પ્રમોદ રતિલાલ શાહ
ગેરુ (rust)
ગેરુ (rust) : ઘઉં, જવ, બાજરી, મકાઈ, કઠોળ જેવા પાકોમાં જાતજાતની ફૂગ દ્વારા થતો મુખ્ય રોગ. ગેરુ ફૂગની આશરે 4,000 જેટલી પ્રજાતિઓ જુદી જુદી આવૃતબીજધારી વનસ્પતિઓમાં ફૂગનો રોગ પેદા કરે છે. કાટ જેવી કથ્થાઈ, બદામી કે પીળા રંગની ફોલ્લીઓ ચાંદા રૂપે પાન કે દાંડી પર ગેરુ તરીકે જોવા મળે છે.…
વધુ વાંચો >ચિક એમ્બ્રીઓ (chick embryo)
ચિક એમ્બ્રીઓ (chick embryo) : મનુષ્ય કે અન્ય પ્રાણીઓના વિષાણુના સંવર્ધન માટે વપરાતું એક અગત્યનું માધ્યમ. આ પદ્ધતિમાં મરઘીના ફલિતાંડનું 5થી 12 દિવસ સુધી સેવન કરી તેની અંદર વિષાણુ ધરાવતા પ્રવાહીને સિરિંજ દ્વારા દાખલ કરવામાં આવે છે. વિકાસ પામતા આ ગર્ભને 36° સે. તાપમાને સેવન માટે મૂકવામાં આવે છે. સેવન…
વધુ વાંચો >છારો (mildew)
છારો (mildew) : વનસ્પતિમાં થતો એક ફૂગજન્ય રોગ. યજમાન વનસ્પતિનાં પાન, દાંડી કે ફળ પર સફેદ, ભૂખરા, બદામી કે અન્ય રંગની ભૂકી સ્વરૂપે ફૂગના અસંખ્ય બીજાણુઓ પ્રસરેલા હોય છે. વાસી બ્રેડ, કપડાં અને પડદા જેવી વસ્તુઓ પર આ ફૂગ પ્રસરતી હોય છે. આશરે 7181 જેટલી ફૂગની પ્રજાતિઓ વિશિષ્ટ યજમાન પર…
વધુ વાંચો >જીવવિરોધ (antagonism)
જીવવિરોધ (antagonism) : એક સૂક્ષ્મજીવના સાન્નિધ્યમાં બીજા સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકી જવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થતાં વિવિધ વૃદ્ધિઅવરોધક રસાયણો, પ્રતિજૈવો તેમજ વિષાક્ત ઉત્સેચકો તેની આસપાસ વસતા સૂક્ષ્મજીવની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હોય છે, દાખલા તરીકે; 1. સ્યૂડોમોનાસ તેમજ સ્ટેફિલોકૉક્સ જીવાણુઓ ફૂગવિરોધી (antifungal) રસાયણ ઉત્પન્ન કરતા હોવાથી તેમની હાજરીમાં…
વધુ વાંચો >જીવવિષ (microbial toxin)
જીવવિષ (microbial toxin) કેટલાક જીવાણુઓ અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો પ્રાણી તેમજ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન થાય તેવાં વિષ ઉત્પન્ન કરે છે, તેને જીવવિષ કહેવામાં આવે છે. જીવવિષના બાહ્ય વિષ અને આંતરિક વિષ – એમ બે પ્રકાર છે. (1) બાહ્ય વિષ : સૂક્ષ્મજીવો આ પ્રકારના વિષનો સ્રાવ પોતાના શરીરની બહાર કરે છે.…
વધુ વાંચો >જીવાણુનાશકો (bacteriophage)
