પંકજ જ. સોની

મારો, ક્લેમાં

મારો, ક્લેમાં (જ. 1496, કેહૉર્સ, ફ્રાન્સ; અ. સપ્ટેમ્બર 1544, તુરિન, સેવૉય) : ફ્રેન્ચ રેનેસાંસ યુગના મહાન કવિ. પિતા ઝાં એન દ’ બ્રિટેન તથા ફ્રાન્સિસ(પહેલા)ના દરબારમાં સારો હોદ્દો ધરાવતા પ્રતિષ્ઠિત નાગરિક અને કવિ હતા. 1514માં મારો રાજાના મંત્રી દ’ વિલેરીના અંગત મદદનીશ બન્યા અને પિતાના પગલે દરબારી કવિ બનવાની મહેચ્છાથી ફ્રાન્સિસ(પહેલા)નાં…

વધુ વાંચો >

મિત્સ્ક્યેવિચ, ઍડમ (બર્નાર્ડ)

મિત્સ્ક્યેવિચ, ઍડમ (બર્નાર્ડ) (જ. 24 ડિસેમ્બર 1798, ઝાઓસી, નોવગોરોડ, રશિયા; અ. 26 નવેમ્બર 1855, કૉન્સ્ટંટિનોપલ) : પોલૅન્ડના મહાન કવિ અને જીવનભર રાષ્ટ્રીય મુક્તિના લડવૈયા. 1815થી 1819 સુધીનાં 4 વર્ષ વિલ્નિયસ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ દરમિયાન 1817માં એક ગુપ્ત દેશપ્રેમી વિદ્યાર્થી-સંગઠનમાં જોડાયા, જે પાછળથી ‘ઍરેટૉફિલિસ’ સાથે ભળી ગયેલું. 1822માં ‘પોએટ્ર–1’ નામનો બૅલડ,…

વધુ વાંચો >

મિસ્ત્રાલ, ફ્રેડરિક

મિસ્ત્રાલ, ફ્રેડરિક (જ. 8 સપ્ટેમ્બર 1830, ફ્રાન્સ; અ. 25 માર્ચ 1914, મેલેન) : 1904માં સ્પૅનિશ સાહિત્યકાર ઇચેગરે સાથેની ભાગીદારીમાં નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ કવિ; હકીકતમાં પ્રૉવેન્સલ કવિ. ફ્રાન્સની બહાર જેને પ્રૉવેન્સલ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે તે ઑસિટન બોલીમાં તેમનું સાહિત્ય લખાયેલું છે. મધ્યયુગમાં ઑસિટન સાહિત્યની બોલબાલા હતી, પણ ત્યારબાદ…

વધુ વાંચો >

મીસ્ટ્રાલ, ગેબ્રિયેલા

મીસ્ટ્રાલ, ગેબ્રિયેલા (જ. 7 એપ્રિલ 1889, વિચુના, ચિલી; અ. 10 જાન્યુઆરી 1957, ન્યૂયૉર્ક) : લૅટિન-અમેરિકાનાં કવયિત્રી. 1945માં નોબેલ પુરસ્કારથી સન્માનિત થનાર સૌપ્રથમ મહિલા-સાહિત્યકાર અને સૌપ્રથમ લૅટિન-અમેરિકન. તેમનાં કાવ્યોનાં ચાર પુસ્તકો અધિકૃત રીતે પ્રકાશિત થયેલાં છે : ‘ડેસલેશન’ (1922), ‘ટેન્ડરનેસ’ (1924), ‘ફેલિંગ ઑવ્ ટ્રીઝ’ (1938) અને ‘વાઇન પ્રેસ’ (1954). શિક્ષિકા તરીકે…

વધુ વાંચો >

મૅરિનેતી, ફિલિપો એમિલિયો

મૅરિનેતી, ફિલિપો એમિલિયો (જ. 22 ડિસેમ્બર 1876, ઍલેગ્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત; અ. 2 ડિસેમ્બર 1944, ઈટાલી) : ઇટાલિયન કવિ, સંપાદક તથા આધુનિક કલાની ભવિષ્યવાદ (futurism) ચળવળના પ્રણેતા. 1905માં શરૂ કરેલા સાહિત્યિક સામયિક ‘પોએસિયા’(Poesia)ને મૅરિનેતીએ ભવિષ્યવાદની ચળવળના પ્રસારનું માધ્યમ બનાવેલું. જગતની પ્રાચીન અને મધ્યકાલીન સંસ્કૃતિઓ, તેમનાં ધર્મ, પુરાકથાઓ, સાહિત્ય અને કલાઓનો ધ્વંસ કરી…

