દિનેશ શુક્લ

લાસવેલ, હૅરલ્ડ ડી.

લાસવેલ, હૅરલ્ડ ડી. (જ. 13 ફેબ્રુઆરી 1902, ડોનેલ્સન, ઇલિનૉઈ, અમેરિકા; અ. 18 ડિસેમ્બર 1978) : રાજકારણ, રાજકીય સત્તા અને વ્યક્તિત્વ વચ્ચેના રાજકીય-મનોવૈજ્ઞાનિક (political psychological) સંબંધોનો અભ્યાસ કરનાર અગ્રણી અમેરિકન રાજ્યશાસ્ત્રી. 1926માં શિકાગો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા તે પૂર્વે આ યુનિવર્સિટીમાંથી તેમણે શૈક્ષણિક કારકિર્દીનો આરંભ કરીને 1924થી 1938 સુધી અધ્યાપનકાર્ય કર્યું હતું.…

વધુ વાંચો >

લોકપૃચ્છા (referendum)

લોકપૃચ્છા (referendum) : કોઈ સાર્વજનિક મહત્વના પ્રશ્ન વિશે નિર્ણય લેતા પહેલાં લોકોને પૂછવું તે. લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ કોઈ નિર્ણય લે તેને બદલે ખુદ લોકો જ તેના પર વિચાર કરીને પોતાનો અભિપ્રાય જણાવે, એ એમાં અભિપ્રેત છે. આ પદ્ધતિને પ્રત્યક્ષ લોકશાહીની પદ્ધતિ કહેવામાં આવે છે. [પ્રત્યક્ષ લોકશાહીની બીજી પદ્ધતિઓમાં લોકમત…

વધુ વાંચો >

લોકમત (plebiscite)

લોકમત (plebiscite) : મહત્વના રાજકીય પ્રશ્ર્નો વિષે સમગ્ર મતદારસમૂહ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે તે. લોકમત પણ એક અર્થમાં લોકપૃચ્છા જ છે. આ પણ પ્રત્યક્ષ લોકશાહીની એક પદ્ધતિ છે, જેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહિ પણ ખુદ લોકો જ પોતાનો મત સીધો વ્યક્ત કરે છે. લોકમતનો સૌથી વધુ સફળ અને લાંબો…

વધુ વાંચો >

વર્તનલક્ષીવાદ અને ઉત્તર વર્તનલક્ષીવાદ

વર્તનલક્ષીવાદ અને ઉત્તર વર્તનલક્ષીવાદ : રાજકીય હકીકતોનાં વર્ણન, વિશ્લેષણ અને અધ્યયનનો એક વિશિષ્ટ અભિગમ. આ અભિગમ રાજકીય વર્તનના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમજ રાજ્યશાસ્ત્રને કાનૂની, ઔપચારિક અને ચિંતનાત્મક પરિમાણમાંથી મુક્ત કરી તેને ‘વિજ્ઞાન’ બનાવવા પર વિશેષ ભાર મૂકે છે. સમાજમાં રહેતા અને પરસ્પર આંતરક્રિયા કરતા મનુષ્યો અને તેમનાં…

વધુ વાંચો >

વ્યક્તિવાદ

વ્યક્તિવાદ : વ્યક્તિને કેન્દ્રમાં રાખી, વ્યક્તિ જ સ્વયમેવ ધ્યેય છે અને વ્યક્તિમાત્રની સ્વતંત્રતા એ સર્વોપરી મૂલ્ય છે, એવી માન્યતા ધરાવતી સામાજિક-રાજકીય તત્વચિંતનની શાખા અથવા વિચારધારા. સામાજિક જૂથ અથવા કોઈ પણ સામૂહિકતા કુટુંબ કબીલા ટોળી, જ્ઞાતિ જાતિ, વર્ગ, ગામ, પ્રદેશ, દેશ, રાષ્ટ્ર કે રાજ્ય એ સૌથી ઉપર વ્યક્તિ છે અને એ…

