દશરથલાલ ગૌરીશંકર વેદિયા

સપ્તસિન્ધુ

સપ્તસિન્ધુ : વેદમાં ઉલ્લેખાયેલી હિમાલયમાંથી વહેતી સાત નદીઓ. સપ્તસિન્ધુ વગેરે નદીઓને સચરાચર જગતની માતાઓ ‘विश्वस्य मतर​: सर्वा:’ ગણવામાં આવી છે. વિષ્ણુપુરાણ (2–3), ભાગવતપુરાણ (5–19), પદ્મપુરાણ વગેરે પુરાણોમાં ગંગા, સિન્ધુ, યમુના વગેરે નદીઓનાં વર્ણન મળે છે. ‘સિન્ધુ’ શબ્દની વિભાવના सिम्-धुन्वति ચોમેર પોતાના પ્રવાહથી બધું જ પૂરના કારણે હલબલાવે તે સિન્ધુ. સિન્ધુ…

વધુ વાંચો >

સ્કન્દપુરાણ

સ્કન્દપુરાણ : પુરાણસાહિત્યનો ગ્રંથ. મુખ્ય અઢાર મહાપુરાણોમાં તેરમું પુરાણ શિવે કહેલું છે. વિસ્તારની દૃષ્ટિએ આ પુરાણ બધાં પુરાણોમાં સૌથી મોટું છે. ભૂગોળ, કથાનકો અને અન્ય વિગતોની દૃષ્ટિએ આ પુરાણ પદ્મપુરાણ કરતાં પણ વધુ મહત્વનું છે. સ્કંદપુરાણનાં બે સંસ્કરણો મળે છે. એક સંસ્કરણ ખંડાત્મક છે – તે સાત ખંડોમાં વહેંચાયેલું છે;…

વધુ વાંચો >

હસ્તરેખાશાસ્ત્ર

હસ્તરેખાશાસ્ત્ર હાથની રેખાઓ અને રચનાના આધારે વ્યક્તિ અને તેના ભવિષ્યને જાણવાનું શાસ્ત્ર – સામુદ્રિકશાસ્ત્ર. સૂર્યના પ્રકાશમાં હાથની બારીક રેખાઓ બરાબર નિહાળી શકાય તે હેતુથી દિવસે જ હાથ જોવાની પરંપરા છે. વળી સવારે પ્રફુલ્લિત હોવાથી રેખાઓ વધુ સ્પષ્ટ જોઈ શકાય છે. હાથ જોવા માટે સવારનો સમય વધુ સારો મનાય છે. એક…

વધુ વાંચો >

હસ્તસંજીવન

હસ્તસંજીવન : હસ્તરેખાશાસ્ત્રનો મેઘવિજયગણિકૃત એક પ્રમાણિત ગ્રંથ. આ ગ્રંથમાં રચનાકાળનો કોઈ ઉલ્લેખ નથી, પણ ભાષ્યમાં ગ્રંથકારની લેખનપ્રવૃત્તિ વિક્રમ સંવત 1714થી 1760 દરમિયાન થઈ હોવાથી આ ગ્રંથ લગભગ સંવત 1737ના અરસામાં રચ્યો હશે. ક્યારેક ગ્રંથકાર મેઘવિજયગણિ આને ‘સામુદ્રિક લહરી’ નામે ઓળખાવે છે. વારાણસીના કવિ જીવરામે ‘સામુદ્રિક લહરી ભાષ્ય’ રચ્યું છે. ગ્રંથકારે…

વધુ વાંચો >