પ્રવીણચંદ્ર પરીખ
વિષ્ણુકુંડી શિલ્પકલા
વિષ્ણુકુંડી શિલ્પકલા : આંધ્રપ્રદેશમાં 6ઠ્ઠી-7મી સદી દરમિયાન વિષ્ણુકુંડી વંશના રાજાઓએ કંડારાવેલાં શૈલગૃહોની શિલ્પકલા. આ વંશમાં આ સમયગાળા દરમિયાન માધવવર્મા 1લો, વિક્રમેન્દ્રવર્મા 2જો અને તેનો પુત્ર ઇન્દ્રવર્મા કલાના ચાહક અને પ્રોત્સાહક હતા. એમણે વિજયવાડા પાસે આવેલ ઉંડવલ્લી અ મોગલરાજપુરમની ગુફાઓ કંડારાવી હતી. અહીંનાં શિલ્પો સારી રીતે સચવાયાં છે. આમાં અપસ્માર પુરુષ…
વધુ વાંચો >વિષ્ણુવર્ધન
વિષ્ણુવર્ધન : ઈ. સ. 1110થી 1141 દરમિયાન માયસોર વિસ્તારના કન્નડ પ્રદેશમાં શાસન કરતો દ્વારસમુદ્રનો હોયસળ વંશી રાજા. તે મૂળમાં જૈનધર્માવલંબી હતો પરંતુ રામાનુજાચાર્યના પ્રભાવથી તેણે વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો. રાજાનું મૂળ નામ વિહિદેવ હતું. વૈષ્ણવી દીક્ષા લીધા પછી પોતાનું નામ બદલીને વિષ્ણુવર્ધન રાખ્યું. બાંધકામપ્રિય રાજાએ તેના શાસનકાળ દરમિયાન નોંધપાત્ર દેવાયલો…
વધુ વાંચો >વિહારપરંપરા
વિહારપરંપરા : બૌદ્ધ સાધના અને શિક્ષણ માટેની સ્થાયી વ્યવસ્થા. બુદ્ધનિર્વાણ પછીના ‘ધર્મકાલ’માં બૌદ્ધ સંઘોરૂપી પ્રાચીન શિક્ષણકેન્દ્રોમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો થયા. બુદ્ધના ઉપદેશથી ઘણા લોકો ભિક્ષુવ્રત ગ્રહણ કરીને બૌદ્ધ સંઘમાં જોડાયા. કેટલાક કિશોરો પણ ભિક્ષુ બની વિહારોમાં રહેવા લાગ્યા. શ્રીમંતો અને રાજાઓ તરફથી મળતાં ઉદાર દાનોથી દેશમાં ઘણાં નગરોમાં વિહારો સ્થપાયા.…
વધુ વાંચો >વિંદ
વિંદ : કેકય નરેશ જયસેનનો પાટવી કુંવર. વસુદેવની બહેન રાધિકાદેવીનાં લગ્ન જયસેન સાથે થયાં હતાં. એને વિંદ અને અનુવિંદ નામે બે પુત્રો અને મિત્રવિંદા નામે એક પુત્રી હતાં. વિંદા જરાસંધ અને દુર્યોધનનો પક્ષ ધરાવતો હતો અને તે પોતાની બહેન મિત્રવિંદાને દુર્યોધન વેરે પરણાવવા માગતો હતો. મિત્રવૃંદાને શ્રીકૃષ્ણ પ્રત્યે આકર્ષણ હોવાથી…
વધુ વાંચો >વીર
વીર : કૌલ સાધનામાં પ્રયત્નપૂર્વક મોહ કે માયાના પાશને છેદી નાખનાર સાધક. કૌલ સાધનામાં ત્રણ પ્રકારના સાધક અથવા અધિકારી ગણાય છે : દિવ્ય, વીર અને પશુ. ‘વીર’ મધ્યમ કોટિના અધિકારી છે. આત્મા અને પરમાત્મા અથવા જીવ અને બ્રહ્મના અદ્વૈતનો આછો આભાસ મેળવીને સાધના માર્ગમાં ઉત્સાહપૂર્વક મોહ-માયાના પાશને છેદી નાખનાર સાધકને…
