જયકુમાર ર. શુક્લ
સુન યાત સેન
સુન યાત સેન (જ. 12 નવેમ્બર 1866, શિયાંગ શાન, ક્વાંગતુંગ પ્રાંત, ચીન; અ. 12 માર્ચ 1925, પૅકિંગ) : ચીનના મુત્સદ્દી, ક્રાંતિકારી નેતા અને ચીનનું પ્રજાસત્તાક સ્થાપવા માટે લડત આપનાર. તેઓ ક્રાંતિના પિતા તરીકે પણ ઓળખાય છે. તેઓ ઘણા વધારે આદર્શવાદી હતા, તેથી અસરકારક રાજકીય નેતા બનવાનું મુશ્કેલ થયું. તેઓ રાષ્ટ્રવાદ,…
વધુ વાંચો >સુમેરિયન સંસ્કૃતિ
સુમેરિયન સંસ્કૃતિ : સુમેર પ્રદેશના લોકોએ વિકસાવેલી સંસ્કૃતિ. પ્રાચીન સમયમાં પશ્ચિમ એશિયામાં આવેલા મેસોપોટેમિયાના પ્રદેશમાં યૂફ્રેટીસ અને ટાઇગ્રિસ નદીઓને કાંઠે જગતની પ્રાચીન સંસ્કૃતિઓ વિકસી હતી. આ પ્રદેશ આધુનિક કાળમાં ઇરાકમાં આવેલો છે. આ બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં જ્યાં તે લોકો રાજ્ય કરતા હતા તે સુમેર પ્રદેશ કહેવાતો હતો. તેથી તે…
વધુ વાંચો >સુમેરુ
સુમેરુ : મેરુ પર્વત. એક મોટો ને ઊંચો પૌરાણિક પર્વત; સોનાનો પર્વત. વૈવસ્વત મનુ (અથવા સત્યવ્રત) જળપ્રલય વખતે વહાણમાં બેસી નીકળ્યા હતા ને મચ્છરૂપ નારાયણે તેઓને બચાવ્યા હતા. તે વહાણ જળ ઓસર્યા બાદ સુમેરુ પર્વત ઉપર થોભ્યું હતું. તે પર્વત વિશે વિદ્વાનો એવું અનુમાન કરે છે કે તે પ્રદેશ તાતાર…
વધુ વાંચો >સુરકોટડા
સુરકોટડા : કચ્છમાં ઉત્ખનન કરતાં મળેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ. ત્યાંથી મળેલા નગરઆયોજનના પુરાવા મુજબ, વસાહતને ફરતો કિલ્લો જણાય છે. સુરકોટડામાં આ કિલ્લા સાદા તથા ઘડેલા પથ્થરોથી બાંધેલા હતા. ત્યાં વસાહતને દરબારગઢ તથા રહેણાકી વિસ્તારમાં વહેંચી દેવામાં આવતી જોવા મળે છે. આશરે 160 × 125 મીટરના વિસ્તારમાં ફેલાયેલી સુરકોટડાની કુલ વસાહતમાં…
વધુ વાંચો >સુલતાનપુર
સુલતાનપુર : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તેમજ મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25° 59´થી 26° 40´ ઉ. અ. અને 81° 32´થી 82° 41´ પૂ. રે. વચ્ચેનો 4424 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેર લખનૌથી પૂર્વ તરફ ગોમતી નદીને કાંઠે વસેલું છે. તેની ઉત્તરે ફૈઝાબાદ, પૂર્વે જોનપુર…
વધુ વાંચો >સુલતાનપુર
