તત્વજ્ઞાન

કેવલાદ્વૈતવાદ (વેદાંત)

કેવલાદ્વૈતવાદ (વેદાંત) ઋગ્વેદના અને અથર્વવેદના સમયથી અદ્વૈતનો ખ્યાલ તત્વચિંતકોમાં સ્થિર થઈ ગયો હતો, જે ઉપનિષત્કાલમાં સારી રીતે વિકાસ પામ્યો. ઉપનિષદોમાં બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ અંગે વિસ્તારથી ઉપદેશ છે તેમજ જીવને બ્રહ્મના અંશરૂપે વર્ણવ્યો છે. એક બાજુએ બ્રહ્મનું પ્રતિપાદન સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વ રૂપ-રસ-આદિથી યુક્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય જેમાં અને જેને લઈને…

વધુ વાંચો >

કૈવલ્ય

કૈવલ્ય : શાબ્દિક અર્થ છે કેવળ ભાવ અર્થાત્ આત્માના વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર. આ શબ્દ યોગશાસ્ત્રનો છે, પરંતુ તે મોક્ષના અર્થમાં અન્ય શાસ્ત્રોમાં પણ પ્રયોજાયો છે. ભારતીય દર્શનના બધા સંપ્રદાયોમાં આત્માનું અજ્ઞાનકૃત સ્વરૂપાચરણ કે સ્વરૂપસંકોચરૂપી બંધનો, જ્ઞાન કે વિદ્યા દ્વારા ઉચ્છેદ કરીને આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરવો એને જ મોક્ષ કે સાક્ષાત્કાર માન્યો…

વધુ વાંચો >

કૉંદૉર્સે – મારી-ઝાં-ઍન્ટૉની-નિકોલાસ દ કૅરિતા – માર્કિવસ દ

કૉંદૉર્સે, મારી-ઝાં-ઍન્ટૉની-નિકોલાસ દ કૅરિતા, માર્કિવસ દ (જ. 17 સપ્ટેમ્બર 1743, રૉબેમૉન્ટ, ફ્રાન્સ; અ. 29 માર્ચ, 1794, બોર્ગલા-રાઈન) : ફ્રેન્ચ દાર્શનિક, ગણિતશાસ્ત્રી તથા શિક્ષણ-સુધારણાના પ્રખર હિમાયતી. પ્રાચીન કૅરિટાટ કુટુંબના વંશજ. ડાઉફાઇન કાઉન્ટીના કૉંદૉર્સે નગર પરથી કુટુંબનું નામ પડ્યું. રીમ્સ ખાતેની જેસ્યુઇટ કૉલેજ તથા પૅરિસની કૉલેજમાં શિક્ષણ દરમિયાન ગણિતશાસ્ત્ર પ્રત્યે અભિરુચિ થતાં…

વધુ વાંચો >

કૌષીતકિ ઉપનિષદ : જુઓ ઉપનિષદ.

કૌષીતકિ ઉપનિષદ : જુઓ ઉપનિષદ

વધુ વાંચો >

ક્રોચે, બેનેડેટો

ક્રોચે, બેનેડેટો (જ. 25 ફેબ્રુઆરી 1866, પેસ્કાસ્સેરોલી, ઇટાલી; અ. 20 નવેમ્બર 1952, નેપલ્સ) : પ્રસિદ્ધ ફિલસૂફ, સૌંદર્યશાસ્ત્રી અને સાહિત્યમીમાંસક. પ્રાથમિક શિક્ષણ નેપલ્સમાં. 1883ના ધરતીકંપમાં કુટુંબીજનોનું મરણ. ત્રણ વર્ષ રોમમાં કાકાને ત્યાં રહ્યા. 1886માં નેપલ્સમાં પુનરાગમન. બાળપણમાં જ ધર્મશ્રદ્ધા ખૂટી ગઈ હતી, પણ રોમ વિશ્વવિદ્યાલયમાં નીતિશાસ્ત્ર અને તત્વજ્ઞાનનું અધ્યયન કરતી વેળા…

