ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

વ્યામોહ (paranoia)

વ્યામોહ (paranoia) : જેમાં વ્યક્તિને મતિભ્રમો (delusion) થાય, એના વાસ્તવિકતા સાથેના સંપર્કને ક્ષતિ પહોંચે, પણ એના મનોવ્યાપારો છિન્નભિન્ન કે વિકૃત ન બને કે એના વ્યક્તિત્વમાં સખત ઊથલપાથલો ન થાય એવી મનોવિકૃતિ. ‘વ્યામોહ’ એ નામ મનોવૈજ્ઞાનિક ક્રેપલિને પ્રચલિત કર્યું હતું; પણ હાલમાં અમેરિકન મનોચિકિત્સકોના મંડળે બહાર પાડેલી, મનોવિકૃતિઓને સમજવા માટેની ચોથી…

વધુ વાંચો >

વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance)

વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance) : વ્યક્તિને પોતાનો વ્યવસાય (રોજગાર, નોકરી, વ્યાપારધંધો કે સ્વરોજગાર) પસંદ કરવામાં મદદ આપવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં (1) વિવિધ વ્યવસાય-ક્ષેત્રો, વ્યવસાયો અને તેની જરૂરિયાતો વિશે માહિતી મેળવવી; (2) માર્ગદર્શન માંગનાર વ્યક્તિની મુલાકાત લેવી; (3) તેની શરીરક્ષમતા, બુદ્ધિ, અભિયોગ્યતાઓ, અભિરુચિ અને વ્યક્તિત્વ માપવાં અને (4) તેના પ્રાપ્તાંકોનો અર્થ…

વધુ વાંચો >

સજાતીયતા (homosexuality)

સજાતીયતા (homosexuality) : સમાન લિંગની વ્યક્તિઓ (પુરુષ અને પુરુષ અથવા સ્ત્રી અને સ્ત્રી) વચ્ચે ઊપજતા જાતીય આકર્ષણ અને જાતીય સમાગમ સુધીના સંબંધો. પુરુષ અન્ય પુરુષમાં અથવા સ્ત્રી અન્ય સ્ત્રીમાં કામુક રસ લે અને એની સાથે પ્રગટ કામુક વ્યવહારો કરે તે સજાતીયતા. આધુનિક મત પ્રમાણે, જે વ્યક્તિની પ્રાથમિક મનોવૈજ્ઞાનિક, આવેગિક, સામાજિક…

વધુ વાંચો >

સમજાવટ (અં. persuation, counselling)

સમજાવટ (અં. persuation, counselling) : તાર્કિક રજૂઆત વડે અન્ય વ્યક્તિને કંઈક કરવા માટે કે માનવા માટે પ્રેરવી તે. જો અન્ય વ્યક્તિ સમક્ષ પોતાના વિચારો રજૂ કરતી વખતે એક કરતાં વધારે ખ્યાલોને પરસ્પર સુસંગત રીતે વ્યક્ત કરવામાં આવે તો એ વિચારો કે ખ્યાલો એ વ્યક્તિને ગળે ઊતરી જાય છે. પરિણામે એ…

વધુ વાંચો >

સર્જકતા (creativity)

સર્જકતા (creativity) : સાહિત્ય, કળાઓ કે વૈજ્ઞાનિક કે અન્ય કાર્યોમાં નવાં સ્વરૂપો ઉપજાવવાની અથવા સમસ્યાઓને નવી પદ્ધતિઓ વડે ઉકેલવાની શક્તિ. સર્જક વ્યક્તિ પરિસ્થિતિની આગવી સમજ મેળવે છે અને તે માટેનો માત્ર નવો જ નહિ પણ નવો અને સુયોગ્ય (બંધબેસતો) ઉકેલ લાવે છે. તે જ્ઞાનેન્દ્રિયો વડે મળતી પ્રત્યક્ષ માહિતીનું પોતાના આગવા…

વધુ વાંચો >

સલાહ (counselling)

સલાહ (counselling) : વ્યક્તિની પોતાને વિશેની અને પોતાના પર્યાવરણ વિશેની સમજ વધારવામાં અને તેને પોતાનાં મૂલ્યો અને લક્ષ્યો વિકસાવવામાં મદદ કરનારી ક્રિયા. સલાહક્રિયામાં બે પક્ષો હોય છે : (1) અસીલ અથવા સલાહાર્થી અને (2) સલાહકાર. સલાહ માંગનારને સલાહાર્થી અને આપનારને સલાહકાર કહે છે. વ્યવસ્થિત કે મનોવૈજ્ઞાનિક સલાહ, સગાંઓ-મિત્રો-વડીલો વગેરેની ભલામણો,…

વધુ વાંચો >

સહજવૃત્તિ (instinct)

સહજવૃત્તિ (instinct) : ચોક્કસ ઉદ્દીપક પરિસ્થિતિ દરમિયાન, પ્રાણીની વિશિષ્ટ ઉપજાતિમાં દેખાતું, લાક્ષણિક, જટિલ અને સ્વાભાવિક પ્રતિક્રિયા આપવાનું પ્રબળ વલણ. દા.ત., પ્રજોત્પત્તિની ઋતુમાં કેટલીક માદા અમેરિકન શાહમૃગીઓ ભેગી થઈને પહેલાં એક અને પછી વારાફરતી બીજા માળાઓમાં થોડાં થોડાં ઈંડાં મૂકે છે. ઉનાળા અને ચોમાસામાં મધમાખીઓ ષટ્કોણ આકારનાં ખાનાંઓવાળો મધપૂડો બનાવે છે…

વધુ વાંચો >

સહોદર-સ્પર્ધા (sibling rivalry)

સહોદર–સ્પર્ધા (sibling rivalry) : એક જ માતાની કૂખે કે ઉદરે જન્મેલાં બાળકો વચ્ચે થતી સ્પર્ધા. માતાપિતાનું ધ્યાન, સમર્થન કે સ્નેહ મેળવવા માટે, પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે કે જુદી જુદી સિદ્ધિ મેળવવા માટે મર્યાદિત પ્રમાણમાં સહોદરો વચ્ચેની સ્પર્ધા તો ઘણાં કુટુંબોમાં થતી હોય છે. પણ આવી સ્પર્ધા એ કુટુંબ માટે…

વધુ વાંચો >

સંદેશાવ્યવહાર (communication)

સંદેશાવ્યવહાર (communication) : સંદેશાને કે સંકેતો(signals)ને એક સ્થળેથી અન્ય સ્થળે મોકલવાની અને તેને ઝીલવાની પ્રક્રિયા. સંદેશવહનમાં કોઈ વ્યક્તિ જૂથ કે સંસ્થા પ્રેષક (sender) હોય છે અને કોઈ અન્ય વ્યક્તિ જૂથ કે સંસ્થા તેને ગ્રહણ કરનાર (ઝીલનાર, receiver) હોય છે. મોટાભાગે સંદેશાનું ઉદ્ગમસ્થાન અવાજના તરંગો, પ્રકાશનાં કિરણો કે વીજાણુકીય (electronic) સંકેતો…

વધુ વાંચો >

સંલગ્નતા (affiliation)

સંલગ્નતા (affiliation) : મૈત્રીપૂર્ણ જૂથમાં જોડાઈને તેમાં ભાગ લેવાનું, (બને ત્યાં સુધી સરખી વયના) અન્ય લોકો સાથે મૈત્રીપૂર્ણ સહચાર સાધવાનું અને બને તેટલા વધારે મિત્રો બનાવીને તેમને ચાહવાનું અને વફાદાર રહેવાનું મનોવલણ. આ પ્રેરણા અન્ય લોકો સાથે થતા અનુભવોમાંથી ઉદ્ભવે છે અને ધીમે ધીમે વ્યક્તિમાં વિકસતી જાય છે. તેથી એને…

વધુ વાંચો >