સુલતાનપુર : (1) સૂરત જિલ્લામાં પૂર્વની સરહદે નંદુરબાર પાસેનું એક ગામ. હાલમાં તેનું અસ્તિત્વ નથી. ખાનદેશનો શાસક 1399માં મરણ પામ્યો. તેણે તેના પ્રદેશો તેના બે પુત્રો નસીર અને ઇફ્તિખાર વચ્ચે વહેંચ્યા હતા. ઈ. સ. 1417માં માળવાના હુશંગની મદદથી નસીરે તેના ભાઈનો પ્રદેશ કબજે કરી, તેને કેદ કર્યો. નસીર અને માળવાના…
વધુ વાંચો >સુલ્લા લુસિયસ કૉર્નેલિયસ
સુલ્લા, લુસિયસ કૉર્નેલિયસ (જ. ઈ.પૂ. 138; અ. ઈ.પૂ. 78) : રોમનો જાણીતો સરમુખત્યાર. તે રોમના પેટ્રિશિયન (ઉમરાવ) કુટુંબમાં જન્મ્યો હતો. તેણે રોમની સરકારમાં સુધારા કર્યા. પોતાના રાજકીય શત્રુઓ સામે લશ્કરનો ઉપયોગ કરનાર તે પ્રથમ રોમન સેનાપતિ હતો. ત્યારબાદ, જુલિયસ સીઝર સહિતના રાજકીય નેતાઓ તેને અનુસર્યા હતા. ઈ.પૂ. 88માં તે રોમનો…
વધુ વાંચો >સુવર્ણમંજરી-વિષય
સુવર્ણમંજરી–વિષય : અપરસુરાષ્ટ્રમંડલ(પશ્ચિમ સૌરાષ્ટ્ર)ના સૈંધવ વંશના રાજાઓની સત્તા હેઠળનો પ્રદેશ. સૈંધવ વંશના રાણકના ઈ.સ. 874-75ના, અગ્ગુક 3જાના ઈ.સ. 886-87ના તથા જાઈક 2જાના ઈ.સ. 915ના દાનશાસનમાં સુવર્ણમંજરીનો ઉલ્લેખ થયો છે. આ દાનશાસનોમાંના એ વિષયનાં ગામોના સંદર્ભમાં એ વિષયના વડા મથક સુવર્ણમંજરીનું સ્થાન નિશ્ચિત કરવાના પ્રયાસો થયા છે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ રાજકોટ…
વધુ વાંચો >સુવર્ણસિક્તા (સોનરેખ)
સુવર્ણસિક્તા (સોનરેખ) : ઉજ્જયંત ગિરિમાંથી નીકળતી નદી. સુવર્ણસિક્તા પલાશિની વગેરે નદીઓના પ્રવાહ આડે બંધ બાંધીને સુદર્શન નામે જલાશય બાંધવામાં આવ્યું હતું. મહાક્ષત્રપ રુદ્રદામાના ઈ.સ. 150ના જૂનાગઢ (ગિરિનગર) શૈલલેખમાં સુદર્શન તળાવના વરસાદને લીધે તૂટેલા બંધનું સમારકામ કર્યાનો ઉલ્લેખ છે. તે જલાશયમાં સુવર્ણસિક્તા (= સુવર્ણરેખા – સોનરેખ) અને પલાશિની વગેરેનાં પાણી ભેગાં…
વધુ વાંચો >સુવિશાખ (ઈ. સ. બીજી સદી)
સુવિશાખ (ઈ. સ. બીજી સદી) : મહાક્ષત્રપ રુદ્રદામાના અમલ દરમિયાન નિમાયેલો આનર્ત – સુરાષ્ટ્ર પ્રદેશનો પહલવ જાતિનો સૂબો. તે ઈરાનથી આવ્યો હતો. ગિરિનગરના શૈલલેખ ઉપર સુવિશાખની પ્રશસ્તિ આપી છે. તે ઐતિહાસિક તથા સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્વની છે. ઈ. સ. 150માં થયેલી અતિવૃષ્ટિથી સુવર્ણસિક્તા (સોનરેખ), પલાશિની આદિ નદીઓના ભારે પૂરથી સુદર્શન તળાવનો…
વધુ વાંચો >