ચીમનલાલ વલ્લભરામ રાવળ

ઝેન

ઝેન : બૌદ્ધ મહાયાન સંપ્રદાયની ચીનમાં આરંભાયેલી અને જાપાનમાં પ્રસરેલી શાખા. દક્ષિણ ભારતના આચાર્ય બોધિધર્મ (ઈ. સ. 470–543) ચીન ગયેલા; તેમના દ્વારા ઝેનનો ત્યાં આરંભ થયો. મૂળ સંસ્કૃત શબ્દ ‘ધ્યાન’નું ચીની ભાષામાં ‘ચ-આન’ કે ‘ચાન’ (ch-an) અને જાપાની ભાષામાં ‘ઝેન’ એવું રૂપાંતર થયેલું છે. ભગવાન બુદ્ધે ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત…

વધુ વાંચો >

તાઓ-તે-ચિંગ

તાઓ-તે-ચિંગ (ઈ. પૂ. છઠ્ઠો સૈકો) : લાઓ-ત્ઝેએ રચેલો તાઓ-દર્શનનો મહત્ત્વનો ગ્રંથ. આ ગ્રંથમાં મુખ્યત્વે મહાત્મા લાઓ-ત્ઝેનાં વચનામૃતોનો તથા તેમના નૈતિક ઉપદેશનો સમાવેશ થયો હોવાનું કહેવાય છે. જોકે આ ગ્રંથને છેવટનું સ્વરૂપ તો ઈ. સ. પૂ.ની ત્રીજી સદીમાં જ આપવામાં આવ્યું હતું. તાઓ-દર્શનનું આ આધારભૂત  શાસ્ત્ર ગણાય છે. ‘તાઓ’ એટલે પંથ…

વધુ વાંચો >

તાઓ ધર્મ

તાઓ ધર્મ : ચીનમાં લાઓ-ત્ઝે (ઈ. સ. પૂ.  570-517) દ્વારા રજૂ કરવામાં આવેલ તત્વદર્શનને આધારે પાછળથી સ્થપાયેલો ધર્મ. મધ્યચીનમાં હોનાન પ્રાંતમાં જન્મેલા લાઓ-ત્ઝેની ઐતિહાસિકતા અંગે શંકા છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ લાઓ-ત્ઝે એ વ્યક્તિવાચક નામ નથી; પરંતુ તેનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ એવો થાય છે. તેમનું ખરું નામ લી હતું. ચીનમાં…

વધુ વાંચો >

બહુદેવવાદ

બહુદેવવાદ (polytheism) : વેદગ્રંથોમાં ઘણાં દેવદેવીઓ રહેલાં છે એવું માનતો સિદ્ધાન્ત. વેદનાં સૂક્તોમાં, તેમાં વર્ણવેલા આચારમાં જીવન પ્રત્યે જોવાની જે ર્દષ્ટિ તરી આવે છે તે બોધપ્રદ છે. પરમ સત્યના સ્વરૂપને લગતા પ્રશ્નોના જે ઉત્તર તે વખતના લોકો સાચા માનતા હોય તે ઉત્તરો આપણને એ પુરાણકથાઓ ને ઉપાસનાના પ્રકારોમાં જોવા મળે…

વધુ વાંચો >

બુદ્ધ

બુદ્ધ (જ. ઈ. પૂ. 563; અ. ઈ. પૂ. 483) : બૌદ્ધ ધર્મના સ્થાપક. ભારતમાં કપિલવસ્તુ નામે નગરની નજીક લુમ્બિની ઉપવનમાં ઈ. પૂ. 563માં વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે બુદ્ધનો જન્મ થયો. તેમના પિતાનું નામ શુદ્ધોદન; માતાનું નામ માયાદેવી. તેમના જન્મથી માતાપિતાની ઇચ્છા પૂર્ણ થઈ તેથી તેમનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું. તેમનું…

વધુ વાંચો >

બોધિવૃક્ષ

બોધિવૃક્ષ : બુદ્ધને જેની નીચે જ્ઞાન થયેલું તે, ગયા શહેરથી 11 કિમી. દૂર આવેલું બૌદ્ધધર્મીઓએ અત્યંત પવિત્ર ગણેલું વૃક્ષ. બુદ્ધની મૂર્તિની પૂજા સ્થવિરવાદને માન્ય નહિ હોવાથી તેને બદલે અમુક પ્રતીકો જેવાં કે ધર્મચક્ર, બોધિવૃક્ષ, સ્તૂપ, ભિક્ષાપાત્ર વગેરેની પૂજા કરવાની શરૂઆત થઈ. બોધિવૃક્ષ (પીપળાનું ઝાડ) નીચે બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ તે દિવસે…

વધુ વાંચો >

બોધિસત્વ

બોધિસત્વ : મહાયાન બુદ્ધોએ આદર્શ પરોપકારી બુદ્ધ પુરુષની કરેલી વિભાવના. ‘બુદ્ધ’ એટલે બોધ પામેલા, જાગેલા, જ્ઞાની. માયાદેવીના પેટે જન્મ્યા ત્યારથી ‘બોધિ’ પ્રાપ્ત થયું એ પહેલાં ગૌતમ બોધિસત્વ કહેવાતા. બોધિસત્વનું જીવન મનુષ્યોને પ્રેરણારૂપ હતું કારણ કે મનુષ્ય સ્વપ્રયત્નથી કેવો આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે તેનું ર્દષ્ટાંત તે પૂરું પાડતું હતું. બોધિપ્રાપ્તિ…

વધુ વાંચો >

બ્રહ્મવિહાર (બૌદ્ધ)

બ્રહ્મવિહાર (બૌદ્ધ) : સાધક માટે બૌદ્ધ ધર્મમાં ગણાવેલી ચાર માનસિક ભાવનાઓ. બૌદ્ધ ધર્મદર્શનમાં ચાર બ્રહ્મવિહારની વાત કરવામાં આવી છે : (1) મૈત્રી : આ સમાજમાં જે લોકો શુભવૃત્તિવાળા અને સંપન્ન છે તેમના પ્રત્યે મૈત્રી રાખવી. (2) કરુણા : સમાજમાં જે લોકો દુ:ખી છે તેમના પ્રત્યે તિરસ્કાર  ન બતાવતાં કરુણાભાવ ધારણ…

વધુ વાંચો >

ભિખ્ખુ

ભિખ્ખુ : બૌદ્ધ ધર્મનો સાધુ. તે નમ્ર, ગુરુની આજ્ઞાનો પાલક, કષ્ટ અને વિઘ્ન સહન કરનારો, પવિત્ર અંત:કરણવાળો, સ્થિર મનનો અને બીજાએ આપેલ ભોજનથી જીવન વિતાવનારો હોય છે. ભિક્ષુઓમાં સંન્યાસી, બ્રહ્મચારી, વિદ્યાર્થી, ગુરુનું પોષણ કરનાર, પ્રવાસી અને પરાન્નભોજી એવા 6 પ્રકારો હોય છે. બ્રહ્મદેશમાં તેને પુંગી કહે છે અને તે લોકોની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >