તત્વજ્ઞાન

ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન

ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન (જ. 19 નવેમ્બર 1899, વિન્ચેસ્ટર, કેન્ટકી; અ. 1979) : અમેરિકન કવિ અને વિવેચક. 1923માં વૅન્ડર્બિલ્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. ત્યાં કવિ અને વિવેચક જ્હૉન ક્રાઉ રૅન્સમ એમના શિક્ષક હતા. તેમની સાથે આજીવન મૈત્રીસંબંધ બંધાયો. યુનિવર્સિટીમાં ટેટનાં પ્રથમ પત્ની તે નવલકથાકાર કૅરોલાઇન ગૉર્ડન. ટૂંકા લગ્નજીવન બાદ 1924માં છૂટાછેડા…

વધુ વાંચો >

ટેન, ઈપોલિટ ઍડૉલ્ફ

ટેન, ઈપોલિટ ઍડૉલ્ફ (જ. 21 એપ્રિલ 1828, વૂઝિયર, આર્દેન, ફ્રાંસ; અ. 5 માર્ચ 1893, પૅરિસ) : ફ્રેંચ ઇતિહાસકાર, વિવેચક અને ફિલસૂફ. પ્રત્યક્ષજ્ઞાનવાદ (positivism) અને ટેન એકમેકના પર્યાય બની ગયા છે. કૉલેજ બોર્બોન અને પૅરિસના ઇકોલ નૉર્મલમાં શિક્ષણ. સોર્બોન યુનિવર્સિટીમાં તેમનો  ડૉક્ટરેટ માટેનો મહાનિબંધ લે સેન્સેશન્સ (ધ સેન્સેશન્સ) (1856) તેમાંના ભૌતિકવાદી…

વધુ વાંચો >

ડાન્ટે, ઍલિગ્યેરી

ડાન્ટે, ઍલિગ્યેરી (જ. 1265, ફ્લૉરેન્સ; અ. 9 સપ્ટેમ્બર 1321, રેવન્ના) : ઇટાલીના તત્વચિંતક કવિ. કુલીન કુળના શરાફી પિતાને ત્યાં જન્મ. 1274માં તેમણે આજીવન પ્રેયસી બની રહેનાર બિયેટ્રિસને નિહાળી ત્યારે બંનેની વય 9 વર્ષની હતી. બિયેટ્રિસે આમાં કોઈ સાનુકૂળ પ્રતિભાવ દાખવ્યો કે કેમ તેની કોઈ વિગત નથી, પણ છેક 9 વર્ષ…

વધુ વાંચો >

ડાર્વિન, ઇરેસ્મસ

ડાર્વિન, ઇરેસ્મસ (જ. 12 ડિસેમ્બર 1731, એલ્ટન, નૉટિંગહામ-શાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 એપ્રિલ 1802, ડર્બી, ડર્બીશાયર) :  ખ્યાતનામ તબીબ, તત્વવેત્તા અને કવિ. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા અને પ્રકૃતિવિદ, વિખ્યાત જીવવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનના પિતામહ. 1750–54 વચ્ચે ચાર વર્ષ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેંટ જ્હૉન કૉલેજ ખાતે અભ્યાસ કરીને તબીબી ઉપાધિ મેળવી. 1754–56 દરમિયાન એડિનબરો યુનિવર્સિટી…

વધુ વાંચો >

ડોંગરે, રામચંદ્ર

ડોંગરે, રામચંદ્ર (જ. 15 ફેબ્રુઆરી 1926, ઇંદોર; અ. 8 નવેમ્બર 1990, નડિયાદ) : ભારતના સંત કથાકાર. પિતા કેશવદેવ ડોંગરે, માતાનું નામ કમલાતાઈ. જન્મસમયે સંતત્વનાં લક્ષણો પ્રગટ થયાં હોઈ જન્મનો આનંદ મોસાળપક્ષે ધામધૂમથી ઊજવ્યો હતો. આ પછી ડોંગરે પરિવાર વડોદરા આવી લક્ષ્મણ મહારાજના મઠમાં રહી કર્મકાંડી અને ધર્મપરાયણ જીવન વ્યતીત કરવા…

