તત્વજ્ઞાન

ગ્રીક તત્વચિંતન

ગ્રીક તત્વચિંતન સૉક્રેટિસ પૂર્વેના પ્રાચીન ગ્રીસના ચિંતકોની, સૉક્રેટિસની પોતાની અને ગ્રીક સ્ટોઇકવાદી ચિંતકોની વિચારસરણી. આ વિચારસરણી પ્લેટો, ઍરિસ્ટોટલ, થિયોફ્રેસ્ટસ, હિપ્પોલિટસ, સેક્સ્ટસ, એમ્પિરિક્સ, વગેરેની રજૂઆતોને આધારે જ સમજી શકાય છે, કારણ કે આ ચિંતકોએ જ તેમનાં વાક્યખંડો, સૂત્રો, પંક્તિઓ કે ટૂંકા ફકરાઓને તેમની કૃતિઓમાં નોંધ્યાં છે. ઈ. સ. પૂ. પાંચમા સૈકામાં…

વધુ વાંચો >

ઘોષ, (શ્રી) અરવિંદ

ઘોષ, (શ્રી) અરવિંદ (જ. 15 ઑગસ્ટ 1872, કૉલકાતા; અ. 5 ડિસેમ્બર 1950, પુદુચેરી) : વિશ્વનાં વિચારબળો પર પ્રભાવ પાડનાર રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી અને રવીન્દ્રનાથ ઠાકુરની પરંપરામાં બેસતી ભારતીય વિભૂતિ. તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક હતા, મહાન રાજકીય નેતા હતા, કવિ અને નાટ્યકાર હતા, સાહિત્યમર્મજ્ઞ અને કવિતાના મીમાંસક…

વધુ વાંચો >

ચૌરંગીનાથ

ચૌરંગીનાથ (નવમી–દસમી સદી) : ચોરાસી સિદ્ધો પૈકીના એક સિદ્ધ. સિદ્ધોના ક્રમમાં એમને ત્રીજું અને અન્ય મતે દસમું સ્થાન અપાયું છે. ચૌરંગીનાથ મત્સ્યેન્દ્રનાથના શિષ્ય અને ગોરખનાથના ગુરુભાઈ હતા. એમનો જન્મ સિયાલકોટના રાજા શાલિવાહનને ત્યાં થયો હતો પરંતુ એમની ઓરમાન માતાએ દ્વેષથી એમના પગ કપાવી નાખ્યા હતા. ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદીને મતે પંજાબ…

વધુ વાંચો >

જાવડેકર, શંકર દત્તાત્રેય

જાવડેકર, શંકર દત્તાત્રેય (જ. 26 સપ્ટેમ્બર 1894, મલકાપુર; અ. 10 ડિસેમ્બર 1955, ઇસ્લામપુર) : મહારાષ્ટ્રના દાર્શનિક વિદ્વાન તથા પ્રખર ગાંધીવાદી. પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી 1912માં મૅટ્રિકની પરીક્ષા તથા મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1917માં બી.એ.ની પરીક્ષા તત્વજ્ઞાન વિષય સાથે પાસ કરી. એમ.એ.નો અભ્યાસ પડતો મૂકીને 1920માં રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા. 1930, 1932–33 તથા…

વધુ વાંચો >

જીવ (યોગ)

જીવ (યોગ) : કૌલ સાધનામાં સ્વીકૃત 36 તત્વોમાં તેરમું તત્વ જીવ છે. માયાના છ કંચુકોથી બંધાયેલ શિવ જ જીવ છે. સાંખ્ય દર્શનમાં એને પુરુષ કહ્યો છે. કૌલ સાધક મૂલાધારમાં કુંડલિની, સહસ્રારમાં પરમશિવ અને હૃદય-પદ્મમાં જીવને રહેલો માને છે. કુંડલિનીને જાગ્રત કરીને, ષડચક્રોનું ભેદન કરીને જીવને હૃદય-પદ્મમાંથી ઉઠાવીને સહસ્રારમાં રહેલા પરમશિવ…

વધુ વાંચો >

જૈનદર્શન

જૈનદર્શન : ‘દર્શન’ શબ્દનો અર્થ અહીં તત્વજ્ઞાન છે. જૈનદર્શન એટલે જૈન તત્વજ્ઞાન. જૈનદર્શન અનુસાર સત્ (Reality) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. સત્ દ્રવ્ય-પર્યાયાત્મક છે. પર્યાયનો અર્થ છે પરિવર્તન, આકાર, અવસ્થા. કોઈ પણ વસ્તુ કેવળ દ્રવ્યરૂપ નથી કે કેવળ પર્યાયરૂપ નથી. દ્રવ્ય પર્યાય વિના હોતું નથી અને પર્યાય દ્રવ્ય વિના હોતો નથી. દ્રવ્ય એકનું…

વધુ વાંચો >

જ્ઞાન

જ્ઞાન : ચક્ષુ, કર્ણ, નાસિકા, જીભ અને ત્વચા ­­– એ પાંચ ઇન્દ્રિયો અને મન વડે પ્રાણીમાત્રને થતો જગતના પદાર્થોનો બોધ. સંસ્કૃત ज्ञा ધાતુ પરથી બનેલો ‘જ્ઞાન’ શબ્દ ‘જાણવું’ એવો અર્થ ધરાવે છે. પોતાની આસપાસના જગતની જાણકારીમાં ખૂબ મહત્વની બાબત ધ્વનિ એટલે કે અવાજ છે જેના દ્વારા પ્રાણીઓ ભય, ભૂખ ઇત્યાદિની…

વધુ વાંચો >

જ્ઞાનમાર્ગ

જ્ઞાનમાર્ગ : પરમતત્વનો સાક્ષાત્કાર કરવા માટેના ભારતીય વૈદિક પરંપરામાં સ્વીકારાયેલા કર્મ, ભક્તિ અને જ્ઞાન  એ ત્રણ માર્ગોમાંનો એક. જ્ઞાનમાર્ગનો આરંભ વેદોથી થાય છે. વૈદિક મંત્રોમાં પરમતત્વના સાક્ષાત્કાર માટે જ્ઞાનમાર્ગનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નારાયણ ઋષિએ કહ્યું છે કે ‘‘तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यतेडयनाय ।’’ ‘‘મૃત્યુને પેલે પાર જવા માટે તે…

વધુ વાંચો >

ઝ્યાં પૉલ સાર્ત્ર

ઝ્યાં પૉલ સાર્ત્ર : જુઓ, સાર્ત્ર, ઝ્યાં પૉલ

વધુ વાંચો >

ટાગોર, દેવેન્દ્રનાથ

ટાગોર, દેવેન્દ્રનાથ (જ. 15 મે, 1817, કૉલકાતા; અ. 19 જાન્યુઆરી 1905, કૉલકાતા) : તત્ત્વચિંતક અને ધર્મસુધારક. કૉલકાતાના અતિ શ્રીમંત જમીનદાર ‘પ્રિન્સ’ દ્વારકાનાથ ટાગોરના સૌથી મોટા પુત્ર. 9 વર્ષની વયે શિક્ષણનો પ્રારંભ કર્યો. 1831માં હિંદુ કૉલેજમાં જોડાયા અને ત્યાં ચાર વર્ષ અભ્યાસ કર્યો. એ દરમિયાન તેમનામાં ઉદ્દામવાદના વિચારો પાંગર્યા. 14 વર્ષની…

વધુ વાંચો >