જીવાણુનાશકો (bacteriophage) : જીવાણુઓ પર વાસ કરતા અને તેમનો ભોગ લેતા વિષાણુઓ (viruses)ની 1915થી 17ના અરસામાં ઇંગ્લૅન્ડમાં ટ્વોર્ટ અને ડી’ હેરેલે જીવાણુનાશકોની શોધ કરી. જુદા જુદા જીવાણુનાશકો વિશિષ્ટ જીવાણુઓને યજમાન તરીકે પસંદ કરી તેમના શરીરમાં વૃદ્ધિ પામે છે અને એમ નવા વિષાણુ પેદા કરે છે. T1થી T7; λ; ΦX 174…
વધુ વાંચો >જીવાણુમુક્ત પ્રાણી
જીવાણુમુક્ત પ્રાણી : માનવશરીરના વિવિધ ભાગોમાં વસતા સૂક્ષ્મજીવોની મનુષ્યશરીર પર થતી અસરો તપાસવા માટે પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓ. પ્રયોગશાળામાં પસંદ કરવામાં આવેલાં મરઘી, ઉંદર તેમજ ગિની-પિગ જેવાં પ્રાણીઓને સૌપ્રથમ જીવાણુમુક્ત પર્યાવરણમાં ઉછેરવામાં આવે છે. દાખલા તરીકે જીવાણુમુક્ત મરઘીના ઉછેર માટે 20 દિવસનાં ફલિત થયેલાં મરઘીનાં ઈંડાંને બહારથી જીવાણુનાશક રસાયણથી સાફ…
વધુ વાંચો >જૈવ ટૅક્નૉલૉજી
જૈવ ટૅક્નૉલૉજી (bio-technology) : માનવહિતાર્થે જૈવી તંત્રો- (biological systems)ના પરિવર્તન માટે યોજાતી પ્રવિધિ. જૈવ ટૅક્નૉલૉજીમાં માનવનિદાન અને સારવારમાં વપરાતાં યંત્રોનો પણ સમાવેશ થાય છે. જોકે હાલમાં જનીન-ઇજનેરી (genetic engineering), પેશી-સંવર્ધન (tissue-culture) અને એકક્લોની પ્રતિપિંડ (monoclonal antibody) સંવર્ધનને લગતી પ્રવિધિને પણ જૈવ ટૅક્નૉલૉજી તરીકે ઓળખવામાં આવે છે. અસલ જનીનમાં ફેરફાર કરવા…
વધુ વાંચો >જૈવ નિયંત્રણ
જૈવ નિયંત્રણ (biological control) : જમીન પર ઊગી નીકળતું નકામું ઘાસ, વનસ્પતિમાં રોગનું પ્રસારણ કરતાં કીટકો, સૂત્રકૃમિ (nematoda) અને વનસ્પતિમાં રોગ માટે કારણભૂત જંતુઓ તથા જીવાતોના નાશ માટે અન્ય સજીવો અથવા તેમની નીપજ દ્વારા અપનાવવામાં આવતી નિયંત્રણપદ્ધતિ. રાસાયણિક નિયંત્રણની સરખામણીમાં આ પદ્ધતિ વધુ અસરકારક અને ઓછી હાનિકર્તા નીવડે છે; ઘણી…
વધુ વાંચો >જૈવરાસાયણિક ઑક્સિજન માંગ
જૈવરાસાયણિક ઑક્સિજન માંગ (biochemical oxygen demand — BOD) : સ્યૂએઝ(વાહિતમળમૂત્ર)માં રહેલ વિવિધ કાર્બનિક પદાર્થોના સૂક્ષ્મજીવો દ્વારા થતા જારક વિઘટન-ઉપચયન (oxidation) માટેની પ્રાણવાયુની જરૂરિયાતને જૈવરાસાયણિક ઑક્સિજન માંગ કહે છે. ઑક્સિજનની આ જરૂરિયાત સ્યૂએઝમાં રહેલ કાર્બનિક પદાર્થના પ્રમાણના અનુસંધાનમાં બદલાતી રહે છે. કાર્બનિક પદાર્થોનું વધુ પ્રમાણ ધરાવતી તીવ્ર અને મધ્યમ સ્યૂએઝનો જૈવરાસાયણિક…
વધુ વાંચો >