જયકુમાર ર. શુક્લ

શાયર મુતીઈ

શાયર મુતીઈ : ‘ગંજ મઆની’ નામના એક મસનવી કાવ્યનો રચનાર. તે લગભગ ઈ. સ. 15૩1માં મક્કાથી દીવ આવ્યો હતો. તે ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1526-15૩7)ને મળ્યો હતો. મુતીઈએ લખેલ ઉપર્યુક્ત કાવ્યમાં સુલતાન બહાદુરશાહે માળવાના સુલતાન મહમૂદશાહને હરાવીને માળવા જીતી લીધું અને ગુજરાતમાં તેનું વિલીનીકરણ કર્યું એનો તથા બહાદુરશાહે પોર્ટુગીઝો પર વિજય મેળવ્યો…

વધુ વાંચો >

શાર્યાતો

શાર્યાતો : મનુના દશ પુત્રોમાંના એક શર્યાતિના વંશજો. પૌરાણિક અનુશ્રુતિ મુજબ વૈવસ્વત અર્થાત્ વિવસ્વત(સૂર્ય)ના પુત્ર મનુના દશ પુત્રોમાંના એક પુત્ર શર્યાતિને હાલ ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશનું રાજ્ય મળ્યું હતું. વૈદિક સાહિત્યમાં આ રાજા શર્યાતિનો ઉલ્લેખ શાર્યાત તરીકે આવે છે. રાજવંશોના નિરૂપણમાં પુરાણો અને મહાભારતની પુરવણીરૂપ હરિવંશ શાર્યાત વંશની માહિતી આપે…

વધુ વાંચો >

શાલિવાહન

શાલિવાહન : એક ભારતીય રાજા, જેનું વર્ણન લોકકથાઓમાં મળે છે; પરંતુ તેના સમયનો કોઈ ઐતિહાસિક અભિલેખ કે મુદ્રા હજી સુધી મળ્યાં નથી, તેથી તેની ઐતિહાસિકતા સંદિગ્ધ છે. કેટલાક લોકો તેને ગઝનીના શક જાતિના રાજા ગજનો પુત્ર માને છે, જેનું રાજ્ય દક્ષિણ ભારતમાં હતું અને તેનું પાટનગર ગોદાવરી નદીના કિનારે પ્રતિષ્ઠાનપુર…

વધુ વાંચો >

શાલ્વ

શાલ્વ : વેદોના સમયની એક જાતિ. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં શાલ્વ લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘મન્ત્રપાથ’માં તેમનું સ્થાન યમુના નદીની પાસે દર્શાવ્યું છે. વેદોના સમયમાં તેઓ વાયવ્ય તરફ રહેતા હોય, તેવો સંભવ નથી. ‘મહાભારત’માં તેઓને કુરુ-પાંચાલો સાથે જોડવામાં આવ્યા છે; અને સંભવત: તેઓ અલ્વર રાજ્યના પ્રદેશમાં રહેતા હતા. મહાભારતના યુદ્ધમાં…

વધુ વાંચો >

શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ

શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ (જ. 24 જાન્યુઆરી 1882, અમરેલી; અ. 29 નવેમ્બર 1952) : ગુજરાતના ઇતિહાસકાર. દુર્ગાશંકરનો જન્મ પ્રશ્ર્નોરા નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા કેવળરામ શાસ્ત્રી ગોંડલની સંસ્કૃત પાઠશાળાના શિક્ષક હતા. દુર્ગાશંકરે હાલના દસમા ધોરણ સુધીનું શિક્ષણ ગોંડલમાં લીધા બાદ, શાળાનો અભ્યાસ છોડી સંસ્કૃતનું અધ્યયન કર્યું. તેમણે પિતાના માર્ગદર્શન હેઠળ…

વધુ વાંચો >

શાસ્ત્રી, નીલકંઠ કે. એ.

શાસ્ત્રી, નીલકંઠ કે. એ. (જ. 12 ઑગસ્ટ 1892, તિરૂનેલવેલી, તમિલનાડુ; અ. 15 જૂન 1975, ચેન્નાઈ) : દક્ષિણ ભારતના અગ્રણી ઇતિહાસકાર. તેઓ યુનિવર્સિટી ઑવ મદ્રાસના ઇતિહાસના તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ દક્ષિણ ભારતની ભાષાઓ જાણતા હતા અને અગ્નિ એશિયાના અભ્યાસ વાસ્તે તેમણે ડચ અને ફ્રેન્ચ ભાષા શીખી લીધી હતી. કેટલોક સમય તિરૂનેલવેલીમાં…

વધુ વાંચો >

શાહ, અબ્દુલ વહાબ

શાહ, અબ્દુલ વહાબ : ગુજરાતના અણહિલપુર પાટણના એક સુન્ની વિદ્વાન અને મુઘલ શહેનશાહ ઔરંગઝેબે નીમેલા મુઘલ સામ્રાજ્યના કાઝી-ઉલ્-કુઝ્ઝાત. પિતાને કેદ કરીને મુઘલ સામ્રાજ્યના માલિક બન્યા પછી ઔરંગઝેબે ઇસ્લામના નિયમ પ્રમાણે જુમાની નમાજમાં પોતાનો ખુતબો પઢવા માટે કાજીને વિનંતી કરી; પરંતુ તે સમયના સામ્રાજ્યના કાઝી-ઉલ્-કુઝ્ઝાતે, પિતાની હયાતીમાં પુત્રના નામનો ખુતબો પઢવાનો…

વધુ વાંચો >

શાહ, અલીજી ગામધણી

શાહ, અલીજી ગામધણી : અમદાવાદના વિખ્યાત સંત કવિ. અમદાવાદમાં જમાલપુર રોડ પર તેમની દરગાહ આવેલી છે, તેની પાછળ આવેલી મસ્જિદમાં તુગ્રા શૈલીમાં એક લેખ છે. તેમાં અલ્લાહ મુહમ્મદ તથા તેમના ચાર મુખ્ય સહચરો હજરત અબૂબક્ર ઊર ઉસ્માન અને અલી વગેરેનાં નામોનું થુલ્થ શૈલીના તુગ્રા રૂપમાં આલેખન કરવામાં આવ્યું છે. જયકુમાર…

વધુ વાંચો >

શાહ, આશારામ દલીચંદ

શાહ, આશારામ દલીચંદ (જ. 8 ફેબ્રુઆરી 1842, રાજકોટ; અ. 26 માર્ચ 1921, અમદાવાદ) : મોરબી, લાઠી, માળિયા રાજ્યોના કારભારી અને મોરબી હાઈસ્કૂલના હેડમાસ્તર. જ્ઞાતિએ શ્રીમાળી વાણિયા. તેમના પિતા દલીચંદ રાજકોટમાં કાપડની દુકાન ચલાવતા, અને સારી કમાણી થતી. આ કુટુંબ સ્વામીનારાયણ ધર્મ પાળતું. કેટલાંક વર્ષો બાદ તેઓ અમદાવાદ આવીને વસ્યા. આશારામે…

વધુ વાંચો >

શાહજહાનપુર

શાહજહાનપુર : ઉત્તરપ્રદેશના ઉત્તર ભાગમાં નૈર્ઋત્ય નેપાળની દક્ષિણે રોહિલખંડ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 28´થી 28° 28´ ઉ. અ. અને 79° 17´ થી 80° 23´ પૂ. રે. વચ્ચેનો 4,575 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની સરહદ રાજ્યના બીજા…

વધુ વાંચો >