (1) યજ્ઞમાં જે કંઈ ન્યૂનતા હોય તેને દૂર કરી તેને (ફળ તરફ) વધારે…

વધુ વાંચો >

દત્તાત્રેય

દત્તાત્રેય : હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના અવતાર ગણાયેલા અવધૂત યોગી. તેઓ અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. ભગવાન બ્રહ્માના પૌત્ર હતા. મહાભારત મુજબ તેમના પુત્રનું નામ નિમિ ઋષિ હતું. તેમની બહેન અમલા બ્રહ્મનિષ્ઠ ઋષિકા હતી. દુર્વાસા, સોમ અને અર્યમા તેમના ભાઈઓ હતા. તેમના શિષ્યોમાં અલર્ક, પ્રહ્લાદ, યદુ અને સહસ્રાર્જુન…

વધુ વાંચો >

દર્શન

દર્શન : પ્રાચીન ભારતના ઋષિઓને જ્ઞાનચજ્ઞુ દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી ઉદભવેલી વિચારપરંપરાઓ. જગતમાં જન્મીને મનુષ્ય લૌકિક વસ્તુઓનું જ્ઞાન ચર્મચક્ષુથી મેળવે છે. એ પછી પોતાને થતી અનેક શંકાઓનું તે નિરાકરણ કરે છે. શરીર વગેરે જડ વસ્તુઓનું કે તેમાં રહેલા ચેતન-તત્વનું પૃથક્કરણ કરી આત્મા, પરમાત્મા અને જગત વિશે અનુભવજન્ય જ્ઞાનની જે ચોક્કસ…

વધુ વાંચો >

દર્શપૂર્ણમાસયાગ

દર્શપૂર્ણમાસયાગ : દર્શ એટલે અમાસ અને પૂર્ણમાસ એટલે પૂનમ. એ બંને દિવસોએ કરવામાં આવતા યાગ એટલે ઇષ્ટિને દર્શપૂર્ણમાસયાગ કહે છે. અગ્નિહોત્ર રાખવો એ વેદના અધ્યયનનું ફળ છે. પ્રાચીન ભારતમાં વિદ્યાર્થી બ્રહ્મચર્યાશ્રમમાં વેદનો અભ્યાસ કરે એ પછી લગ્ન કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે. આ લગ્ન જે અગ્નિની સાક્ષીએ થાય તે અગ્નિ પતિ કે…

વધુ વાંચો >

દશરૂપક

દશરૂપક : દશમી સદીના અંતભાગમાં ધનંજયે રચેલો રૂપકના 10 પ્રકારની ચર્ચા કરતો સંસ્કૃત ગ્રંથ. રાજા મુંજ(974થી 995)ના  દરબારમાં આદર પામેલા લેખક ધનંજયે 300 જેટલી કારિકાઓ રચેલી છે, જ્યારે તેના ભાઈ ધનિકે તેના પર ઘણાં ઉદાહરણો આપી વૃત્તિ રચેલી છે. ભરતમુનિના નાટ્યશાસ્ત્રના 20મા અધ્યાયનું નામ દશરૂપવિધાન કે દશરૂપવિકલ્પન એવું છે તેના…

વધુ વાંચો >

દશશ્લોકી

દશશ્લોકી : શંકરાચાર્યે ભુજંગપ્રયાત છંદમાં રચેલા દશ સંસ્કૃત શ્લોકોનો સમૂહ. અંતિમ શ્લોક સિવાય તમામ શ્લોકોનું અંતિમ ચરણ સમાન છે. ‘तदेकोडवशिष्ट: शिव: केवलोडहम्’ આ અંતિમ ચરણમાં ‘હું તેમાં એક જ બાકી રહેલો કેવળ શિવ છું’ એમ કહેવામાં આવ્યું છે. આગલાં ત્રણ ચરણોમાં ‘હું જુદી જુદી વસ્તુઓ નથી’ એવું વિધાન કરવામાં આવ્યું…

વધુ વાંચો >

દંડ

દંડ : સમાજની સલામતી અને સુરક્ષાનું મહત્વનું સાધન. રાજનીતિશાસ્ત્ર અને વહીવટના સંદર્ભમાં ‘દંડ’ શબ્દનો ઉપયોગ થાય છે. શાસનવ્યવસ્થાનું મૂળભૂત અંગ દંડ છે અને તેથી તે લોકોના હકનું રક્ષણ કરનાર માધ્યમ બને છે. દંડ વિના જીવનવ્યવહાર સંભવિત નથી. દંડની ઉત્પત્તિ રાજ્ય સાથે થઈ. મનુષ્યની પ્રાથમિક અવસ્થામાં દંડ ન હતો કારણ કે…

વધુ વાંચો >

દાન

દાન : ધર્મબુદ્ધિથી કે દયાભાવથી પુણ્યાર્થે કોઈ વસ્તુ બ્રાહ્મણ કે ગરીબને મફત આપી દેવી તેનું નામ દાન. કાયદેસર પોતાને મળેલી વસ્તુ બીજાને અર્પણ કરવી તેને પણ દાન કહી શકાય. વસ્તુ પરથી સ્વત્વની નિવૃત્તિપૂર્વક પરસ્વત્વની ઉત્પત્તિ કરવાની ક્રિયાને યાસ્કાચાર્ય દાન કહે છે. ‘યોગકૌસ્તુભ’ મુજબ ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પોતાની શક્તિ પ્રમાણે…

વધુ વાંચો >