પ્રભુદયાલ શર્મા
જુલે રીમે કપ
જુલે રીમે કપ : દુનિયાની સૌથી લોકપ્રિય લેખાતી રમત ફૂટબૉલ માટેનો વિશ્વકપ. શરૂઆત 1930માં આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ફેડરેશન દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વકપ યોજવાનું તેમજ જીતવાનું શ્રેય ઉરુગ્વેને જાય છે. આ વિશ્વકપ શરૂ કરવાનો મુખ્ય યશ ફ્રાન્સના 2 ફૂટબૉલપ્રેમી જુલે રીમે તથા હેન્રી ડિલોનેના ફાળે જાય છે. જુલે રીમે 30…
વધુ વાંચો >જેન્ટલ, આર. એસ.
જેન્ટલ, આર. એસ. (જ. 22 સપ્ટેમ્બર 1922, દિલ્હી; અ. 25 સપ્ટેમ્બર 1981) : હૉકીના ભારતીય ખેલાડી. પૂરું નામ રણધીરસિંહ જેન્ટલ. શરૂઆતમાં દિલ્હીની ઇન્ડિપેન્ડન્ટ સ્પૉર્ટ્સ ક્લબ તરફથી રમતા હતા. 1942માં દિલ્હી તરફથી રાષ્ટ્રીય હૉકી પ્રતિયોગિતામાં ભાગ લીધો અને દિલ્હીને રાષ્ટ્રીય વિજેતા બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો. 1944થી 1947 સુધી દિલ્હીનું પ્રતિનિધિત્વ અને…
વધુ વાંચો >જૉકી
જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…
વધુ વાંચો >જોગીંદરસિંઘ
જોગીંદરસિંઘ : ગોળાફેંકના ભારતીય ખેલાડી. રમતપ્રેમી પરિવારમાં જન્મ. ગોળાફેંકમાં ભારતમાં જ નહિ; પરંતુ સમગ્ર એશિયા ખંડમાં નામના મેળવી. 1957માં લશ્કરમાં જોડાયા. શરૂઆતમાં બૉક્સર થવા માટેના પ્રયાસો કર્યા; પરંતુ લશ્કરના એક અફસરની પ્રેરણાથી ગોળાફેંકનો અભ્યાસ શરૂ કર્યો. તેમની 193 સેમી. ઊંચાઈ અને સશક્ત શરીરને કારણે ખૂબ ઓછા સમયમાં ગોળાફેંકમાં નામના મેળવી…
વધુ વાંચો >જૉન્સ, વિલ્સન
જૉન્સ, વિલ્સન (જ. 2 મે 1922, પુણે; અ. 5 ઑક્ટોબર 2003) : ભારતના વિશ્વસ્તરના બિલિયર્ડ અને સ્નૂકરના ખેલાડી. નાનપણથી જ બિલિયર્ડ અને સ્નૂકરની રમતમાં રસ. ભારતને સૌપ્રથમ બિલિયર્ડમાં 1958માં કૉલકાતા મુકામે આયોજિત સ્પર્ધામાં વિશ્વકપ અપાવનાર મહાન ખેલાડી. 1962માં ઑસ્ટ્રેલિયામાં આયોજિત સ્પર્ધામાં બીજા નંબરે આવીને ‘રનર્સ અપ’ બન્યા હતા. 1964માં ન્યૂઝીલૅન્ડમાં…
વધુ વાંચો >ઝેટોપેક, એમિલ
ઝેટોપેક, એમિલ (જ. 19 સપ્ટેમ્બર, 1922, કોપ્રિવનિચ, ચેકોસ્લોવૅકિયા; અ. 22 નવેમ્બર 2000) : વિશ્વનો મહાન દોડવીર. તેના પિતાને ખેલકૂદમાં રસ નહોતો તેથી એમિલને નાનપણમાં ખેલકૂદની કોઈ તાલીમ પ્રાપ્ત થઈ શકી નહિ. જ્યારે તે 19 વર્ષનો થયો ત્યારે ઓચિંતાં તેને લાંબા અંતરની દોડ દોડવાની તીવ્ર ઇચ્છા જાગ્રત થઈ અને આ રીતે…
વધુ વાંચો >ટેબલ-ટેનિસ
ટેબલ-ટેનિસ : પ્રમાણમાં ઓછી જગ્યામાં રમી શકાય એવી લોકપ્રિય રમત. 1881માં આ રમત ઇંગ્લૅન્ડમાં શોધાઈ અને પ્રારંભમાં તે ‘ગાર્સિમા’ તરીકે અને ત્યારબાદ ‘પિંગપાગ’ તરીકે જાણીતી થઈ. આજે ચીનમાં આ રમત ‘પિંગપાગ’ તરીકે જ જાણીતી છે; પરંતુ આ રમત ટેનિસની જેમ ટેબલ પર રમાય છે એટલે તેનું નામ 1921માં ટેબલ-ટેનિસ રાખવામાં…
વધુ વાંચો >ડિસોઝા, સ્ટેફી
ડિસોઝા, સ્ટેફી (જ. 26 ડિસેમ્બર 1936, ગોવા; અ. 11 સપ્ટેમ્બર 1998, જમશેદપુર) : ભારતની 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડની અને હૉકીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારી મહિલા ખેલાડી. 1954માં મનિલાના એશિયાઈ રમતોત્સવમાં 4 × 100 મીટર ટપ્પા-દોડ ટીમના એક ખેલાડી તરીકે 49.5 સેકન્ડમાં દોડ પૂરી કરી સુવર્ણચંદ્રક અને 1958માં ટોકિયો…
વધુ વાંચો >ડી.સી.એમ. ફૂટબૉલ સ્પર્ધા
ડી.સી.એમ. ફૂટબૉલ સ્પર્ધા : આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતી ભારતમાં ખેલાતી ફૂટબૉલ સ્પર્ધા. ઈ. સ. 1945માં શરૂ થયેલી (દિલ્હી ક્લૉથ મિલ્સ) ફૂટબૉલ સ્પર્ધામાં સર્વપ્રથમ નવી દિલ્હીની હીરોઝ ક્લબે વિજય મેળવ્યો. છેલ્લાં પચીસ વર્ષથી આ સ્પર્ધામાં વિદેશની ટીમો સામેલ થતાં આજે તે ફૂટબૉલની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા બની ગઈ છે. 1994માં આ સ્પર્ધાની 50મી સુવર્ણજયંતી…
વધુ વાંચો >ડુરાન્ડ કપ
ડુરાન્ડ કપ : ભારતમાં ખેલાતી મહત્વની ફૂટબૉલ-સ્પર્ધા. ઈ. સ. 1888માં સર માર્ટિમેર ડુરાન્ડેએ લશ્કરી સૈનિકો એમના ફાજલ સમયમાં ફૂટબૉલ રમે તે માટે આ કપની ભેટ આપી. તેમના નામ ઉપરથી આ કપ ડુરાન્ડ તરીકે જાણીતો થયો. 1888થી 1913 સુધી સિમલામાં અને ત્યારબાદ દિલ્હીમાં આ સ્પર્ધા યોજાય છે. 1940માં દિલ્હીના નૅશનલ સ્ટેડિયમ…
વધુ વાંચો >