પંકજ જ. સોની
બાયરન, જ્યૉર્જ ગૉર્ડન
બાયરન, જ્યૉર્જ ગૉર્ડન (જ. 22 જાન્યુઆરી 1788, ઇંગ્લૅન્ડ; અ. 19 એપ્રિલ 1824, મિસૉલૉન્ધી, ગ્રીસ) : ઇંગ્લૅન્ડનો અત્યંત વિખ્યાત રોમૅન્ટિક કવિ. પગે ખોડવાળા, બચપણમાં પિતાની છત્રછાયા ગુમાવનાર, જીવનના આરંભકાળથી જ શ્રીમંત સગાં તરફથી પોતાની વિધવા માની જેમ પોતે પણ ધિક્કારની તીવ્ર લાગણી અનુભવનાર, સ્કૉટિશ આયાની દેખરેખ નીચે કૅલ્વિનિસ્ટ સંસ્કારમાં ઉછેર પામનાર…
વધુ વાંચો >બાલ્ઝાક, હોનોરે દ
બાલ્ઝાક, હોનોરે દ (જ. 20 મે 1799, ટુર્સ, ફ્રાંસ; અ. 18 ઑગસ્ટ 1850, ફ્રાંસ) : ફ્રેંચ નવલકથાકાર. પોતાના જમાનાના સમગ્ર સમાજનું પ્રતિબિંબ નવલકથામાં ઉપસાવનાર, સામાજિક વાસ્તવવાદના જન્મદાતા સાહિત્યકાર. 8 વર્ષની ઉંમરે એક અત્યંત રૂઢિચુસ્ત શાળામાં છાત્ર તરીકે દાખલ થયા, પણ ત્યાંની કડક શિસ્ત ન ખમી શકવાથી થોડાંક વર્ષોમાં ઘેર પરત…
વધુ વાંચો >બૅટ્શમન, સર જ્હૉન
બૅટ્શમન, સર જ્હૉન (જ. 1906, લંડન; અ. 1984) : અંગ્રેજ કવિ. 1972માં સી. ડી. લૂઇસ(Cecil Day Lewis)ના નિધન બાદ ઇંગ્લૅન્ડના રાજકવિ. ભૂતકાળની સ્મૃતિઓ અંગે તીવ્ર સંવેદના ધરાવતા આ કવિની રચનાઓમાં અનેક સ્થાનોની સ્મૃતિ તથા સામાજિક પરિવર્તન ખૂબ જ ચોકસાઈથી મૃદુ શૈલીમાં રજૂ થયેલ હોવાથી તેઓ ટૂંકા ગાળામાં લોકપ્રિય કવિ તરીકે…
વધુ વાંચો >બેલો, સૉલ
બેલો, સૉલ (જ. 10 જૂન 1915, લેશિન, ક્વિબેક, કૅનેડા) : નોબેલ પુરસ્કાર(1976)ના વિજેતા અમેરિકન નવલકથાકાર. માતાપિતા રશિયન-યહૂદી. તેમણે 1913માં રશિયામાંથી કૅનેડામાં મૉન્ટ્રિયલ ખાતે સ્થળાંતર કર્યું. નવ વર્ષના સૉલને લઈને માબાપ શિકાગોમાં સ્થાયી થયાં. પરિવારની ભાષા યિડિશ હતી. 22 વર્ષની ઉંમરે સ્નાતકની ઉપાધિ મેળવી. અધ્યાપનની સાથે સાહિત્યોપાસના. પ્રિન્સ્ટનની યુનિવર્સિટી ઑવ્ મિનિયૅસોટા,…
વધુ વાંચો >બ્રાઉનિંગ, એલિઝાબેથ બૅરેટ
બ્રાઉનિંગ, એલિઝાબેથ બૅરેટ (જ. 6 માર્ચ 1806, ડરહામ નજીક; અ. 29 જૂન 1861, ઇટાલી) : અંગ્રેજ કવયિત્રી. અત્યંત કડક સ્વભાવના પિતા એડવર્ડ મૉલ્ટન બેરેટનાં 12 સંતાનોમાંનાં એક. વિધિસરનું કોઈ શિક્ષણ પ્રાપ્ત ન કરનાર એલિઝાબેથને વાચનનો ખૂબ શોખ. ખૂબ જ નાની ઉંમરમાં કાવ્યો લખવાનું શરૂ કરેલું. 1819માં તેમના પિતાએ એલિઝાબેથે લખેલ…
વધુ વાંચો >બ્રાઉનિંગ, રૉબર્ટ
