દિનેશ શુક્લ

નવમાનવવાદ (neo-humanism)

નવમાનવવાદ (neo-humanism) : માનવને કેન્દ્રમાં રાખીને સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે વ્યવસ્થાઓ અને વ્યવહારોનું કેવી રીતે નિર્માણ કરવું એની વ્યવસ્થિત વિચારણા કરતી વિચારધારા. એથીય વિશેષ માનવવાદ જગતને જોવાનો, સમજવાનો એક પરિપ્રેક્ષ્ય અથવા અભિગમ પણ છે. આમ તો, માનવવાદ માનવઇતિહાસ જેટલો જૂનો છે પણ એની ખાસ અભિવ્યક્તિ પ્રાચીન ગ્રીક ચિંતક પ્રોટાગોરાસના…

વધુ વાંચો >

પાઠક દેવવ્રત નાનુભાઈ

પાઠક, દેવવ્રત નાનુભાઈ (જ. 5 નવેમ્બર 1920, ભોળાદ, જિ. ધોળકા; અ. 8 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી રાજ્યશાસ્ત્રી અને વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ; ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનના રાજ્ય-શાસ્ત્રના પૂર્વ પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ; શાંતિ સંશોધન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠના માનાર્હ પ્રોફેસર અને નિયામક; ગાંધીવિચારના અભ્યાસી અને મીમાંસક;…

વધુ વાંચો >

બંધ (રાજકારણ)

બંધ (રાજકારણ) : સાર્વજનિક હેતુ માટે રોજિંદાં વ્યાવસાયિક કાર્યોની સામૂહિક તહકૂબી. જ્યારે સમાજનો ઘણો મોટોભાગ કોઈ જાહેર વિષય અથવા મુદ્દા વિશે અસંતોષની તીવ્ર લાગણી અનુભવતો હોય અને એ તરફ સમાજ અને સરકારનું ધ્યાન દોરવા અથવા/અને એ અસંતોષને વાચા આપવા વ્યવસાયને લગતું પોતાનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરે ત્યારે સામાન્ય…

વધુ વાંચો >

બંધારણવાદ

બંધારણવાદ : બંધારણની સર્વોપરિતા સૂચવતો સિદ્ધાંત અથવા વિચારધારા. કોઈ પણ દેશની શાસનવ્યવસ્થા, ચોક્કસ ધ્યેયો અથવા આદર્શોને વ્યવહારમાં ચરિતાર્થ કરવા, જે લિખિત અને અમુક અંશે અલિખિત નિયમો અથવા સિદ્ધાંતોને આધારે સંગઠિત અને સંચાલિત થતી હોય એને સામાન્ય રીતે દેશનું બંધારણ અથવા રાજ્ય-બંધારણ કહેવામાં આવે છે. બંધારણને દેશના સર્વોપરી અથવા મૂળભૂત (fundamental)…

વધુ વાંચો >

બંધારણસભા

બંધારણસભા : દેશનું બંધારણ ઘડવા માટે લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓની બનેલ સભા. બંધારણસભા દ્વારા બંધારણ ઘડવાનો અને તેનો અંગીકાર કરવાનો પહેલો પ્રયોગ યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં થયો. અમેરિકાનું બંધારણ એ બંધારણસભા દ્વારા ઘડાયેલ લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્રનું પ્રથમ લેખિત બંધારણ છે. ભારતનું સ્વતંત્ર બંધારણ કોઈ પણ જાતની બાહ્ય દખલગીરી કે દબાણ…

વધુ વાંચો >

મત્સ્યન્યાય

મત્સ્યન્યાય : રાજ્ય અથવા શાસક (રાજા) ન હોય ત્યારે જે પરિસ્થિતિ પ્રવર્તતી હોય તે દર્શાવવા માટે ભારતીય પ્રાચીન ચિંતનમાં થતો શબ્દપ્રયોગ. તેનો અર્થ છે, મોટી માછલી નાની માછલીને ગળી જાય એવી પરિસ્થિતિ. તેને મત્સ્યગલાગલ કહે છે. ‘બળિયાના બે ભાગ’ અથવા ‘મારે તેની તલવાર’ અથવા ‘શેરને માથે સવા શેર’ જેવી ગુજરાતી…

વધુ વાંચો >

મંડલ પંચ

મંડલ પંચ : 1977 બાદ કેન્દ્રમાં સત્તા પર આવેલી જનતા પાર્ટી-(મોરારજી દેસાઈ – વડાપ્રધાન)ની સરકારે ડિસેમ્બર 1978માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો(અન્ય પછાત વર્ગો અથવા અધર બૅકવર્ડ ક્લાસિઝ – OBC)ની સ્થિતિની તપાસ કરવા અને તેમના ઉત્કર્ષ તેમજ કલ્યાણ માટે જરૂરી ઉપાયો સૂચવવા માટે બિન્દેશ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે નીમેલું એક પંચ.…

વધુ વાંચો >

રાજકીયકરણ (politicisation)

રાજકીયકરણ (politicisation) : રાજકારણ અંગે સભાન અને સક્રિય બનવાની પ્રક્રિયા. જ્યારે લોકો રાજકારણ પ્રત્યે માહિતગાર અને સભાન હોય; જાગરુકતા અને અમુક માત્રામાં સક્રિયતા ધરાવતા હોય ત્યારે તેમનું રાજકીયકરણ થયું છે એમ કહી શકાય. રાજકીય સત્તાની આસપાસ ચાલતી પ્રવૃત્તિને, સામાન્ય રીતે રાજકારણ તરીકે ઓળખવામાં આવે છે. રાજકારણ, તેના વિશાળ અર્થમાં, વિવિધ…

વધુ વાંચો >

રાજકીય માનસશાસ્ત્ર

રાજકીય માનસશાસ્ત્ર : રાજકીય વર્તનને માનસશાસ્ત્રની દૃષ્ટિએ સમજવા-સમજાવવાનો પ્રયાસ કરતી વિદ્યાશાખા. આમ રાજ્યશાસ્ત્ર અને માનસશાસ્ત્ર – એ બંને વિદ્યાશાખાઓનો સમન્વય કરીને મનુષ્યોના રાજકીય વર્તનને માનસશાસ્ત્રીય દૃષ્ટિએ સમજાવવાનો પ્રયાસ કરતી વિદ્યાશાખાને રાજકીય માનસશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક રાજ્યશાસ્ત્ર મનુષ્યોના રાજકીય વર્તનનો અભ્યાસ કરવા અંગે અને તેની સમજૂતી આપવા પર વિશેષ…

વધુ વાંચો >

રાષ્ટ્રવાદ

રાષ્ટ્રવાદ : રાષ્ટ્ર પ્રત્યે તાદાત્મ્ય અને વફાદારીની ભાવના. આધુનિક વિશ્વની વ્યાખ્યા કરનારાં અને તેને ઘાટ આપનારાં જે પરિબળો છે, તેમાં રાષ્ટ્રવાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રવાદની કોઈ ચોક્કસ અને સર્વસંમત વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. નિશ્ચિત ભૂમિપ્રદેશમાં ઠીક ઠીક લાંબા સમયથી રહેતા, એક જાતિના, એક ભાષા બોલતા, એક ધર્મ પાળતા, સહિયારાં…

વધુ વાંચો >