દિનેશ શુક્લ

સંઘરાજ્ય (confedaration)

સંઘરાજ્ય (confedaration) : જ્યારે બે અથવા વધુ રાજ્યો કોઈ ચોક્કસ હેતુ અથવા ધ્યેય (જેમ કે, સંરક્ષણ, આર્થિક-વેપારી સંબંધો) સિદ્ધ કરવા માટે અરસપરસ કરાર કરી ભેગાં થઈને કોઈ તંત્ર રચે ત્યારે તેને સામાન્ય રીતે, સંઘરાજ્ય અથવા સમૂહતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા તંત્રમાં જોડાતાં રાજ્યો પોતાની સાર્વભૌમ સત્તાનો સંપૂર્ણપણે ત્યાગ કરતા…

વધુ વાંચો >

સામ્યવાદ

સામ્યવાદ : કાર્લ માર્કસ (1818-1883) અને ફ્રેડરિક એંજલ્સે (1820-1895) મળીને 19મી શતાબ્દીના મધ્ય અને અંતિમ ભાગ દરમિયાન વિકસાવેલી સમાનતાલક્ષી વિચારધારા. આ વિચારધારાને ઘણા માર્કસવાદના નામે પણ ઓળખે છે. માકર્સે કેટલાક પાયાના પ્રશ્ર્નો વિચારી તેના ઉપર કામ કર્યું : માનવ-સમાજનું આજનું સ્વરૂપ આવું કેમ છે ? એમાં જે પરિવર્તનો આવે છે…

વધુ વાંચો >

સામ્રાજ્યવાદ

સામ્રાજ્યવાદ : એક રાષ્ટ્ર અથવા રાજ્ય બીજાં રાષ્ટ્રો, વિસ્તારો અથવા લોકસમૂહો પર પોતાની સત્તા અથવા પ્રભાવ સ્થાપવા અને ફેલાવવા પ્રવૃત્ત થાય તેવું વલણ. તેની આ સામાન્ય અથવા વિસ્તૃત વ્યાખ્યામાં સત્તા અથવા પ્રભાવના અંકુશની વિવિધ માત્રાઓનો સમાવેશ થઈ શકે. સામ્રાજ્યવાદના કેટલાક અભ્યાસીઓ આ શબ્દનો સીમિત અર્થ કરે છે. તે અનુસાર અન્ય…

વધુ વાંચો >

સાર્વભૌમત્વ

સાર્વભૌમત્વ : આંતરિક વ્યવહારોમાં સર્વોપરી અને બાહ્ય રીતે (અન્ય દેશો સાથેના વ્યવહારોમાં) સ્વતંત્ર નિર્ણયો કરવાની અને અમલમાં મૂકવાની રાજ્યની સત્તા. તેને રાજ્યશાસ્ત્રની પરિભાષામાં સાર્વભૌમ સત્તા અથવા સાર્વભૌમત્વ કહેવાય છે. જ્યારે લોકો કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરતા હોય અને કોઈ ને કોઈ પ્રકારના સરકારના નિયંત્રણ હેઠળ રહેતા હોય…

વધુ વાંચો >

હૉબ્સ થોમસ

હૉબ્સ, થોમસ (જ. 5 એપ્રિલ 1588, વેસ્ટ પૉર્ટ, વિલ્ટશાયર, ઇંગ્લૅન્ડ; અ. 4 ડિસેમ્બર 1679, હાર્વીક હોલ, ડર્બિશાયર) : અંગ્રેજ તત્વચિંતક તથા રાજકીય સિદ્ધાંતકાર અને રાજ્યની ઉત્પત્તિના સામાજિક કરારના સિદ્ધાંતનો પાયાનો ચિંતક. દાર્શનિક ચિંતન અને નૈસર્ગિક વિજ્ઞાન વચ્ચેની આંતરક્રિયા થકી જગતનો ગાણિતિક યંત્રવાદી અભિગમ વિકસાવનારા જે ગણ્યાગાંઠ્યા ચિંતકો 17મી સદીમાં થઈ…

વધુ વાંચો >