ગિરીશભાઈ પંડ્યા

ઍન્થ્રાકૉલિથિક રચનાઓ

ઍન્થ્રાકૉલિથિક રચનાઓ (anthracolithic systems) : કાર્બોનિફેરસ અને પરમિયન રચનાઓના સમૂહ માટે વપરાતી સંજ્ઞા. સોલ્ટરેઇન્જના પરમિયન કાળના પ્રૉડક્ટસ ચૂનાખડકસમૂહનો નીચેનો ભાગ કાશ્મીર, સ્પિટી અને ઉત્તર હિમાલયની પરમિયન કાર્બોનિફેરસ રચનાનો સમકાલીન છે. સ્તરવિદ્યાની ર્દષ્ટિએ તેમજ પ્રાચીન પ્રાણીવિદ્યાની ર્દષ્ટિએ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવતા વિસ્તારો સાથે પરમિયન રચનાને કાર્બોનિફેરસથી જુદી પાડવી મુશ્કેલ હોય…

વધુ વાંચો >

ઍન્થ્રેસાઇટ

ઍન્થ્રેસાઇટ : શ્રેષ્ઠ પ્રકારનો ખનિજ કોલસો. બંધારણ C. તેમાં કાર્બનનું પ્રમાણ સામાન્ય રીતે 80 % કરતાં વધારે હોવાથી તે રંગે ઘેરો કાળો અને ચમકવાળો હોય છે. પોપડામાં અત્યંત દબાણ અને ગરમી હેઠળ બનેલો હોવાથી તે કઠણ અને ભેજ વગરનો હોય છે. વનસ્પતિદ્રવ્યજથ્થાની જમાવટ જ્યારે જળકૃત નિક્ષેપોના પ્રસ્તરો સાથે થાય અને…

વધુ વાંચો >

એલબ્રુસ પર્વત

એલબ્રુસ પર્વત : યુરોપમાં આવેલો ઊંચામાં ઊંચો પર્વત. તે કૉકેસસ પર્વતમાળાના વાયવ્ય ભાગમાં 5,642 મીટરની ઊંચાઈએ આવેલો છે. તે જ્યૉર્જિયન પ્રજાસત્તાક(જ્યૉર્જિયા)માં ત્બિલિસીથી વાયવ્યમાં 241 કિમી. દૂર આવેલો છે. ભૌગોલિક સ્થાન : 43o 21’ ઉ. અ. અને 42o 26’ પૂ. રે. આ પર્વતમાંથી 20થી વધુ હિમનદીઓ નીકળે છે, જે આશરે 142…

વધુ વાંચો >

ઍલાપ્પુઝા (ઍલેપ્પી)

ઍલાપ્પુઝા (ઍલેપ્પી) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9o 30’ ઉ. અ. અને 76o 20’ પૂ. રે. આજુબાજુનો 1,414 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે થીરુવનંથપુરમથી વાયવ્યમાં 130 કિમી. અંતરે આવેલું છે. તેની ઉત્તરે એર્નાકુલમ્ જિલ્લો, પૂર્વમાં કોટ્ટાયમ્ અને પત્તનમથિતા જિલ્લા,…

વધુ વાંચો >

ઍલિસ સ્પ્રિન્ગ્સ

ઍલિસ સ્પ્રિન્ગ્સ : ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરી રાજ્યમાં આવેલો રણદ્વીપ. ભૌગોલિક સ્થાન : તે મકરવૃત્ત નજીક 23° 42’ દ. અ. અને 133° 53’ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,60,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રણદ્વીપમાં તે જ નામ ધરાવતું નગર આ વિસ્તારનું વહીવટી મથક તેમજ મહત્ત્વનું પ્રવાસ-મથક પણ છે. મોટેભાગે…

