ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
રણછોડલાલ છોટાલાલ
રણછોડલાલ છોટાલાલ (જ. 23 એપ્રિલ 1823, અમદાવાદ; અ. 26 ઑક્ટોબર 1898, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ, સમાજસેવક અને દાનવીર. ગામઠી શાળામાં ભણતરનો પ્રારંભ કર્યો. દશ વર્ષની ઉંમરે ફારસી અને ચૌદ વર્ષની ઉંમરે અંગ્રેજીના અભ્યાસની શરૂઆત કરી. 1843માં 20 વર્ષની વયે કસ્ટમખાતામાં કારકુન તરીકે જોડાયા. ખંત અને આવડત બતાવી સમયાન્તરે 1851માં…
વધુ વાંચો >રસાયણોનું પૅકિંગ
રસાયણોનું પૅકિંગ : ગ્રાહક સુધી ઓછામાં ઓછા ખર્ચે, સારામાં સારી સ્થિતિમાં અને સલામત રીતે એક રાસાયણિક નીપજ જોઈતા જથ્થામાં વિતરિત થાય તેવી વ્યવસ્થા. હાલના હરીફાઈના બજારમાં પૅકેજે ઉત્પાદનની સુરક્ષા ઉપરાંત પણ અનેક જરૂરિયાતો પૂરી પાડવાની હોય છે એટલે પૅકેજિંગની પદ્ધતિએ નીચેના તબક્કે મહત્તમ કાર્યક્ષમતા દાખવવી જરૂરી છે : (i) માલ-રક્ષણ,…
વધુ વાંચો >રેલવે-રસીદ
રેલવે-રસીદ : હેરફેર માટે માલ સ્વીકાર્યા બાદ રેલવે દ્વારા તેની અપાતી પહોંચ. વાહનવ્યવહારની સંસ્થાઓ અન્યનો માલ સ્વીકારીને સૂચના પ્રમાણેના સ્થળે તે પહોંચાડતી હોય છે. સામાન્ય સંજોગોમાં વેચનાર માલ મોકલતો હોય છે અને ખરીદનાર તે મેળવતો હોય છે. કેટલીક વાર વેચનાર વતી આડતિયા, દલાલો અને મારફતિયા પણ માલ રવાના કરતા હોય…
વધુ વાંચો >રૉડિક, અનીતા (લૂસિયા)
રૉડિક, અનીતા (લૂસિયા) (જ. 1943, બ્રાઇટન, ઇંગ્લૅન્ડ) : પ્રાકૃતિક સૌંદર્ય-પ્રસાધનોનાં પુરસ્કર્તા. પ્રારંભમાં તેમણે પોતાનાં ઇટાલિયન માબાપના આઇસક્રીમ-પાર્લરમાં કામગીરી બજાવી હતી. તેમણે નાટ્યશિક્ષક તરીકેની તાલીમ પણ લીધેલી. શાકભાજી જેમ છૂટક વેચાય છે તેમ સૌંદર્ય-પ્રસાધનોનું છૂટક (retail) વેચાણ થઈ શકે કે કેમ એ બાબતે તેમને કુતૂહલ થયું. 1976માં તેમણે બ્રાઇટનની એક પાછલી…
વધુ વાંચો >રોમની સંધિ (1957)
રોમની સંધિ (1957) : સહિયારા બજાર અથવા જકાત મંડળની સ્થાપના માટે પશ્ચિમ યુરોપના છ દેશોએ 1957માં રોમ ખાતે કરેલી સંધિ. સ્થાપના વખતે તેમાં ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, ઇટાલી, બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને લક્ઝેમ્બર્ગ – આ છ દેશો જોડાયા હતા. આ સંધિ હેઠળ 1 જાન્યુઆરી, 1958થી ‘યુરોપિયન આર્થિક સમુદાય’ (European Economic Community) નામનું…
વધુ વાંચો >રોવન બોનસ યોજના
રોવન બોનસ યોજના : ઉત્પાદન માટે પ્રમાણિત કરેલા સમય કરતાં ઓછા સમયમાં ઉત્પાદન કરવાથી થયેલા વધારાના નફામાંથી સમયની બચત કરનાર શ્રમિકને ભાગ આપવા માટે ડૅવિડ રોવને વિકસાવેલી પદ્ધતિ. આર્થિક પ્રવૃત્તિ ચલાવનારાઓને શ્રમની જરૂર હોય છે. બજારમાં શુદ્ધ સ્વરૂપે શ્રમ મળતો નથી. શ્રમ લેવા જતાં શ્રમિક મળે છે. ગુલામી પ્રથા અને…
વધુ વાંચો >લઘુમતીહિત (જૉઇન્ટ સ્ટૉક કંપની)
લઘુમતીહિત (જૉઇન્ટ સ્ટૉક કંપની) : કંપનીમાં બહુમતી શૅરહોલ્ડરોના અત્યાચાર અને ગેરવહીવટ સામે રક્ષણ મેળવવાપાત્ર લઘુમતી શૅરહોલ્ડરોનું હિત. કંપનીમાં ઊભા થતા પ્રત્યેક પ્રશ્ન અંગેનો નિર્ણય શૅરહોલ્ડરોની સાદી અથવા વિશિષ્ટ બહુમતીથી લેવામાં આવે છે. આમ તેનું સંચાલન બહુમતી નિર્ણય ઉપર આધારિત હોય છે. રાજામુંદ્રી ઇલેક્ટ્રિસિટી વિ. નાગેશ્વર રાવ કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે…
વધુ વાંચો >લવાદ
લવાદ : કેટલાક વિવાદોના પક્ષકારો વચ્ચે અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા સંબંધિત વિવાદના ઉકેલ રૂપે કોઈ સમજૂતી સધાતી ન હોય ત્યારે તે વિવાદોનો ફેંસલો (adjudicate) કરવા માટે મહદ્અંશે સંબંધિત પક્ષકારોની સંમતિથી જે ત્રાહિત પંચને તે વિવાદ સોંપવામાં આવે છે તે પંચ. આવા પંચની કાર્યવહીને લવાદી અથવા મધ્યસ્થી અને તેના ફેંસલાને…
વધુ વાંચો >લિક્વિડેટર
લિક્વિડેટર : કંપનીનું વિસર્જન (liquidation) કરવાની કાર્યવહી કરવા માટે નિમાયેલો અધિકારી. તેની નિમણૂક અદાલત અથવા શૅરહોલ્ડરો અથવા કંપનીના લેણદારો દ્વારા કરવામાં આવતી હોય છે. કંપનીને બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાં મુખ્યત્વે કાયદાકીય વિધિના પાલનમાં કંપનીની ક્ષતિઓ, દેવાં ચૂકવવાની તેની અશક્તિ, કંપનીની સ્થાપના સમયે નિશ્ચિત કરેલા સમયનું પૂરું…
વધુ વાંચો >લિમિટેડ કંપની
લિમિટેડ કંપની : જુઓ કંપનીની રચના
વધુ વાંચો >