ડી.સી.એમ. ફૂટબૉલ સ્પર્ધા

January, 2014

ડી.સી.એમ. ફૂટબૉલ સ્પર્ધા : આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતી ભારતમાં ખેલાતી ફૂટબૉલ સ્પર્ધા. ઈ. સ. 1945માં શરૂ થયેલી (દિલ્હી ક્લૉથ મિલ્સ) ફૂટબૉલ સ્પર્ધામાં સર્વપ્રથમ નવી દિલ્હીની હીરોઝ ક્લબે વિજય મેળવ્યો. છેલ્લાં પચીસ વર્ષથી આ સ્પર્ધામાં વિદેશની ટીમો સામેલ થતાં આજે તે ફૂટબૉલની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા બની ગઈ છે. 1994માં આ સ્પર્ધાની 50મી  સુવર્ણજયંતી ઊજવવામાં આવી હતી અને તેમાં 4 વિદેશની ટીમોની સાથે કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો.

પ્રભુદયાલ શર્મા