વધુ વાંચો >વીરભદ્ર
વીરભદ્ર : શિવનો મુખ્ય ગણ અને સેનાપતિ. શિવના સસરા દક્ષે યજ્ઞ કર્યો જેમાં શિવ અને સતીને નિમંત્રણ અપાયું નહિ આથી અપમાનિત થવાથી ક્રોધે ભરાયેલા શિવે પોતાની જટા પછાડી જેનાથી વીરભદ્ર પ્રગટ થયા. શિવના આદેશથી વીરભદ્રે પણ દક્ષના યજ્ઞનો ધ્વંશ કર્યો અને ઉપસ્થિત થયેલા ઋષિઓ વગેરેની પણ દુર્દશા કરી. યજ્ઞ ધ્વંસ…
વધુ વાંચો >વીરભદ્ર શિવની પ્રતિમા
વીરભદ્ર શિવની પ્રતિમા : શામળાજી — ગુજરાતમાંથી મળેલી અને બરોડા મ્યુઝિયમમાં સુરક્ષિત પાંચમી સદીની અનુપમ પ્રતિમા. ક્ષત્રપકાલ અને ગુપ્તકાલની ગુજરાતની શિલ્પકલાને જોડતી કડીરૂપ આ પ્રતિમા હોવાથી વિશેષ નોંધપાત્ર છે. પૂર્ણમૂર્ત સ્વરૂપે કંડારાયેલી આ પ્રતિમામાં શિવ ત્રિભંગમાં ઊભેલા છે. તેમના પગ ક્ષત્રપકાલીન શિલ્પોની સરખામણીએ પાતળા છે. તેમના ચાર હાથ પૈકી ડાબો…
વધુ વાંચો >વીરશૈવ દર્શન
વીરશૈવ દર્શન : દક્ષિણમાં કલ્યાણના રાજા બિજ્જલ કે વિજ્જલ(ઈ. સ. 1157-1167)ના મંત્રી આચાર્ય બસવે સ્થાપેલ સંપ્રદાય જે લિંગાયતને નામે પ્રસિદ્ધ થયેલો તેનું ‘શક્તિવિશિષ્ટાદ્વૈત’ દર્શન. આચાર્ય બસવ અને તેમના સમકાલીન રામય્યા તેમજ બીજા આચાર્યોએ વીરશૈવ સંપ્રદાયના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. બસવે આ સંપ્રદાયના આચાર અને સિદ્ધાંતને વ્યવસ્થિત સ્વરૂપ આપી એના…
વધુ વાંચો >વેંગી શિલ્પશૈલી
વેંગી શિલ્પશૈલી : દક્ષિણમાં આન્ધ્ર (સાતવાહન) રાજાઓ તથા ઇક્ષ્વાકુ રાજાઓના શાસન દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં બંધાયેલ અનેક સ્તૂપોની પીઠ પર આરસની અલ્પમૂર્તિ શિલ્પપટ્ટીઓમાં વ્યક્ત થયેલ ઉત્કૃષ્ટ શિલ્પકામ વેંગી શૈલીના નામે પ્રસિદ્ધ છે. આમાં જગ્ગયપેટ અને અમરાવતીનાં કેટલાંક શિલ્પોમાં વેંગી શૈલીનાં પ્રાથમિક લક્ષણો પ્રગટ થાય છે. અમરાવતી આ શૈલીનું…
વધુ વાંચો >વૈદ્યનાથ (જ્યોતિર્લિંગ)
વૈદ્યનાથ (જ્યોતિર્લિંગ) : બિહારમાં સંથાલ પરગણામાં આ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ. 51 શક્તિપીઠોમાં પણ આ સ્થાનની ગણના છે. અહીં સતીનું હૃદય પડેલું હોવાનું મનાય છે. આ મહાદેવનું એક નામ દેવધર પણ છે. રાવણ દ્વારા લવાયેલ શિવલિંગ વૈદ્યનાથ મહાદેવના મંદિરમાં સ્થાપિત છે. આ મંદિરના પરિસરમાં બીજાં 21 મંદિરો આવેલાં છે…
વધુ વાંચો >