નગીનભાઈ જીવણલાલ શાહ
જૈન વ્રતો
જૈન વ્રતો : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી મન, વચન અને કાયા વડે નિવૃત્ત થવું તે વ્રત. જૈન સાધુ હિંસા આદિમાંથી સંપૂર્ણ નિવૃત્ત થાય છે તેથી તેમનાં આ પાંચ વ્રતો મહાવ્રતો કહેવાય છે. એથી ઊલટું, ગૃહસ્થાવસ્થાની મર્યાદાને કારણે જૈન ગૃહસ્થ હિંસા આદિમાંથી થોડા નિવૃત્ત થાય છે, તેથી તેમનાં આ…
વધુ વાંચો >તીર્થંકર
તીર્થંકર : તીર્થની સ્થાપના કરનાર. ગૃહવાસનો ત્યાગ કરી શ્રમણત્વ (સાધુપણું) સ્વીકારી યોગસાધના દ્વારા રાગદ્વેષનો આત્યંતિક ક્ષય કરી આત્મિક શક્તિઓનું આવરણ કરનાર, બધાં જ કર્મોનો ધ્વંસ કરી કેવળ જ્ઞાન (સર્વજ્ઞત્વ) પામ્યા પછી જે કોઈ જીવ તીર્થની સ્થાપના કરે છે તે તીર્થંકર. તીર્થ એટલે (1) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ…
વધુ વાંચો >થેરવાદ
થેરવાદ : બૌદ્ધ ધર્મના સાધુઓને લગતો એક સાંપ્રદાયિક સિદ્ધાંત. સંઘભેદની પ્રવૃત્તિ બુદ્ધના જીવનકાળથી અસ્તિત્વમાં હતી. સંઘભેદક તરીકે દેવદત્ત પ્રસિદ્ધ છે. દેવદત્ત વિનયની કઠોરતાનો પુરસ્કર્તા હતો. બુદ્ધનું વલણ ઉદાર હતું. બુદ્ધનિર્વાણ પછીના પ્રથમ વર્ષાવાસમાં થયેલી પહેલી સંગીતિ વખતે અને બુદ્ધનિર્વાણ પછી એકસો વર્ષે થયેલી બીજી સંગીતિ વખતે સંઘભેદની પરિસ્થિતિ નિર્માણ તો…
વધુ વાંચો >દર્શન અને ચિંતન, પુસ્તક 1–2
દર્શન અને ચિંતન, પુસ્તક 1–2 (1957) : સંસ્કૃત–પ્રાકૃત અને ભારતીય દર્શનોના પ્રકાંડ વિદ્વાન તેમજ સ્વતંત્ર ચિંતક પંડિત સુખલાલજીનાં ગુજરાતી લખાણોનો સંગ્રહ. તેના સંપાદકો, દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ) છે. તે સંગ્રહના સાત વિભાગો પૈકી સમાજ અને ધર્મ વિભાગના ધર્મવિષયક…
વધુ વાંચો >દેવર્ધ્ધિગણિ ક્ષમાશ્રમણ
દેવર્ધ્ધિગણિ ક્ષમાશ્રમણ (ઈ. સ.ની પાંચમી સદીનો ઉત્તરાર્ધ) : વિદ્વાન જૈન સાધુ. તેઓ આર્યમહાગિરિની શિષ્યપરંપરામાં ઉત્પન્ન થયા હતા. ‘કલ્પસૂત્રસ્થવિરાવલી’ મુજબ તેઓ આર્ય શાંડિલ્યના શિષ્ય હતા. ઈ. સ. 454 કે 467માં દેવર્ધ્ધિએ ‘કલ્પસૂત્ર’નું લેખન સમાપ્ત કર્યું અને એ જ વર્ષમાં આનંદપુરમાં પુત્રમરણથી શોકાતુર રાજા ધ્રુવસેનની ચિત્તશાંતિ માટે સભા સમક્ષ ‘કલ્પસૂત્ર’નું વાચન કર્યું.…