વધુ વાંચો >

સત્તા

સત્તા : કોઈ પણ ક્ષેત્રમાં નીતિવિષયક નિર્ણયો લેવાના, તે નિર્ણયોને અમલમાં મૂકવા માટેના નિયમો કે ધોરણો ઘડવાના તથા તે મુજબ ઉપર્યુક્ત નિર્ણયોને અમલમાં મૂકવાના અધિકારોનો નિર્દેશ કરતું પરિબળ. સત્તાનો ખ્યાલ સામાજિક વિજ્ઞાનોમાં અને ખાસ તો રાજ્યશાસ્ત્રમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે. રાજકીય પ્રક્રિયાના લગભગ બધા સ્તરો(પંચાયતથી સંયુક્ત રાષ્ટ્રો સુધી)એ વધતા-ઓછા પ્રમાણમાં…

વધુ વાંચો >

સમાનતા (રાજ્યશાસ્ત્ર)

સમાનતા (રાજ્યશાસ્ત્ર) : કશાયે ભેદભાવ વિના પ્રત્યેક મનુષ્યને અને રાજ્યને વિવિધ સંદર્ભે સમાન ગણવા પર ભાર મૂકતી અત્યંત અઘરી અને વિવાદાસ્પદ વિભાવના. સામાજિક વિજ્ઞાનોમાં સમાનતાનો ખ્યાલ અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સમાનતા એક સામાજિક, આર્થિક, રાજકીય સિદ્ધાંત પણ છે અને એક સામાજિક મૂલ્ય પણ છે. સમાજમાં અસમાનતા કેમ છે, તે…

વધુ વાંચો >

સમાન નાગરિક ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ)

સમાન નાગરિક ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ) : ભારતમાં વસતા બધા નાગરિકોના કૌટુંબિક સંબંધોનું નિયમન કરતા કાયદા કોમી તફાવતો વગર સમાન ધોરણે અમલી બનાવવાનું લક્ષ્ય ધરાવતો ધારો. ધર્મ (સંપ્રદાય) અથવા કોમ-આધારિત વૈયક્તિક કાયદાઓ(પર્સનલ લૉઝ)ને બદલે ભારતમાં વસતી બધી કોમો માટે સમાન નાગરિક ધારો ઘડવાનો અને તેને અમલમાં મૂકવાનો રાજ્ય પ્રયાસ કરે,…

વધુ વાંચો >

સમૂળી ક્રાંતિ (1948)

સમૂળી ક્રાંતિ (1948) : સ્વતંત્ર ભારતને સાચા અર્થમાં એક આદર્શ રાષ્ટ્ર બનાવવાની આકાંક્ષાથી 1948માં પ્રગટ થયેલું કિશોરલાલ મશરૂવાળાનું એક બહુ જાણીતું પુસ્તક. સંપ્રદાયો, જ્ઞાતિઓ અને ભાષાઓના આધાર પર ભારત એક વિભાજિત દેશ છે. તે સાથે તે એક ગરીબ દેશ પણ છે. આ બધા ભેદભાવોને ટાળીને દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા…

વધુ વાંચો >

સર્વજનસંકલ્પ (General will)

સર્વજનસંકલ્પ (General will) : એક એવી વિભાવના, જે પ્રત્યેક વ્યક્તિની સદ્ભાવભરેલી સાચી ઇચ્છાઓનો સમૂહ હોય. ફ્રેન્ચ રાજકીય ચિંતક જ્યાં જેક્સ રૂસો(1712-1778)એ રજૂ કરેલ ‘’સર્વજનસંકલ્પ’નો ખ્યાલ રાજકીય ચિંતનમાં તેનું મૌલિક, મહત્ત્વનું અને વિશિષ્ટ પ્રદાન ગણાય છે. સામાજિક કરારના સિદ્ધાંતકારો હૉબ્સ, લૉક અને રૂસોએ કુદરતી અવસ્થામાં રહેતી વ્યક્તિઓ વચ્ચે થયેલ સામાજિક કરાર…

વધુ વાંચો >