વધુ વાંચો >

ક્રોપોટકિન, પીટર

ક્રોપોટકિન, પીટર (જ. 21 ડિસેમ્બર 1842, મૉસ્કો; અ. 8 ફેબ્રુઆરી 1921, દમિત્રૉવ, મૉસ્કો પાસે) : અરાજકતાવાદી વિચારસરણીમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર રશિયાના સુપ્રસિદ્ધ ચિંતક. તેમના અભ્યાસી અભિગમ, સૌમ્ય વ્યક્તિત્વ અને રંગદર્શી ર્દષ્ટિકોણને કારણે તે અલગ તરી આવે છે. રશિયાના પીટર ઍલેક્ઝેવિચ કૉપોટકિવ અમીર કુટુંબનું સંતાન હોવાથી મોભો, શિક્ષણ અને કારકિર્દી માટેની…

વધુ વાંચો >

ક્લેશ

ક્લેશ : કષ્ટદાયકતા. ક્લેશની ઉપસ્થિતિમાં આત્મદર્શન થઈ શકે નહિ. યોગદર્શન(213) અનુસાર અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ તેમજ અભિનિવેશ આ પાંચ ક્લેશ છે. અવિદ્યા એવું પ્રાંત જ્ઞાન છે જેને લઈને અનિત્ય પણ નિત્ય માલૂમ પડે છે. અશુચિને શુચિ માનવી એ પણ અવિદ્યા છે. અનેક અપવિત્રતા અને મળમૂત્ર હોવા છતાં દેહને પવિત્ર માનવો…

વધુ વાંચો >

ગાંધી, રામચંદ્ર

ગાંધી, રામચંદ્ર (જ. 9 જૂન 1937, ચેન્નાઇ; અ. 13 જૂન 2007, નવી દિલ્હી) : અગ્રણી દાર્શનિક અને આજન્મ શિક્ષક. પિતાનું નામ દેવદાસ (ગાંધી) અને માતાનું નામ લક્ષ્મી જે ચક્રવર્તી રાજગોપાલાચારીનાં પુત્રી હતાં. તેમનું સ્નાતક સુધીનું શિક્ષણ દિલ્હીમાં અને ઉચ્ચ શિક્ષણ સેન્ટ સ્ટીવન્સ કૉલેજ, દિલ્હી અને ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં થયેલું. તેમણે…

વધુ વાંચો >

ગુણસ્થાન

ગુણસ્થાન : આત્માના ગુણની અવસ્થા અથવા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. આધ્યાત્મિક વિકાસ એક પ્રવાહની જેમ સતત ચાલતી પ્રક્રિયા છે. તેથી આવી ભૂમિકાઓ અસંખ્યાત છે; પરંતુ વર્ણન કરવાની સગવડ ખાતર જૈનદર્શને 14 ગુણસ્થાનો માનેલાં છે. એ નીચે પ્રમાણે છે : (1) મિથ્યાર્દષ્ટિ : આધ્યાત્મિકતાની વિરોધી ર્દષ્ટિ. આ ભૂમિકાએ આધ્યાત્મિક-કલ્યાણગામી ર્દષ્ટિનો અભાવ હોય…

વધુ વાંચો >

ગોપીનાથ કવિરાજ

ગોપીનાથ કવિરાજ (જ. 7 સપ્ટેમ્બર, 1887 અ. 12 જૂન 1976) : 20મી સદીના આધ્યાત્મિક જ્ઞાન-વિજ્ઞાનના ઋષિતુલ્ય પંડિત પ્રવર. એમનો જન્મ મોસાળમાં હાલના બંગલા દેશમાં ઢાકા જિલ્લાના ધામરાઈ ગામમાં થયો હતો. પિતાનું નામ ગોકુલનાથ કવિરાજ હતું. બાલ્યાવસ્થામાં માતા-પિતાનો સ્વર્ગવાસ થયેલ હોઈ મામા કાલાચંદ સાન્યાલને ત્યાં કાંટાલિયા(જિ. મૈમનસિંહ)માં લાલનપાલન થયું. પ્રારંભિક શિક્ષણ…

વધુ વાંચો >