ચીમનલાલ વલ્લભરામ રાવળ
મહાયાન
મહાયાન : બૌદ્ધ ધર્મનો એક મુખ્ય સંપ્રદાય. જે લોકો કેવળ બુદ્ધે આપેલા ઉપદેશને અને કેવળ ત્રિપિટક(વિનયપિટક, સુખપિટક અને ધમ્મપિટક)ને જ માને છે, તેમનું ‘યાન’ સંકુચિત અથવા ‘હીન’ છે, માટે બૌદ્ધ ધર્મના એ સંપ્રદાયને ‘હીનયાન’ કહેવામાં આવે છે; પરંતુ જે લોકો ત્રિપિટક ઉપરાંત બીજા ગ્રંથોને પણ માને છે, તેમનું ‘યાન’ મોટું…
વધુ વાંચો >મૂર્તિપૂજા
મૂર્તિપૂજા : અરૂપ, અવ્યક્ત, અગોચર અને નિરાકાર એવા પરમ તત્વની સરૂપ, વ્યક્ત, ગોચર અને સાકાર રૂપે પ્રતીતિ જે મૂર્ત આલંબનો કે પ્રતીકો દ્વારા થાય તેમનું પૂજન-અર્ચન કરવાની પરંપરાગત ભક્તિમૂલક હિંદુ વિધિ, જેનું વિશેષભાવે અનુસંધાન જૈન, બૌદ્ધ, શીખ આદિ ધર્મ-સંપ્રદાયોમાં પણ જોઈ શકાય છે. ભારત ધર્મપ્રાણ દેશ છે. મૂર્તિ પૂજાનું અહીં…
વધુ વાંચો >રામતીર્થ, સ્વામી
રામતીર્થ, સ્વામી (જ. 22 ઑક્ટોબર 1873, મુરાલીવાલા, જિ. ગુજરાનવાલા, પંજાબ; અ. 17 ઑક્ટોબર 1906, ટિહરી) : આધુનિક કાલના આદર્શ સંન્યાસી અને પ્રસિદ્ધ વેદાંતી વિદ્વાન. મૂળ નામ તીર્થરામ. પિતા હીરાનંદ ગોસ્વામી ગરીબ પુરોહિત હતા. તીર્થરામ નાના હતા ત્યારે માતાનું અવસાન થયું, તેથી મોટાભાઈની દેખરેખ નીચે ઊછર્યા. ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો શાળા…
વધુ વાંચો >રૂસો
રૂસો (જ. 28 જૂન 1712, જિનીવા [સ્વિટ્ઝર્લૅન્ડ]; અ. 2 જુલાઈ 1778) : સુપ્રસિદ્ધ ફ્રેન્ચ તત્વજ્ઞ. જ્ઞાનપ્રકાશ યુગ : An age of Enlightenment. અઢારમી સદીમાં ફ્રાન્સમાં (1) દિદેરો (2) કૉનડિલેક અને (3) હૉલબૅક વગેરે વિદ્વાનોએ એક નવો અભિગમ રજૂ કર્યો, અને તેમાં જડ ધાર્મિક સંસ્થાઓ અને તેમના જ્ઞાનના દાવાઓને પડકારવામાં આવ્યા.…
વધુ વાંચો >લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ
લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ (જ. 1 જુલાઈ 1646, લિપઝિગ; અ. 14 નવેમ્બર 1716, હૅનોવર) : વિદ્વાન જર્મન ફિલસૂફ, અધ્યાત્મવિદ્ અને ન્યૂટનના સમકાલીન ગણિતશાસ્ત્રી. જર્મનીના ત્રીસ વર્ષના મહાવિધ્વંસક યુદ્ધ પછીના ગાળામાં લિપઝિગ(જર્મની)ના પાવન લુથેરન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં તેમણે નિકોલાઈની શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા નૈતિક ફિલસૂફી(moral philosophy)ના અધ્યાપક હતા.…
વધુ વાંચો >લાઓત્સે
લાઓત્સે (જ. ઈ. પૂ. 604 ? અથવા ઈ. પૂ. 570–517 ?, ક્યુઝીન, હોનાન પ્રાંત; અ. ઈ. પૂ. 531 ?) : ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક. તેમનું ખરું નામ લી હતું. લાઓત્સે એ કોઈ વ્યક્તિવાચક નામ નથી, પરંતુ વિશેષણ છે, જેનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ એવો થાય છે. કોન્ફ્યૂશિયસની પહેલાં, લગભગ…
વધુ વાંચો >લામા
લામા : આધ્યાત્મિક ઉપદેશ આપનાર તિબેટન ગુરુ. સંસ્કૃતમાં ‘ગુરુ’ શબ્દ વપરાય છે, તે જ રીતે તિબેટન ભાષામાં ‘લામા’ શબ્દ વપરાય છે. ‘લામા’ એટલે ‘ઉચ્ચતર ગુરુ’. આથી બધા બૌદ્ધ ભિખ્ખુઓ લામા નથી હોતા, તેમજ બધા લામાઓ ભિખ્ખુઓ પણ નથી હોતા. તિબેટી ભાષામાં ભિખ્ખુ માટેનો શબ્દ ‘ત્રાપા’ છે, ‘લામા’ નથી. બૌદ્ધ ધર્મનો…
વધુ વાંચો >લુંબિની
લુંબિની : ભગવાન બુદ્ધનું જન્મસ્થળ. નેપાળમાં આવેલું આ સ્થળ હાલ રુમ્મનદેઈ તરીકે ઓળખાય છે. તે રુપાદેઈ તરીકે પણ જાણીતું છે. નેપાળની સરહદે કપિલવસ્તુથી પૂર્વમાં 10 માઈલ દૂર આ સ્થળ આવેલું છે. બુદ્ધની માતા માયાદેવી ગર્ભવતી હતાં ત્યારે પોતાને પિયર જવા નીકળ્યાં. કપિલવસ્તુથી દેવદહનગર એ બે નગરોની વચ્ચે લુંબિની નામનું ગામ…
વધુ વાંચો >વિષ્ણુસ્વામી
વિષ્ણુસ્વામી : દ્વૈતવાદી વૈષ્ણવ અને ભક્તિમાર્ગી સંત. કૃષ્ણભક્તિના સંદર્ભમાં બે પ્રકારના ભક્તિમાર્ગીઓ ઉલ્લેખનીય છે : 1. કૃષ્ણ-રુક્મિણીના ભક્તો અને 2. કૃષ્ણ-રાધાના ભક્તો. જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ જેવા મહારાષ્ટ્રના સંતો પહેલા પ્રકારમાં આવે છે, જ્યારે જેમના દ્વારા અન્ય પ્રદેશોમાં વિવિધ પંથો સ્થપાયા તે નિમ્બાર્ક, વિષ્ણુસ્વામી, વલ્લભાચાર્ય અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ…
વધુ વાંચો >