ચિત્રકલા
લૅન્ડ્સીર, એડવિન (સર)
લૅન્ડ્સીર, એડવિન (સર) (જ. 1802, બ્રિટન; અ. 1873, બ્રિટન) : બ્રિટિશ પ્રાણી-ચિત્રકાર. બાળપણથી જ તેમણે અનન્ય કલાપ્રતિભા બતાવેલી. બાર વરસની ઉંમરે તેમણે લંડનની રૉયલ એકૅડેમીમાં પહેલું વૈયક્તિક (one man) પ્રદર્શન યોજેલું. ઘોડા ચીતરવાથી શરૂઆત કરીને તેમણે કૂતરાનો વિષય પસંદ કર્યો, જે તેમનો તેમજ દર્શકોનો માનીતો થઈ ગયો. વિવિધ માનવીય મનોભાવોને…
વધુ વાંચો >લૅન્ફ્રેન્કો, જિયૉવાની
લૅન્ફ્રેન્કો, જિયૉવાની (જ. 1582, પાર્મા, ઇટાલી; અ. 1647, રોમ, ઇટાલી) : ઇટાલિયન બરૉક ચિત્રકાર. ચિત્રકાર એગોસ્તીનો કારાચીના તેઓ શિષ્ય હતા. ઉપરાંત કોરેજિયોએ ચીતરેલાં ભીંતચિત્રોની તેમના પર ખાસ્સી અસર પડી હતી. 1616માં તેમણે કેસીનો બોર્ગીસેના ઘુમ્મટનું તાળવું ચીતર્યું. અહીં ચિત્રિત આકાશ અને માનવઆકૃતિઓ દ્વારા એવી ભ્રમણા ઊભી કરવામાં એ સફળ થયા…
વધુ વાંચો >લેરિયૉનૉવ, મિખાઇલ ફ્યૉદૉરોવિચ
લેરિયૉનૉવ, મિખાઇલ ફ્યૉદૉરોવિચ (જ. 3 જૂન 1881, ઓડેસા નજીક તિરાસ્પૉલ, રશિયા; અ. 11 મે 1964, પૅરિસ, ફ્રાન્સ) : નાતાલ્યા ગૉન્ચારોવા સાથે રશિયામાં અમૂર્ત ચિત્રણાની પહેલ કરનાર ચિત્રકાર અને સ્ટેજ-ડિઝાઇનર. લેરિયૉનૉવની પ્રારંભિક ચિત્રકલા પ્રભાવવાદ અને પ્રતીકવાદ વડે ઘેરી પ્રભાવિત હતી. પણ 1909માં ઘનવાદ, ફ્યૂચરિઝમ અને ઑર્ફિઝમની અસર હેઠળ એમણે પોતાનું પ્રથમ…
વધુ વાંચો >લેલી પીટર
લેલી પીટર (જ. 1618, જર્મની; અ. 1860, લંડન, બ્રિટન) : ડચ બરૉક વ્યક્તિચિત્રકાર. હાર્લેમમાં પીટર દ ગ્રીબર પાસે તેણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1637થી હાર્લેમમાં તેણે સ્વતંત્ર ચિત્રકાર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. વ્યક્તિચિત્રો ઉપરાંત ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગોને વિષય બનાવીને પણ તે ચિત્રો સર્જતો. 1640થી 1647 સુધી તે લંડન આવી વસ્યો.…
વધુ વાંચો >લેવિટેન, આઇઝેક (Levitan, Isaac)
લેવિટેન, આઇઝેક (Levitan, Isaac) (જ. 1861, કિબેર્ટી, કોવ્નો ગુબેર્નિયા, રશિયા; અ. 22 જુલાઈ 1900, મૉસ્કો, રશિયા) : રશિયન નિસર્ગ-ચિત્રકાર. કોવ્નો ગુબેર્નિયા જિલ્લામાં એક ગરીબ યહૂદી ધર્મશિક્ષકને ઘેર એમનો જન્મ થયેલો. મૉસ્કોની સસ્તી ચા-કૉફીની દુકાનોમાં એ કિશોરાવસ્થામાં બેસી રહેતા અને ત્યાં ઘરાકોની ચિરૂટના ધુમાડા અને ઘોંઘાટ વચ્ચે ફ્રેન્ચ બાર્બિઝો-શૈલીના ચિત્રકાર કોરોનાં…
