નીતિન કોઠારી
સમુદ્ર-વાતાવરણ આંતરસપાટી (sea-air interface)
સમુદ્ર–વાતાવરણ આંતરસપાટી (sea-air interface) : સમુદ્ર-મહાસાગર જળરાશિ અને વાતાવરણ વચ્ચેની સંપર્કસપાટી. આ બંને માધ્યમો વચ્ચે કેટલીક પ્રક્રિયાઓ થતી રહે છે, એ રીતે આ સપાટી પર્યાવરણ માટે ભૌતિક અને રાસાયણિક પરિબળો મારફતે ક્રિયાશીલ રહે છે, જેને પરિણામે જળરાશિની નજીકની જીવસૃદૃષ્ટિને જરૂરી પોષણ મળી રહે છે. અયનવૃત્તીય અક્ષાંશોના વિસ્તારમાં સૂર્યાઘાતથી જળસપાટી ગરમ…
વધુ વાંચો >સમુદ્રશાસ્ત્ર (Oceanography)
સમુદ્રશાસ્ત્ર (Oceanography) : સમુદ્રો અને મહાસાગરો સાથે સંકળાયેલાં તમામ પાસાંઓને આવરી લેતાં લક્ષણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન. સમુદ્રશાસ્ત્ર એ આધુનિક વિજ્ઞાન છે, જે જલાવરણની ભૌતિક, રાસાયણિક, ભૂસ્તરીય, જૈવિક, ગતિવિષયક તથા ભૌગોલિક બાબતોની માહિતી પૂરી પાડે છે. વિજ્ઞાનની વિવિધ શાખાઓ સાથે તે સંકળાયેલું હોવાથી તેમજ તેમની આંતરસંબંધિત પ્રક્રિયાઓ સાથે નિકટનો સંબંધ ધરાવતું…
વધુ વાંચો >સમુદ્ર-સીમા ધારો (Sea, Law of the)
સમુદ્ર–સીમા ધારો (Sea, Law of the) : સમુદ્ર-સીમા પરના આધિપત્ય માટેનો કાયદો. 1983ના ડિસેમ્બરની દસમી તારીખે દુનિયાના 117 દેશો જમૈકા ખાતે ‘સમુદ્રના કાયદા’ અંગેની સંધિમાં જોડાયા. આ કાયદા આંતરરાષ્ટ્રીય જળવિસ્તારની સીમા, જળમાર્ગ અને સમુદ્રની સંપત્તિના સંદર્ભમાં ઘડાયા. આ સંધિમાં અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ઇટાલી તથા બીજા ઘણા ઔદ્યોગિક અને વિકસિત…
વધુ વાંચો >સયામનો અખાત
સયામનો અખાત : થાઇલૅન્ડની દક્ષિણે આવેલો અખાત. અગાઉ તે સિયામના અખાત તરીકે ઓળખાતો હતો. તે દક્ષિણ ચીની સમુદ્રનો ફાંટો છે અને તેની સીમા પર ઉત્તરે થાઇલૅન્ડ, કામ્પુચિયા (કમ્બોડિયા) અને ઈશાન તરફ વિયેટનામ આવેલાં છે. તેની લંબાઈ 720 કિમી. અને પહોળાઈ 500થી 560 કિમી. જેટલી છે. તેના મથાળે તેમો ચાઓ ફ્રાયા…
વધુ વાંચો >સરગોધા (Sargodha)
સરગોધા (Sargodha) : પાકિસ્તાનના પંજાબ પ્રાતમાં આવેલો વિભાગ, જિલ્લો તથા શહેર. વિભાગીય મથક તેમજ જિલ્લામથક આ શહેર ખાતે આવેલાં છે. ભૌગોલિક સ્થાન : 32o 05’ ઉ. અ. અને 72o 40’ પૂ. રે.. વિભાગ : આ વિભાગ 43,763 ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લે છે. તેની રચના 1960માં કરવામાં આવેલી છે. આ…
વધુ વાંચો >સરાઇકેલા
સરાઇકેલા : ઝારખંડ રાજ્યના સિંઘભૂમ જિલ્લામાં આવેલું નગર. ભૌ. સ્થાન : 22o 43’ ઉ. અ. અને 85o 57’ પૂ. રે.. તે જમશેદપુરથી નૈર્ઋત્ય તરફ અને ચાઈબાસાથી ઈશાન તરફ લગભગ સરખા અંતરે આવેલું છે. આ નગર સુવર્ણરેખા નદીની શાખાનદીને કાંઠે વસેલું છે. અહીંનું ભૂપૃષ્ઠ અસમતળ છે. અહીં ચાંદીનાં ઘરેણાં બનાવવાનો ગૃહઉદ્યોગ…
વધુ વાંચો >સંગારેડ્ડી
સંગારેડ્ડી : આંધ્રપ્રદેશના મેડક જિલ્લાનું વડું વહીવટી મથક. તે સંગારેડ્ડીપેટ તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 17° 38´ ઉ. અ. અને 78° 07´ પૂ. રે. પર જિલ્લાના દક્ષિણ ભાગમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશ ખાતે મંજીરા નદીકાંઠે વસેલું છે. આ નગરનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિપેદાશો પર આધારિત છે. અહીંના આજુબાજુના વિસ્તારમાં ડાંગર,…
વધુ વાંચો >સંથાલ પરગણાં
સંથાલ પરગણાં : બ્રિટિશ શાસનકાળ દરમિયાન અસ્તિત્વ ધરાવતો તત્કાલીન બિહાર રાજ્યનો જિલ્લો; ભૌગોલિક સ્થાન : 24° 30´ ઉ. અ. અને 87° 21´ પૂ. રે.ની આજુબાજુનો 14,200 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લેતો હતો. આ પ્રદેશ ગંગા નદીના દક્ષિણ ભાગમાં કાંપના મેદાની ભાગથી બનેલો છે. તેની પૂર્વમાં જંગલઆચ્છાદિત રાજમહાલ ટેકરીઓ આવેલી છે,…
વધુ વાંચો >સંભલ
સંભલ : ઉત્તરપ્રદેશ રાજ્યના મોરાદાબાદ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 35´ ઉ. અ. અને 78° 33´ પૂ. રે.. પ્રાચીન વસાહતમાંથી વિકસેલા આ નગરનું મુસ્લિમ શાસન દરમિયાન વિશેષ મહત્ત્વ હતું. પંદરમી સદીના ઉત્તરાર્ધ અને સોળમી સદીના પૂર્વાર્ધ કાળ દરમિયાન સિકંદર લોદીના સમયમાં તે પ્રાંતીય પાટનગર હતું. પ્રાચીન કાળમાં આ…
વધુ વાંચો >સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)
સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates) નૈર્ઋત્ય એશિયાનાં સાત સ્વતંત્ર આરબ રાજ્યોનો સંઘ. ભૌ. સ્થાન : આ રાજ્યો 21o 30’ થી 26 o 15’ ઉ. અ. અને 51o 00o થી 56o 15’ પૂ. રે. વચ્ચેનો આશરે 83,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેમનું પૂર્વ-પશ્ચિમ અંતર 563 કિમી. અને ઉત્તર-દક્ષિણ…
વધુ વાંચો >