ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

સંસ્થાનવાદ

સંસ્થાનવાદ : બીજા દેશના પ્રદેશો મેળવવા અથવા પોતાના પ્રભાવ હેઠળ બળપૂર્વક લાવી, તેનો ઉપયોગ પોતાના વેપારી, ઔદ્યોગિક કે રાજકીય સ્વાર્થ માટે કરવાની પ્રક્રિયા. યુરોપના દેશોના સાહસિક નાવિકોએ જ્યાં જ્યાં ભૂમિપ્રવેશ મેળવ્યો, ત્યાં ત્યાં પોતાની વસાહતો ઊભી કરી અને સંસ્થાનો સ્થાપ્યાં. તેમની આ પ્રવૃત્તિએ તેમને અમેરિકા, આફ્રિકા અને એશિયાના ઘણાખરા પ્રદેશો…

વધુ વાંચો >

સામગ્રી-વ્યવસ્થાપન (materials management)

સામગ્રી-વ્યવસ્થાપન (materials management) : ઉત્પાદન માટે ખરીદેલા માલસામાન/સામગ્રીનું પાકો માલ તૈયાર થાય ત્યાં સુધી કરવામાં આવતું વ્યવસ્થાપન. સામગ્રી-વ્યવસ્થાપન હેઠળ પાકા માલ સિવાયની જંગમ ચીજોનું વ્યવસ્થાપન થાય છે. ‘નિર્ણયો લેવા અને તેનો અમલ કરવો’ તે વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર છે તેથી સામગ્રી-વ્યવસ્થાપન હેઠળ પાકા માલ સિવાયની બધી જંગમ ચીજો અંગે નિર્ણયો લેવા અને…

વધુ વાંચો >

સિત્યોતેર દેશોનું જૂથ

સિત્યોતેર દેશોનું જૂથ (G. 77 – Group of Seventyseven) : વ્યાપાર અને વિકાસ માટેનું વિકસતા દેશોએ રચેલું જૂથ. અન્કટાડ(UNCTAD – United Nations Conference on Trade and Development)ની 1964માં મળેલી પ્રથમ બેઠકના અંતે 15 જૂન, 1964ના રોજ સિત્યોતેર દેશોના જૂથનું નિર્માણ થયું. ભારત, બ્રાઝિલ, આર્જેન્ટીના, ડોમિનિકન રિપબ્લિક, ક્યૂબા, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા,…

વધુ વાંચો >

સિન્ડિકેટ-કાર્ટેલ

સિન્ડિકેટ–કાર્ટેલ : (1) સિન્ડિકેટ : વ્યક્તિ ભાગીદારી પેઢી અથવા કંપની જેવા બધા ધંધાકીય એકમો વચ્ચે કાયદેસરનું અસ્તિત્વ ધરાવ્યા વગરનું સામાન્ય હેતુથી – મુખ્યત્વે નફાના હેતુથી – અંદરોઅંદર સમજૂતી કરીને ખરીદી અને વેચાણોના કેન્દ્રીકરણવાળું સંગઠન; (2) કાર્ટેલ : સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એકથી વધારે વ્યક્તિઓ ભાગીદારી પેઢીઓ અથવા કંપનીઓએ પોતપોતાના ઉત્પાદન અથવા…

વધુ વાંચો >

સિંઘાણિયા પદમપત

સિંઘાણિયા, પદમપત (જ. 3 ફેબ્રુઆરી 1905, કાનપુર; અ. 19 નવેમ્બર 1979, કાનપુર) : ધર્મમાં ઊંડી આસ્થા અને માનવીય અભિગમ ધરાવનાર સાહસિક ઉદ્યોગપતિ. કાનપુરમાં વિખ્યાત ઉદ્યોગપતિ કમલપતના જુહારીદેવીના જ્યેષ્ઠ પુત્ર. બાળપણમાં ખાનગી શિક્ષકો દ્વારા અભ્યાસ. પિતાનું અવસાન થતાં તેમણે સત્તર વર્ષની વયે પરિવારના ઉદ્યોગની ધુરા સંભાળી હતી. પિતાશ્રીએ ગાંધીજીને સ્વદેશી ચળવળમાં…