વધુ વાંચો >

યુકેન, રૂડૉલ્ફ ક્રિસ્ટૉફ

યુકેન, રૂડૉલ્ફ ક્રિસ્ટૉફ (જ. 5 જાન્યુઆરી 1846, ઑરિચ; ઈસ્ટ ફ્રીઝલૅન્ડ, પ. જર્મની; અ. 4 સપ્ટેમ્બર 1926, જેના, પૂ. જર્મની) : જર્મનીના આદર્શવાદી તત્વવેત્તા. શૈશવકાળમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠા; પણ અત્યંત સ્નેહાળ અને ઊંચી બુદ્ધિમત્તા ધરાવનાર માતાની હૂંફ નીચે પોતાના ગામ ઑરિચની શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તે દરમિયાન…

વધુ વાંચો >

યેટ્સ, ડબ્લ્યૂ. (વિલિયમ) બી. (બટલર)

યેટ્સ, ડબ્લ્યૂ. (વિલિયમ) બી. (બટલર) (જ. 13 જૂન 1865, સૅન્ડી-માઉન્ટ, ડબ્લિન; અ. 28 જાન્યુઆરી 1939, રૉકબ્રુન-કૅપ-માર્ટિન, ફ્રાન્સ) : અંગ્રેજ કવિ અને નાટ્યકાર. 1923માં તેમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. તે અગ્રણી આઇરિશ રાષ્ટ્રવાદી અને રાજકારણી પણ હતા. પિતા જે. બી. યેટ્સ વકીલાત છોડીને ચિત્રકાર બનેલા. કુટુંબ મૂળ ઇંગ્લૅન્ડનું, પણ…

વધુ વાંચો >

રૅબેલે, ફ્રાન્સવા

રૅબેલે, ફ્રાન્સવા (જ. આશરે 1483, પોઇતુ, ફ્રાન્સ; અ. 9 એપ્રિલ 1553, તુરેન, પૅરિસ) : ફ્રેન્ચ સાહિત્યકાર, દાક્તર અને માનવતાવાદી ચિંતક. તખલ્લુસ ઍલ્કોફ્રિબાસ નેસિયર. પિતા આંત્વાં ધનિક જમીનદાર અને વકીલ. કાયદાશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યા બાદ ધાર્મિક સંસ્થાઓ લા બૉમેત અને પુ-સૅત-માર્તિન કૉન્વેન્ત એત ફોન્ત-ને-લે કોંતમાં અભ્યાસ. નામદાર પોપે તેમની નિમણૂક બેનિદિક્તાઇન મઠમાં…

વધુ વાંચો >

રોંસા, પિયરે દ’

રોંસા, પિયરે દ’ (જ. 11 સપ્ટેમ્બર 1524, લ પૉસોનિયેર, ફ્રાન્સ; અ. 27 ડિસેમ્બર 1585, તૂર્સ) : ફ્રેન્ચ રેનેસાંસ કાળના અગ્રણી કવિ. ઉમદા કુટુંબમાં જન્મેલા આ કવિએ 1536માં 12 વર્ષની વયે રાજવી કુટુંબમાં અનુચર તરીકેની નોકરી સ્વીકારી અને રાજકુમારી મૅડલિનનાં લગ્ન પંચમ જેમ્સ સાથે થયાં ત્યારે તેમની સાથે એડિનબરો પ્રયાણ કર્યું.…

વધુ વાંચો >

લસાઝ, ઍલૉં રેને

લસાઝ, ઍલૉં રેને (જ. 6 મે 1668, સાર્ઝો, ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 1747, બૉલૉન) : ફ્રેન્ચ નવલકથાકાર અને નાટ્યલેખક. બ્રિટનીમાં જન્મેલા રેને કાયદાના અભ્યાસ માટે અને વકીલાત કરવા માટે પૅરિસ ગયેલા, પરંતુ થોડાક જ વખતમાં આ કારકિર્દીને તિલાંજલિ આપીને કલમના ખોળે માથું મૂકેલું. સાહિત્ય-સાધનાથી આજીવિકા રળવાની અને કુટુંબનું પોષણ કરવાની…

વધુ વાંચો >