પંકજ જ. સોની

દઝાઈ, ઓસમુ

દઝાઈ, ઓસમુ (જ. 19 જૂન 1909, જાપાન; અ. 13 જૂન 1948, ટોકિયો) : જાપાનના ટૂંકી વાર્તાના લેખક. પિતા ધનિક જમીનદાર. અગિયાર સંતાનોને જન્મ આપનારી તેમની માતા સતત બીમાર રહેતી હોવાથી તથા પિતા રાજકારણમાં ગળાબૂડ રહેતા હોવાથી બાળક ઓસમુ દઝાઈનો ઉછેર નોકરો દ્વારા જ થયો. એકલવાયું બાળપણ સમાપ્ત થતાં ઑમોરીમાં તથા…

વધુ વાંચો >

દારિયો, રુબેન

દારિયો, રુબેન (જ. 18 જાન્યુઆરી 1867, મેટાપા, નિકારાગુઆ; અ. 6 ફેબ્રુઆરી 1916) : લૅટિન-અમેરિકન કવિ. મૂળ નામ ફેલિક્સ રુબેન ગાર્શિયા સર્મીન્ટો. કિશોરવયમાં તેમણે કવિતા રચવાનું શરૂ કરેલું. 16 વર્ષની વયે સમસ્ત મધ્ય અમેરિકામાં તેમની કવિ તરીકે ખ્યાતિ પ્રસરી ચૂકી હતી. આ કવિનું શૈશવ વ્યથામાં વ્યતીત થયેલું. બે વાર લગ્નગ્રંથિથી જોડાયેલા…

વધુ વાંચો >

દુ ગાર્દ, રૉજર માર્ટિન (du Gard, Roger Martin)

દુ ગાર્દ, રૉજર માર્ટિન (du Gard, Roger Martin) (જ. 23 માર્ચ 1881, ફ્રાંસ; અ. 22 ઑગસ્ટ 1958 ફ્રાંસ) : ફ્રાંસના નવલકથાકાર, નાટ્યકાર તેમજ સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના 1937ના વર્ષના વિજેતા. તેમણે પ્રાચીન લિપિવિદ્યા તેમ જ પુરાતત્વવિદ્યાની તાલીમ લીધી હતી. આથી જ કદાચ તેમની કૃતિઓમાં તાટસ્થ્યપૂર્ણ અભિગમ તેમજ વિગતોની ઔચિત્યપૂર્વકની ચોકસાઈ…

વધુ વાંચો >

દુરેમાત, ફ્રેડરિચિ

દુરેમાત, ફ્રેડરિચિ (જ. 5 જાન્યુઆરી 1921, બેર્ન; અ. 14 ડિસેમ્બર 1990) : જર્મન સાહિત્યકાર. જન્મે સ્વિસ. તેમનો જન્મ બેર્નના કોનોલ્ફિન્ગેનમાં થયો હતો. યુનિવર્સિટી ઑફ ઝુરિકમાં અભ્યાસ પ્રારંભ્યો અને 1941માં યુનિવર્સિટી ઑફ બેર્નમાં ગયા, પરંતુ 1943માં લેખક અને નાટ્યકાર થઈ અભ્યાસ છોડ્યો. વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં ખ્યાતનામ બનેલા નાટ્યકાર મૅક્સ ફ્રિસ્ચના સમકાલીન.…

વધુ વાંચો >

નાગાઈ કાફૂ

નાગાઈ કાફૂ (જ. 3 ડિસેમ્બર 1879 ટોકિયો, જાપાન; અ. 30 એપ્રિલ 1959 ઇચિકાવા, જાપાન) : આધુનિક જાપાની લેખક. તેઓ પોતાની પ્રથમ નવલકથા ‘ફ્લાવર્સ ઑવ્ હેલ’(1902)થી જાણીતા બન્યા. તેમાં નિસર્ગવાદ અને વાસ્તવવાદનાં દર્શન થાય છે. ફ્રાન્સ, અમેરિકા વગેરે દેશોમાં દસેક વર્ષ પરિભ્રમણ કર્યા બાદ 1908માં પરત ફરતાં પાશ્ચાત્ય પદ્ધતિના ટોકિયો શહેરને…