વધુ વાંચો >

ડ્યૂઈ, જૉન

ડ્યૂઈ, જૉન (જ. 20 ઑક્ટોબર 1859, બર્લિંગ્ટન, વર્મોન્ટ, યુ.એસ.; અ. 1 જૂન 1952, ન્યૂયૉક સિટી, યુ.એસ.) : દાર્શનિક, ‘વ્યવહારવાદ’ આંદોલનના એક પ્રણેતા અને શિક્ષણશાસ્ત્રી. તે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પિતા આર્કિબાલ્ડ અને ધાર્મિક રૂઢિઓ કરતાં નૈતિકતાના આગ્રહી માતા લ્યુસિનાનું ત્રીજું સંતાન હતા. તેઓ વર્મોન્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સ્નાતક થયા પછી…

વધુ વાંચો >

તત્વમીમાંસા

તત્વમીમાંસા (metaphysics) : સત્ (being) એટલે કે હોવાપણાના સર્વસામાન્ય (general) સ્વરૂપનો અભ્યાસ. ઍરિસ્ટોટલે આવા અભ્યાસને ‘પ્રથમ ફિલસૂફી’ (first philosophy) તરીકે ઓળખાવ્યો હતો. સતનો સત્ તરીકેનો અભ્યાસ એટલે પ્રથમ ફિલસૂફી. ઍરિસ્ટોટલની કૃતિઓનું એન્ડ્રૉનિક્સે સંપાદન કર્યું હતું. તેમણે ફિલસૂફીને લગતી ઍરિસ્ટોટલની કૃતિઓને ઍરિસ્ટોટલના ‘ફિઝિક્સ’ પછી મૂકી હતી. તેને લીધે તે ફિલસૂફીને ‘ફિઝિક્સ’…

વધુ વાંચો >

તપ

તપ : સંતાપ આપવાના અર્થમાં રહેલા ‘તપ્’ ધાતુ ઉપરથી બનેલો શબ્દ. તે શરીરને સંતાપ આપનારાં ચાંદ્રાયણ વગેરે વ્રતો એવો અર્થ મુખ્યત્વે આપે છે. કોઈક ભૌતિક કે દિવ્ય વસ્તુ મેળવવા માટે શરીરની સ્વાભાવિક આવશ્યકતા સ્વલ્પ કે સંપૂર્ણ રીતે છોડી દઈ શરીરને પીડા આપવી તેને તપ કહેવાય. શરીરનું શોષણ કરનારાં નિયમો કે…

વધુ વાંચો >

તાઓ-તે-ચિંગ

તાઓ-તે-ચિંગ (ઈ. પૂ. છઠ્ઠો સૈકો) : લાઓ-ત્ઝેએ રચેલો તાઓ-દર્શનનો મહત્ત્વનો ગ્રંથ. આ ગ્રંથમાં મુખ્યત્વે મહાત્મા લાઓ-ત્ઝેનાં વચનામૃતોનો તથા તેમના નૈતિક ઉપદેશનો સમાવેશ થયો હોવાનું કહેવાય છે. જોકે આ ગ્રંથને છેવટનું સ્વરૂપ તો ઈ. સ. પૂ.ની ત્રીજી સદીમાં જ આપવામાં આવ્યું હતું. તાઓ-દર્શનનું આ આધારભૂત  શાસ્ત્ર ગણાય છે. ‘તાઓ’ એટલે પંથ…

વધુ વાંચો >

તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ

તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ (જ. 3 જુલાઈ 1909, સાસવડ, મહારાષ્ટ્ર; અ. 23 માર્ચ 2004, દિલ્હી) : ભારતના એક સમર્થ ન્યાયમૂર્તિ અને કર્મઠ માનવવાદી બૌદ્ધિક. તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી સાથે તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને ત્યાં જ કાયદાનો અભ્યાસ કરી બૅરિસ્ટર થયા. સ્વદેશ પરત આવ્યા અને ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસમાં…

વધુ વાંચો >