ચન્દ્રકાન્ત મહેતા

પ્રથમ પ્રતિશ્રુતિ (1968)

પ્રથમ પ્રતિશ્રુતિ (1968) : બંગાળી કથાલેખિકાની યશદા નવલકથા. આશાપૂર્ણાદેવીની આ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠે 1967થી 1969ના સમયગાળામાં પ્રગટ થયેલા ભારતીય સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તક માટેના એવૉર્ડ માટે પસંદ કરેલી. તે ઉપરાંત આ નવલકથા માટે તેમને રવીન્દ્ર પુરસ્કાર તથા બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયનો સુવર્ણચંદ્રક પણ મળેલા. આનું નાટ્યરૂપાંતર દૂરદર્શન પરથી હપતાવાર પ્રસારિત થયેલું. ‘પ્રથમ…

વધુ વાંચો >

પ્રસન્નવ્યંકટેશ્વરવિલાસમ્ (અઢારમી સદીનો આરંભકાળ)

પ્રસન્નવ્યંકટેશ્વરવિલાસમ્ (અઢારમી સદીનો આરંભકાળ) : તંજાવર રાજ્યના રાજકવિ દર્ભગિરિ-રચિત યક્ષગાન. એ તેલુગુનો ર્દશ્યશ્રાવ્ય કાવ્યપ્રકાર છે. એ મંદિરોમાં અને રાજદરબારોમાં ભજવાય  છે. તેમાં વર્ણનાત્મક તથા સંવાદપ્રધાન ગીતોની રચના હોય છે. એના અનેક પ્રકારો પૈકી એક પ્રકાર ઇષ્ટદેવની સ્તુતિ તથા એનાં મહિમાગીતોનો હોય છે. વ્યંકટેશ્વર તિરુપતિ એ દક્ષિણના આરાધ્ય દેવ છે, જેમનો…

વધુ વાંચો >

પ્રહલાદચરિતમુ

પ્રહલાદચરિતમુ : તેલુગુ સંત કવિ ત્યાગરાજની રચના. તેલુગુ તથા તમિળ બંને ભાષાઓમાં જેમણે એમની રચનાઓ દ્વારા અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જેમનામાં સંત, સંગીતકાર તથા કવિનો સુમેળ સધાયો હતો તે ત્યાગરાજે (1767–1847) અનેક સંગીતરૂપકો રચેલાં અને ગાયેલાં. તેમાં ‘પ્રહલાદચરિતમુ’ મુખ્ય છે અને આજે પણ આંધ્રપ્રદેશમાં, લોકોમાં તે ગવાતું રહે…

વધુ વાંચો >

ફડકે, નારાયણ સીતારામ

ફડકે, નારાયણ સીતારામ (જ. 4 ઑગસ્ટ 1894, કર્જત; અ. 22 ઑક્ટોબર 1978, પુણે) : મરાઠી લેખક. તલાટીના પુત્ર. પુણેની ફરગ્યુસન કૉલેજમાં અભ્યાસ. 1917માં તત્વજ્ઞાનનો વિષય લઈને એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને ન્યૂ પુણે કૉલેજ(એસ.પી.કૉલેજ)માં વ્યાખ્યાતા તરીકે નિયુક્તિ પામ્યા. તે પછી અસહકારનું આંદોલન શરૂ થતાં 1920માં કૉલેજ છોડી આંદોલનમાં…

વધુ વાંચો >

ફાઝિલ, ગુલામ અહમદ

ફાઝિલ, ગુલામ અહમદ (જ. 1916, શ્રીનગર) : વિખ્યાત કાશ્મીરી કવિ. શિક્ષણ શ્રીનગરમાં. બી.એ. થયા પછી એમણે શ્રીનગરમાં જ શિક્ષકની નોકરી લીધી. એમને શિક્ષણ ઉપરાંત સંગીત અને અન્ય કલાઓમાં ફક્ત રુચિ જ નહિ, એમનો ઊંડો અભ્યાસ પણ ખરો. એ વિશે એમણે પુષ્કળ વાંચ્યું-વિચાર્યું જણાય છે. 1974માં એ નિવૃત્ત થયા તે પછી…

વધુ વાંચો >

ફાટક, નરહર રઘુનાથ

ફાટક, નરહર રઘુનાથ (જ. 15 એપ્રિલ 1883, જાંભળી, ભોર-રિયાસત; અ. 21 ડિસેમ્બર 1979, મુંબઈ) : મરાઠીના ઇતિહાસકાર, ચરિત્રલેખક, વાર્તાકાર, નવલકથાકાર તથા પત્રકાર. તેમનું શિક્ષણ ભોર, પુણે, અજમેર તથા ઇંદોરમાં થયેલું. 1917માં દર્શન વિષય સાથે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા બાદ એમ.એ.માં મરાઠી વિષય લઈને પ્રથમ વર્ગ મેળવી નાગપુરમાં શિક્ષક તરીકે નોકરી…

વધુ વાંચો >

બકુલબનેર કવિતા

બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…

વધુ વાંચો >

બટાટ્યાચી ચાળ

બટાટ્યાચી ચાળ : મરાઠીના અગ્રગણ્ય લેખક પુ. લ. દેશપાંડેની હાસ્યકૃતિ. તેમાં મુંબઈની ચાલીઓમાં રહેનારા લોકોના જીવનનું રમૂજપ્રેરક આલેખન છે. એમના જીવનનાં વિવિધ પાસાં, એમના સંઘર્ષો, એમનાં વર્તન-વલણમાં હાસ્યની જે સામગ્રી હતી તે સર્વનો એમાં વિનિયોગ થયો છે. લેખકના જીવનનાં શરૂઆતનાં વર્ષો ચાલીમાં વીતેલાં. તે સમયે એમણે જે અનુભવ કર્યા, નિરીક્ષણ…

વધુ વાંચો >

બનગરવાડી

બનગરવાડી (1955) : મરાઠી નવલકથાલેખક વ્યંકટેશ માડગૂળકરની જાનપદી નવલકથા. મરાઠીમાં આંચલિક નવલકથાનો નવો પ્રકાર આ કૃતિથી શરૂ થયો. એ રીતે તે મરાઠી આંચલિક (જાનપદી) નવલકથાનું સીમાચિહ્ન છે. એમણે આ કૃતિ દ્વારા સિદ્ધ કર્યું કે ગ્રામીણ અને દૂર દૂરના પછાત વિસ્તારના જનજીવનનું ચિત્રણ પણ ઉચ્ચ સાહિત્યિક મૂલ્યવાળું હોય છે. આ નવલકથામાં…

વધુ વાંચો >

બનફૂલ

બનફૂલ (જ. 19 જુલાઈ 1899; અ. 1979) : પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર. મૂળ નામ બાલાઈચંદ મુખોપાધ્યાય. તેઓ બિહારના ભાગલપુર નગરના વતની. પટણા અને કલકત્તા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું. વ્યવસાયે ડૉક્ટર. ‘બનફૂલ’ નામથી લેખનની શરૂઆત. પ્રથમ તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. વિદ્યાર્થીજીવન દરમિયાનના વૈદ્યકીય અનુભવો તેમણે તેમના ‘તૃણખંડ’(1935)માં લખ્યા છે. ‘વૈતરણીતીરે’ (1937) પુસ્તકે…

વધુ વાંચો >