ટૉગલ મિકૅનિઝમ : નાના ચાલક બળ વડે મોટા પ્રતિરોધ (resistance) ઉપર પ્રભુત્વ મેળવવા માટેની યંત્રરચના. કડીઓ વચ્ચેના સપાટ ખૂણાને સીધા કરીને તે રચના પ્રાપ્ત કરવામાં આવે છે. સાથેની આકૃતિમાં ટૉગલ યંત્રરચના દર્શાવેલ છે.

ટૉગલ યંત્રરચના

આ યંત્રરચનામાં કડી 4 અને 5 સરખી લંબાઈની છે. ખૂણો a જેમ  ઘટતો જાય તેમ કડી 4 અને 5 એકરૈખિક (collinear) બને છે. P અને Q વચ્ચેનો સંબંધ P/Q = 2 tan a વડે દર્શાવી શકાય છે. આ પ્રકારની યંત્રરચના, પથ્થરદળણયંત્ર (stone crusher) પકડ, ઘર્ષણ ક્લચ, વાયુચાલિત રિવેટર, પ્રેસ વગેરેમાં વપરાય છે. આકૃતિમાં વાયુચાલિત રિવેટરમાં વપરાતી યંત્રરચનાનો સિદ્ધાંત દર્શાવેલો છે. ઍર –પિસ્ટન જમણી બાજુએ ખસે છે. લિંક 4 ઝૂલે છે, જ્યારે લિંક 5 પિસ્ટનને ધક્કો મારે છે. લિંક 4 ઊર્ધ્વ દિશામાં આવે ત્યારે લિંક 3 ઉપરના નાના બળ વડે પિસ્ટન ઉપર મોટું બળ ઉત્પન્ન થાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