વધુ વાંચો >

એવરેસ્ટ શિખર

એવરેસ્ટ શિખર : પૃથ્વી પરનું મહત્તમ ઊંચાઈ ધરાવતું ગિરિશિખર. એશિયાની દક્ષિણે આવેલી હિમાલય પર્વતરચના પૈકીની મધ્યઅક્ષીય હારમાળાની ઉત્તરે, નેપાલ-તિબેટની સરહદે, પરંતુ નેપાલની ભૌગોલિક હદમાં આવેલું છે. ભૌગોલિક સ્થાન : 28° ઉ. અ. અને 87° પૂ. રે. પર તે બે શિખર-ટોચમાં વિભાજિત છે. ઉત્તરીય ટોચ સમુદ્રસપાટીથી 8,848 મીટરની અને દક્ષિણટોચ 8,748…

વધુ વાંચો >

એવેન્ચ્યુરાઇન

એવેન્ચ્યુરાઇન (aventurine) : (1) સોનેરી આગંતુક કણો ધરાવતો એક પ્રકારનો કાચ. (2) ચમકવાળા આગંતુક કણો ધરાવતા કાચ જેવા દેખાવવાળા, પારદર્શક કે ક્વાર્ટ્ઝ અથવા ફેલ્સ્પાર માટે વિશિષ્ટપણે વપરાતો પર્યાય. (3) અબરખ, હેમેટાઇટ અથવા અન્ય ખનિજની પતરીઓનાં આભલાંથી સુશોભિત ક્વાર્ટ્ઝની એક જાત. (4) અમુક વિભંજન-સપાટીઓમાંથી રતાશ પડતું પરાવર્તન કરતો આલ્બાઇટ ફેલ્સ્પારનો એક…

વધુ વાંચો >

ઍસ્થેનોસ્ફિયર

ઍસ્થેનોસ્ફિયર : ભૂમધ્યાવરણના ત્રણ પેટાવિભાગો(શિલાવરણ, ઍસ્થેનોસ્ફિયર અને મેસોસ્ફિયર)માંનો એક. ભૂકંપશાસ્ત્રીય અભ્યાસ દ્વારા પૃથ્વીનાં પડોની ભૌતિક ગુણધર્મોની ભિન્નતાને આધારે સપાટીથી ભૂગર્ભ સુધી પોપડો, ભૂમધ્યાવરણ (મધ્ય વિભાગ) અને ભૂકેન્દ્રીય ભાગ એવા ત્રણ ભાગ પાડેલા છે. ભૂપૃષ્ઠની નીચે તરફ 100 કિમી.થી 250 કિમી. સુધી આવેલ ઍસ્થેનોસ્ફિયર, તેની ઉપરના શિલાવરણ અને નીચેના મેસોસ્ફિયર કરતાં…

વધુ વાંચો >

ઐઝોલ

ઐઝોલ : મિઝોરમ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 230 44′ ઉ. અ. અને 920 43′ પૂ.રે.ની આજુબાજુનો 3,576 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આસામનો કાચાર જિલ્લો અને મણિપુર રાજ્ય, પૂર્વ તરફ મ્યાનમાર, દક્ષિણ તરફ રાજ્યનો લુંગલેઈ જિલ્લો તથા પશ્ચિમે બાંગ્લાદેશ…

વધુ વાંચો >

ઐતિહાસિક ભૂસ્તરશાસ્ત્ર

ઐતિહાસિક ભૂસ્તરશાસ્ત્ર : પૃથ્વીના પોપડામાં જોવા મળતા તમામ પ્રકારના ખડકોનાં બંધારણ, રચનાક્રમ અને અરસપરસના સંબંધની તલસ્પર્શી માહિતી વર્ણવતી વિષય-શાખા. પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને અર્વાચીન સમય સુધીનાં અંદાજે પાંચ અબજ વર્ષના સમગ્ર આયુકાળ દરમિયાન બની ગયેલી આગ્નેય ઘટનાઓ, કણજમાવટથી થયેલી જળકૃત સ્તરરચનાઓ, ભૂસંચલનજન્ય-વિકૃતિજન્ય ફેરફારો વગેરે જેવા વિવિધ પ્રકારના ભૂસ્તરીય બનાવોની ક્રમબદ્ધ-કાલાનુસાર માહિતીનું…

વધુ વાંચો >