વધુ વાંચો >દ્વાદશાર નયચક્ર
દ્વાદશાર નયચક્ર (ઈ. સ.ની ચોથી શતાબ્દી) : વિશિષ્ટ પ્રકારનો અતિ મહત્વનો પ્રાચીન સંસ્કૃત દર્શનસંગ્રહ. સંભવત: વલભીપુરના વતની મહાતાર્કિક ‘વાદિપ્રભાવક’ મલ્લવાદી ક્ષમાશ્રમણે આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથનામ અન્વર્થક છે. જેમ રથના ચક્રમાં બાર આરા હોય છે તેમ આમાં પણ અરાત્મક બાર પ્રકરણો છે. એક એક અરમાં વિધિ આદિ બાર નયોના…
વધુ વાંચો >નાગાર્જુનસૂરિ
નાગાર્જુનસૂરિ (ઈ. સ. ની ચોથી શતાબ્દીનો પૂર્વાર્ધ) : જૈન આગમોને વ્યવસ્થિત કરનાર, નાગાર્જુની વાચનાના પ્રવર્તક. એમના સમયમાં ભયંકર દુકાળ પડ્યો. તેને કારણે જૈન શ્રમણોને અહીંતહીં છૂટા પડી નાના નાના સમૂહોમાં રહેવું પડ્યું. શ્રુતધર સ્થવિરો એકબીજાથી દૂર દૂર વિખૂટા પડી જવાને કારણે તેમજ ભિક્ષાની દુર્લભતાને કારણે જૈન શ્રમણોમાં અધ્યયન-સ્વાધ્યાય ઓછાં થઈ…
વધુ વાંચો >નિયતિવાદ (ભારતીય)
નિયતિવાદ (ભારતીય) : બધું જ પહેલેથી નિશ્ચિત થયેલું છે એવો સિદ્ધાંત. દરેક વ્યક્તિ કે પદાર્થની બધી જ અવસ્થાઓ પહેલેથી જ નિયત થયેલી છે, તેમાં ફેરફારને કોઈ જ અવકાશ નથી. અમુક માણસ શું શું કરવાનો છે, તેની શી શી દશાઓ થવાની છે, તે સુખ ભોગવવાનો છે કે દુ:ખ, તેના એક પછી…
વધુ વાંચો >નિરીશ્વરવાદ (ભારતીય)
નિરીશ્વરવાદ (ભારતીય) : ઈશ્વરને નહિ સ્વીકારનારો સિદ્ધાંત. સામાન્ય રીતે ‘ઈશ્વર’ શબ્દનો અર્થ અનન્તજ્ઞાની (સર્વજ્ઞ), અનન્તસુખમય, અનન્તવીર્યમય, નિત્યમુક્ત (ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેય કાળમાં મુક્ત), જગતકર્તા પુરુષ એવો કરવામાં આવે છે. આવો ઈશ્વર જૈન, બૌદ્ધ, સાંખ્ય, પ્રાચીન ન્યાય-વૈશેષિકો (કણાદ, અક્ષપાદ ગૌતમ અને વાત્સ્યાયન) અને મીમાંસા સ્વીકારતાં નથી. એટલે તેમને નિરીશ્વરવાદી ગણવામાં આવે…
વધુ વાંચો >નિર્વાણ
નિર્વાણ : બૌદ્ધમતે મોક્ષ. બૌદ્ધો મોક્ષ માટે ‘નિર્વાણ’ શબ્દનો પ્રયોગ કરે છે. બૌદ્ધમતે ચિત્ત જ આત્મા છે. ચિત્ત સ્વભાવથી પ્રભાસ્વર છે. જ્ઞાન અને દર્શન તેનો સ્વભાવ છે. રાગ-દ્વેષ આદિ મળો આગંતુક છે. આ આગંતુક મળો અનાદિ કાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં…
વધુ વાંચો >