વધુ વાંચો >

સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત

સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત : જમીન, શ્રમ, મૂડી અને નિયોજકને તેમના દરેકના ઉત્પાદનકાર્ય બદલ કેટલું વળતર મળી શકે છે, એટલે કે તેમની કિંમતો કેવી રીતે નિર્ધારિત થાય છે તે સમજાવતો સિદ્ધાંત. તે વહેંચણીના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. બેનહાનના શબ્દો ટાંકીએ તો પૂર્ણ સ્પર્ધા અને પૂર્ણ રોજગારીની સ્થિતિમાં ઉત્પાદનનાં વિવિધ સાધનોની…

વધુ વાંચો >

સીમિત વિવેકબુદ્ધિવાદ (Bounded Rationality)

સીમિત વિવેકબુદ્ધિવાદ (Bounded Rationality) : સંપૂર્ણ તાર્કિક વર્તન કરવા અંગેની પ્રત્યેક વ્યક્તિની બોધાત્મક મર્યાદિત ક્ષમતા. વિવેકબુદ્ધિવાદનું મૂળ તત્વ બુદ્ધિ છે, તેથી હકીકતો(facts)ને તે બધી બાજુથી તપાસવાનું વલણ ધરાવે છે. એ હકીકતો વચ્ચેના સંબંધોને શોધે છે અને જો કોઈ હકીકતો વચ્ચે કાર્યકારણના સંબંધો માલૂમ પડે તો તેવા સંબંધોની એકાધિક કસોટીઓ કરી…

વધુ વાંચો >

સેડલર માઇકલ થૉમસ

સેડલર, માઇકલ થૉમસ (જ. 3 જાન્યુઆરી 1780, સ્નેલસ્ટન, ડર્બીશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 જુલાઈ 1835, બેલફાસ્ટ, અલસ્ટર, આયર્લૅન્ડ) : ઉદ્દામવાદી રાજનીતિજ્ઞ, ઉદાર વ્યાપારી અને ફૅક્ટરીસુધાર આંદોલનના નેતા. ઔદ્યોગિક ક્રાંતિને પગલે પગલે આર્થિક ઉત્પાદનના વિકાસ સાથે ઘણી નવી સમસ્યાઓ પણ ઇંગ્લૅન્ડમાં ઊભી થઈ. ઇંગ્લૅન્ડ ઔદ્યોગિક ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર હતું; એથી આ સમસ્યાઓ…

વધુ વાંચો >

સ્ટૅગ (શૅરબજાર)

સ્ટૅગ (શૅરબજાર) : કંપનીએ બહાર પાડેલા નવા શૅરો અરજી કરીને ખરીદ્યા પછી તુરત જ વેચી કાઢીને નફો કમાવાના હેતુવાળો સટોડિયો. શૅરબજારના ખેલાડીઓની ઓળખ અંગ્રેજી ભાષામાં કેટલાંક પ્રાણીઓનાં નામથી આપવામાં આવે છે; દા. ત., તેજીવાળાને ‘Bull’ એટલે કે ‘સાંઢ’થી ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે તાજાં ઘાસ અને કૂંપળ ખાતા ‘Stag’…

વધુ વાંચો >

સ્ટૅમ્પ

સ્ટૅમ્પ : સરકાર વતી પૈસા લઈને માગણી કરનાર નાગરિકને આપેલ દસ્તાવેજ માટેની કે ટપાલની ટિકિટ. ગુજરાતી ભાષામાં તે સામાન્ય રીતે ટિકિટ તરીકે ઓળખાય છે. તેમાં મુખ્યત્વે ટપાલ પર ચોંટાડવાની ટિકિટો, કોઈ દસ્તાવેજને કાયદેસરતા બક્ષવા માટે તેના પર ચોંટાડેલી અથવા છાપેલી ટિકિટો, મહેસૂલી ટિકિટો વગેરેનો સમાવેશ થાય છે. ઇન્ડિયન સ્ટૅમ્પ-ઍક્ટ 1899ની…

વધુ વાંચો >