વધુ વાંચો >લૅસ્નિગ, મારિયા
લૅસ્નિગ, મારિયા (જ. 1919, કાર્ન્ટેન, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન મહિલા-ચિત્રકાર. છ વરસની ઉંમરે ક્લાગનફુર્ટ નગરમાં ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. મેટ્રિક પછી શિક્ષિકા બનવા માટેની તાલીમ મેળવી. 1940થી 1941 સુધી મેટ્નીટ્ઝલમાં આવેલી સિંગલ ક્લાસ માઉન્ટન સ્કૂલમાં અધ્યાપન કર્યું. 1941માં એ છોડીને વિયેના ખાતેની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં પ્રો. ડેશોર પાસે ચિત્રકલાનો…
વધુ વાંચો >લૉખ્નર, સ્ટેફાન
લૉખ્નર, સ્ટેફાન (જ. 1400 આશરે, મીસ્બર્ગ, જર્મની; અ. 1451, કૉલોન, જર્મની) : કૉલોન શાખાનો સૌથી વધુ પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ગૉથિક ચિત્રકાર. એના પ્રારંભિક જીવન વિશેની કોઈ માહિતી મળતી નથી, પણ એવું અનુમાન કરવામાં આવે છે કે નેધરલૅન્ડ્ઝમાં રૉબર્ટ કૅમ્પિન નામના ચિત્રકાર પાસે તેણે તાલીમ લીધી હશે. લૉખ્નરના પ્રારંભિક ચિત્ર ‘સેંટ…
વધુ વાંચો >લૉટો, લૉરેન્ઝો (Lotto, Lorenzo)
લૉટો, લૉરેન્ઝો (Lotto, Lorenzo) (જ. આશરે 1480, વેનિસ, ઇટાલી; અ. 1556, લોરેટો, ઇટાલી) : ધાર્મિક વિષયોનાં રહસ્યમય ચિત્રો તેમજ મનોગતને નિરૂપતાં વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો રેનેસાંસ ચિત્રકાર. વેનિસના ચિત્રકારો જિયોવાની બેલિની અને ઍન્તોનેલો દા મૅસિનાનો તેની પર પ્રારંભમાં પ્રભાવ પડ્યો, પણ પછી તેણે એ પ્રભાવને ખંખેરી કાઢી રફાયેલનો પ્રભાવ ઝીલ્યો.…
વધુ વાંચો >લૉન્ગી, પિયેત્રો
લૉન્ગી, પિયેત્રો (જ. 1702, વેનિસ, ઇટાલી; અ. 8 મે 1785, વેનિસ, ઇટાલી) : વેનિસ નગરના ઘરગથ્થુ અને સામાજિક જીવનને ચિત્રિત કરવા માટે જાણીતો રોકોકો શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. મૂળ નામ પિયેત્રો ફાલ્ચા. ચોકસી પિતાએ તેને ચોકસીનો કસબ શિખવાડવા માટે ઘણી મથામણો કરી, પણ તે બધી નિષ્ફળ જતાં ઐતિહાસિક પ્રસંગો ચીતરવા માટે…
વધુ વાંચો >લૉન્ગો, રૉબર્ટ
લૉન્ગો, રૉબર્ટ (જ. 1953, યુ.એસ.) : આધુનિક અમેરિકન ચિત્રકાર. પૉપકલા તેનું ક્ષેત્ર છે. ફિલ્મ, ટીવી, કૉમિક સ્ટ્રિપ, સ્થિર ફોટોગ્રાફ જેવાં લોકભોગ્ય માધ્યમોમાંથી દૃશ્યો ઉઠાવી તે મોટા કદની નકલો ચીતરે છે. વિષયપસંદગીમાં હિંસાનું તાંડવ, પ્રેમ, સેક્સ, નૃત્ય જેવા ભાવો તેને મનગમતા છે. લાકડું, ધાતુકાંસું અને કાચમાંથી તેણે શિલ્પો પણ સર્જ્યાં છે.…
વધુ વાંચો >