ધર્મ-પુરાણ
ઇમામ અબૂ હનીફા
ઇમામ અબૂ હનીફા (જ. 699 કૂફા, ઇરાક; અ. 14 જૂન 767 બગદાદ, ઇરાક) : ઇસ્લામના હનીફા સંપ્રદાયના અગ્રણી ઇમામ. મૂળ નામ નુઅ્માન બિન સાબિત. વ્યવસાયે કાપડના વેપારી. વતન અર્વાચીન ઇરાકનું કૂફા શહેર. ઇસ્લામના ચાર સંપ્રદાયોમાં હનીફા મજહબના અનુયાયીઓ બીજા ત્રણ મજહબો (શાફઇ, માલિકી અને હંબલી) કરતાં ભારે બહુમતીમાં છે. એમનાં…
વધુ વાંચો >ઇમામ અલી બિન મૂસા
ઇમામ અલી બિન મૂસા (799 આસપાસ) : શિયા પંથના 12 ઇમામોમાં સાતમા – ઇમામ મૂસા અલ્ કાઝિમ. તેમની વંશાવળી નીચે પ્રમાણે છે : તેમણે ખિલાફતના અધિકારી હોવાનો પોતાનો હક બતાવ્યો એટલે રાજ્ય તરફથી એમને ઘણી મુસીબતો વેઠવી પડી. ઝેર આપીને તેમને બગદાદમાં મારી નાખવામાં આવ્યા હતા. તેમના વંશજો અને અનુયાયીઓ…
વધુ વાંચો >ઇમામ અહમદ ઇબ્ન હંબલ
ઇમામ અહમદ ઇબ્ન હંબલ (જ. નવેમ્બર 780, બગદાદ; અ. 2 ઑગસ્ટ 855 બગદાદ) : સુન્ની મુસ્લિમોના ચોથા ઇમામ. જન્મ બગદાદમાં. તેમણે હદીસનું જ્ઞાન બીજા ઇમામ શાફેઇ પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ ધર્મની બાબતમાં અત્યંત ચુસ્ત હતા. ધાર્મિક સિદ્ધાંતોને અક્કલની કસોટી ઉપર પારખીને અપનાવનાર મુઅ્તઝેલી સંપ્રદાયની વિરુદ્ધ એમણે ઝુંબેશ ઉપાડી હતી.…
વધુ વાંચો >ઇમામશાહ
ઇમામશાહ (જ. 1452; અ. 1513 અથવા 1520) : અમદાવાદની દક્ષિણે પીરાણાના જાણીતા પીર. તેઓ મુહમ્મદ બેગડાના સમયમાં (આ. 1470-71) ઈરાનથી ગુજરાતમાં આવી અમદાવાદની ઉત્તરે આશરે 14 કિમી. ઉપર આવેલા ‘ગીરમથા’ નામના ગામમાં સ્થાયી થયા. એ ગામને આજે ‘પીરાણા’ અર્થાત્ પીરોના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. એમના ચમત્કારોને કારણે ગુજરાતના સુલતાન…
વધુ વાંચો >ઇલા
ઇલા : પુરાણ અનુસાર વૈવસ્વત મનુની પુત્રી. શ્રીહરિના વરદાનથી ઇલાનું સુદ્યુમ્ન નામે પુરુષમાં પરિવર્તન થયું, પરંતુ શિવપાર્વતીનો વનમાં પ્રવેશ થતાં એ પાછો સ્ત્રી બની ગયો. ઇલા ચંદ્રપુત્ર બુધને પરણી અને તેનાથી એને પુરુરવા નામે પુત્ર થયો એવી પુરાણકથા છે. ઇલા-બુધનો વંશ ઐલ વંશ તરીકે અને બુધ ચંદ્રનો પુત્ર હોઈ આગળ…
વધુ વાંચો >ઇસિભાસિયાઇં
ઇસિભાસિયાઇં (ઋષિભાષિતાનિ) : જૈન ધર્મનો એક પ્રાચીન વિશિષ્ટ આગમ ગ્રંથ. શ્વેતાંબર જૈનોના 45 આગમ ગ્રંથોમાં આનો સમાવેશ નથી થતો, પરંતુ જૈન ધર્મમાં દીક્ષિત ન થયા હોય અને છતાં જે કેવળજ્ઞાની ગણાતા હોય તેવા જૈનેતર ઋષિ કે મુનિને જૈન ધર્મમાં ‘પ્રત્યેકબુદ્ધ’ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આવા પ્રત્યેકબુદ્ધ ઋષિ દ્વારા ભાષિત ઉપદેશ…
વધુ વાંચો >ઇસિસ
ઇસિસ : પ્રાચીન ઇજિપ્તની એક મહત્વની દેવી, પ્રાચીન ચિત્રલિપિમાં જેનો અર્થ ‘સિંહાસન’ થાય છે. તેના ગ્રીક રૂપના આધારે તેનું નામ પડ્યું હોય તેવો સંભવ છે. પિરામિડના (Pyramid Texts) અભિલેખોમાં તેનો ઉલ્લેખ ‘મુખ્ય શોક પાળનાર’ તરીકે કરવામાં આવ્યો છે. ઓસિરિસ નામના દેવતાની તે પત્ની તથા હોરસ નામના પુત્રની તે માતા છે.…
વધુ વાંચો >ઇસ્માઇલી સંપ્રદાય
ઇસ્માઇલી સંપ્રદાય : ઇસ્લામ ધર્મનો શિયાપંથી સંપ્રદાય. ઇસ્લામ ધર્મના બે વિભાગો સુન્ની અને શિયા. ઇસ્માઇલી સંપ્રદાયની ઉત્પત્તિ 1400 વર્ષ પૂર્વે હિજરી સન 11(ઈ. સ. 632)માં હજરતઅલી(અલયહીસલામ)ની ઇમામ તરીકે તખ્તનશીનીથી થઈ. તેનો કાળક્રમે વિકાસ ચાર વિભાગોમાં થયો : (1) અરબસ્તાન અને ઇમામત. ઇસ્માઇલી કોમના પહેલા ઇમામ હ.અલી(અ.)થી 10મા ઇમામ હ. રઝી…
વધુ વાંચો >ઇસ્લામ
ઇસ્લામ : વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક. ઇસ્લામ, ઈશ્વરપ્રેરિત વિશ્વવ્યાપી ધર્મપરંપરાનો એક ભાગ છે. ઈશ્વરે આત્મપરિચય અર્થે સૃષ્ટિ અને તેની અંદર માનવીનું સર્જન કર્યું હતું. આ માનવી ઈશ્વરનો પરિચય મેળવે, જીવન વિતાવવાનું માર્ગદર્શન પ્રાપ્ત કરે અને મૃત્યુ પછીના શાશ્વત જીવનમાં સફળ થઈ જાય તે માટે ઈશ્વરે પોતાના પયગંબરો, રસૂલો, નબીઓ, અવતારો…
વધુ વાંચો >ઈદ
ઈદ : જુઓ ઇસ્લામ.
વધુ વાંચો >