વધુ વાંચો >

પો-ચૂ-ઈ

પો–ચૂ–ઈ (જ. 28 ફેબ્રુઆરી 772, હોનાન; અ. 8 સપ્ટેમ્બર 846 Lyoyang, ચીન) : ચીની કવિ. મુખ્યત્વે બૅલેડ કાવ્યો અને વ્યંગ્ય કવિતા માટે વિખ્યાત. સામાન્ય જનતા સમજી શકે તેવી કવિતા સર્જવાના આગ્રહી. તેમના કુટુંબમાં મોટા ભાગના સભ્યો કવિઓ અને અધિકારીઓ હતા. 794માં પિતાના નિધનથી સિવિલ સર્વિસની પરીક્ષાના અભ્યાસમાં વિક્ષેપ ઊભો થયો.…

વધુ વાંચો >

પ્રીસ્ટલી જૉન

પ્રીસ્ટલી જૉન (જ. 13 સપ્ટેમ્બર 1894, બ્રૅડફડર્, ઇંગ્લૅન્ડ. અ. 14 ઑગસ્ટ 1984, વૉર્વિકશાયર) : બ્રિટિશ નવલકથાકાર અને નાટ્યકાર. શાળાનું શિક્ષણ વતનમાં. ત્યારપછી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક તરીકેની નોકરી બાદ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ. કારકિર્દીના આરંભમાં ‘ધ ચૅપમૅન ઑવ્ રાઇમ્સ’ (1918) અને ‘ધ કેમ્બ્રિજ રિવ્યૂ’ માટે લખાયેલાં પ્રાસંગિક લખાણો ‘બ્રીફ ડાઇવર્ઝન્સ’…

વધુ વાંચો >

પ્રૂસ્ત, માર્સેલ

પ્રૂસ્ત માર્સેલ (જ. 26 સપ્ટેમ્બર 1754, એંજર્સ, ફ્રાન્સ; અ. 5 જુલાઈ 1826, એંજર્સ) : ફ્રેંચ નવલકથાકાર. ફ્રેંચ કૅથલિક કુટુંબના પિતા અને શ્રીમંત યહૂદી કુટુંબનાં માતાનું સંતાન. પિતા ખ્યાતનામ દાક્તર. પ્રૂસ્ત ઉપર 1880માં પ્રથમ વાર અસ્થમાનો હુમલો થયો. ત્યારબાદ તે દર્દ જીવનભર તેમનો પીછો કરતું રહ્યું. બાળપણમાં પોતાની નાનીમા સાથે ઇલિયસૅ…

વધુ વાંચો >

ફૉર્સ્ટર, ઈ. એમ.

ફૉર્સ્ટર, ઈ. એમ. (જ. 1879; અ. 1970) : બ્રિટિશ નવલકથાકાર. માનવતાવાદના બ્રિટનના મુખ્ય પ્રતિનિધિ. કૅમ્બ્રિજમાં અભ્યાસ. વીસમી સદીની શરૂઆતના ગાળામાં કૅમ્બ્રિજનિવાસ દરમિયાન ત્યાંનો તેમના જીવન ઉપર ગાઢ પ્રભાવ. વિપુલ પ્રમાણમાં પ્રવાસ દરમિયાન જિંદગીનાં વિવિધ પાસાંને સમજવાની ખીલેલી વૃત્તિ. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 5 નવલકથાઓ પ્રસિદ્ધ કરી : (1) ‘વ્હેર એંજલ્સ…

વધુ વાંચો >

ફ્રાન્સ, આનાતોલ

ફ્રાન્સ, આનાતોલ (જ. 16 એપ્રિલ 1844, પૅરિસ; અ. 12 ઑક્ટોબર 1924, પૅરિસ) : 1921નું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ફ્રેંચ નવલકથાકાર અને નિબંધકાર. સ્વયં-શિક્ષિત પિતાનો વ્યવસાય પુસ્તક-વિક્રેતાનો. આ સાહિત્યકારનું મૂળ નામ જૅક્સ આનાતોલ ફ્રાન્કૉઇસ થિબૉલ્ટ, પણ સાહિત્યજગતમાં ‘આનાતોલ ફ્રાન્સ’ તરીકે જાણીતા બન્યા છે. કૉલેજ સ્ટેનિસ્લાસ નામની કૅથલિક સ્કૂલનો આ સામાન્ય વિદ્યાર્થી…

વધુ વાંચો >