બ્રાઉનિંગ, રૉબર્ટ (જ. 1812, લંડન; અ. 12 ડિસેમ્બર 1889, લંડન) : અંગ્રેજ કવિ. પિતા બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં સિનિયર કલાર્ક, પણ કલા અને સાહિત્યના રસિક. આ વારસો રૉબર્ટ બ્રાઉનિંગને મળ્યો. માતા સંગીતપ્રેમી, પિયાનોવાદક અને શ્રદ્ધાળુ. રૉબર્ટ બ્રાઉનિંગ 1828માં યુનિવર્સિટી ઑવ્ લંડનમાં દાખલ થયા પણ દોઢેક વર્ષ પછી અભ્યાસ છોડી દીધો. નાનકડા…
વધુ વાંચો >બ્રુક, રુપર્ટ
બ્રુક, રુપર્ટ (જ. 3 ઑગસ્ટ 1887, વૉર્વિકશાયર, ઇંગ્લંડ; અ. 23 એપ્રિલ 1915, સ્કાયરોસગ્રીસ) : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લૅન્ડના કવિ-દેશભક્ત. વીસમી સદીના આરંભમાં અંગ્રેજી સાહિત્યમાં અલ્પજીવી નીવડેલી જ્યૉર્જિયન કવિતાના પ્રતિનિધિ કવિ. રગ્બીની એક શાળાના શિક્ષકનો પુત્ર. ઉચ્ચ અભ્યાસ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં. અભ્યાસકાળ દરમિયાન વિદ્વાન તરીકેની ખ્યાતિ પામનાર આ કવિ અત્યંત સોહામણો અને…
વધુ વાંચો >બ્લૅક કૉમેડી
બ્લૅક કૉમેડી : તીખા કટાક્ષોથી સભર, આક્રમક, પ્રસ્થાપિત મૂલ્યોનું ઉન્મૂલન કરવાના ઇરાદે લખાયેલી નાટ્યકૃતિ. તેને ‘કૉમેડી ઑવ્ ધ ઍબ્સર્ડ’ કે ‘ટ્રૅજિક ફાર્સ’ જેવા શબ્દપ્રયોગોથી પણ ઓળખવામાં આવે છે. બ્લૅક કૉમેડીમાં બ્લૅક હ્યુમર ભારોભાર હોય છે. ‘બ્લૅક હ્યુમર’ શબ્દનો આધુનિક અર્થમાં સૌપ્રથમ વાર પ્રયોગ ફ્રેંચ પરાવાસ્તવવાદના પ્રણેતા આન્દ્ર બ્રેતોંએ કર્યો. 1940માં…
વધુ વાંચો >મરે, જૉન મિડલ્ટન
મરે, જૉન મિડલ્ટન (જ. 1889; અ. 1957) : અંગ્રેજ પત્રકાર અને વિવેચક. ઉચ્ચ શિક્ષણ ઑક્સફર્ડની બ્રેસેનૉઝ કૉલેજમાં પ્રાપ્ત કર્યું. કૉલેજકાળ દરમિયાન સાહિત્ય અને પત્રકારત્વ તરફની તેમની અભિરુચિ ધ્યાન ખેંચે તેવી હતી. અભ્યાસકાળ દરમિયાન જ તેઓ ‘રિધમ’ના તંત્રીપદે નિમાયા. પાછળથી 1919થી 1921 સુધી ‘ઍથેનિયમ’નું તંત્રીપદ સંભાળ્યું. 1923માં તેવા જ સાહિત્યિક સામયિક…
વધુ વાંચો >મારિવો, પ્યેર
મારિવો, પ્યેર (જ. 4 ફેબ્રુઆરી 1688, પૅરિસ; અ. 12 ફેબ્રુઆરી 1763, પૅરિસ) : ફ્રેંચ નાટ્યકાર, નવલકથાકાર અને પત્રકાર. પૅરિસના અત્યંત ધનિક કુટુંબમાં જન્મ. પિતા વકીલ હતા અને પુત્રને પણ વકીલાતની તાલીમ આપેલી, પણ મારિવોને રાજદરબારમાં ભજવાતાં નાટકોમાં વધુ રસ હતો. વીસ વર્ષની ઉંમરે પહેલું નાટક ‘ધ પ્રૂડન્ટ ઍન્ડ ઇક્વિટેબલ ફાધર’…
વધુ વાંચો >